Chhotaudaypur:સબજેલમાં કેદીઓનો હેલ્થ ચેક અપ CPR તાલીમ યોજાઇ

Jun 1, 2025 - 02:00
Chhotaudaypur:સબજેલમાં કેદીઓનો હેલ્થ ચેક અપ CPR તાલીમ યોજાઇ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

છોટાઉદેપુર સબ જેલ ખાતે બંદીવાનોનું હેલ્થ ચેક અપ અને CPR તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેલ વિભાગના ડીજીપી એન એલ રાવએ સબજેલ ખાતે ફરજ બજાવતા અધિકારીઓને સૂચના આપેલ હોય કે છોટાઉદેપુર સબજેલ ખાતે બંદીવાન કેદીઓનો નિષ્ણાત તબીબો દ્વારા હેલ્થ ચેક અપ કરાયું હતું. જે અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ભરતસિંહ ચૌહાણના સહયોગથી અને સબજેલ અધિક્ષક ડી કે પરમારના માર્ગદર્શન હેઠળ આજરોજ સબજેલ છોટાઉદેપુર ખાતે મેડિકલ કેમ્પ અને CPR તાલીમનું આયોજન કરાયું હતું

આ મેડિકલ કેમ્પમાં જેલમાં યોજાયેલ 135 બંદીવાનો હેલ્થ ચેકઅપ કરાયું હતું. દવાઓ પૂરી પાડી હતી. ઉપરાંત ફીઝિશિયન ડોક્ટર મયંક પંડયા, તથા ઇમરજન્સી 108 સેવાના કર્મચારીઓ દ્વારા બંદીવાનો તથા જેલ સ્ટાફ્ને સીપીઆર તાલીમ આપવા માટે જેમાં બેભાન થઈ ગયેલ વ્યક્તિને ભાનમાં લાવવા માટે સાપ કરડે ત્યાં ત્યારે તથા ખેંચ આવે ત્યારે શું પગલાં લેવા અને શું કાળજી રાખવી તે બાબતે વિગતવાર માર્ગદર્શન આપી CPR તાલીમ આપી હતી.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0