Chhotaudepurમાં ભારજ નદીમાં તણાયેલા આધેડનો બે દિવસે મૃતદેહ મળ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
છોટાઉદેપુરમાં નદીમાં તણાયેલા યુવકનો મૃતદેહ મળ્યો છે. ગઈ કાલે ભારજ નદીમાં વાઘવા ગામના રમેશ રાઠવા તણાયા હતા. આ ઘટનાની જાણ ફાયરની ટીમને બે દિવસની મહેનત બાદ જબુગામની ઓરસંગ નદીમાં મૃતદેહ મળી આવ્યો છે. વાઘવા થી જબુગામ 12 કિલો મીટર સુધી તણાયો હતો.
બે દિવસે મૃતદેહ મળ્યો
છોટાઉદેપુર જિલ્લાની ભારજ નદીમાં ઉપરવાસમાંથી પાણી છોડાતા નદી બે કાંઠે વહેતી થઈ હતી. આ દરમિયાન એક આધેડ નદી ઓળંગવા જતા પાણીના તીવ્ર પ્રવાહમાં તણાઈ ગયો હતો.આ અંગેની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ફાયરની ટીમને બે દિવસની મહેનત બાદ જબુગામની ઓરસંગ નદીમાં મૃતદેહ મળી આવ્યો છે.
નદીમાં પાણીના ઘોડાપૂર
છોટાઉદેપુર જિલ્લામાં આવેલા સુખી ડેમમાંથી પાણી ભારજ નદીમાં છોડવામાં આવ્યું હતું. જેના લીધે નદીમાં પાણીના ઘોડાપૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. ભારજ નદીમાં તણાયેલા વાઘવા ગામના રમેશ રાઠવાનો મૃતદેહ મળી આવ્યો છે. ફાયર બ્રિગેડની ટીમે બે દિવસ શોધખોળ કરી મૃતદેહ શોધી કાઢ્યો છે.
What's Your Reaction?






