Chhotaudaypur: ગોધરા સ્ટેટ હાઈવે 62 ઉપર પડેલા ખાડા પૂરવા માગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
છોટાઉદેપુર અને ગોધરાને જોડતો સ્ટેટ હાઈવે નંબર 62 ઉપર મસમોટા ખાડા પડી ગયા છે. ઝોઝ તથા ચીલરવાટ અને ઝેર ગામ સ્ટેટ હાઈવે ઉપર મોટી માત્રામાં ખાડા પડેલા જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર સ્ટેટ હાઈવે નંબર 62 ઉપર છેલ્લા ઘણા સમયથી રોડની હાલત બિસમાર થઈ ગઈ છે. જેના કારણે રાહદારીઓને હાલાકી ભોગવવાનો વારો આવે છે. ખાસ કરીને ચિલરવાટ ગામ પાસે મુખ્ય હાઇવે ઉપર અને ઝોઝ ગામમાં પ્રવેશ કરતા જ ભારે ઊંડા ખાડા પડી ગયા છે. જેનાથી વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે. આવનારા દિવસોમાં ચોમાસુ આવે અને માર્ગની હાલત વધુ ખરાબ બને તે પહેલા ખાડા પૂરી દેવામાં આવે તો માર્ગને પણ વધુ નુકસાન થાય નહીં અને રાહદારીઓને અવર-જવરમાં તકલીફ ન પડે ! રોજના હજારો વાહનો આ રસ્તા ઉપરથી અવરજવર કરતા હોય છે પરંતુ બિસમાર માર્ગને કારણે હાલ આ વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે. જેથી વહેલી તકે ખાડા પુરવામાં આવે તેવી પ્રજાની માંગ છે.
What's Your Reaction?






