Chhotaudepur: નસવાડીના અમરોલી, ગઢબોરિયાદ PHC માં PMSMA કૅમ્પ યોજાયો

Jul 10, 2026 - 05:30
Chhotaudepur: નસવાડીના અમરોલી, ગઢબોરિયાદ PHC માં PMSMA કૅમ્પ યોજાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

નસવાડી : કેન્દ્ર સરકારના પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન (PMSMA) અંતર્ગત નસવાડી તાલુકાના અમરોલી PHC અને ગઢબોરિયાદ ખાતે વિશેષ સગર્ભા આરોગ્ય કેમ્પ યોજાયા હતા. બંને સ્થળે કેમ્પમાં 100થી વધુ સગર્ભાની નિઃશુલ્ક તપાસ કરાઇ હતી. જેમાં આરોગ્ય વિભાગની ટીમ, તબીબો, CHO અને ANM દ્વારા સગર્ભાઓના હીમોગ્લોબીન, બ્લડ ગ્રુપ, HIV, HBsAg સહિતના જરૂરી બ્લડ ટેસ્ટ કરાયા હતા. ઉપરાંત બ્લડ પ્રેશર, વજન, પેટની તપાસ તેમજ ગર્ભસ્થ શિશુના ધબકારા ચકાસી માતા અને બાળકના આરોગ્યનું મૂલ્યાંકન કરાયું હતું. સગર્ભાઓને સંતુલિત પોષણ, આયર્ન-કેલ્શિયમની ગોળીઓના નિયમિત સેવન, સમયસર પ્રસૂતિ પૂર્વ તપાસ અને પ્રસૂતિના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું. કેમ્પ દરમિયાન ઉચ્ચ જોખમ ધરાવતી સગર્ભા મહિલાઓની ઓળખ કરી તેમને વધુ સારવાર અને અનુસરણ માટે રિફ્ર કરાઇ હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0