Chhota Udepur : બોડેલીમાં નકલી કચેરી કેસમાં એડિ. કલેક્ટર રવિન્દ્રસિંહ જાડેજાના આગોતરા ફગાવાયા, સહ આરોપી પાસેથી 10 ટકા કમિશન લેતા હોવાનો આરોપ

Oct 1, 2025 - 17:00
Chhota Udepur : બોડેલીમાં નકલી કચેરી કેસમાં એડિ. કલેક્ટર રવિન્દ્રસિંહ જાડેજાના આગોતરા ફગાવાયા, સહ આરોપી પાસેથી 10 ટકા કમિશન લેતા હોવાનો આરોપ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

છોટાઉદેપુરના બોડેલીમાં નકલી સરકારી કચેરી ઝડપાવાના ચકચારી કેસમાં ગુજરાત હાઇકોર્ટે મહત્વનો ચૂકાદો આપ્યો છે. આ કેસમાં હાઇકોર્ટે તત્કાલીન એડિશનલ કલેકટરના આગોતરા જામીન ફગાવી દીધા છે. એડિશનલ કલેક્ટર રવિન્દ્રસિંહ જાડેજાના આગોતરા જામીન ફગાવાયા છે.

અરજદાર સતત અન્ય આરોપીઓના સંપર્કમાં

છોટાઉદેપુરમાં ઝડપાયેલી નકલી કચેરીના કેસમાં છોટાઉદેપુરના તત્કાલીન એડિશનલ કલેકટરની આગોતરા જામીન અરજી હાઇકોર્ટે ફગાવી હતી. હાઇકોર્ટે સરકારી વકીલે કરેલી રજૂઆત ધ્યાને રાખી હતી. સરકારી વકીલે દલીલ કરી હતી કે અરજદાર સતત અન્ય આરોપીઓના સંપર્કમાં હતા

સહ આરોપીને મળતી રકમના 10 ટકા કમિશન લેતા

એડિશનકલ કલેક્ટર રવિન્દ્રસિંહ જાડેજાને આગોતરા જામીન આપવાનો વિરોધ કરતા સરકારી વકીલે દલીલ કરી હતી કે એડિશનલ કલેક્ટર સહ આરોપીને મળતી રકમના 10 ટકા કમિશન લેતા હતા. પોલીસે આ મામલે માસ્ટરમાઇન્ડ ગણાતા સંદીપ રાજપૂત અને અબુબકર સૈયદને ઝડપી લીધા હતા. બંને ભેજાબાજોએ બોડાલીના મોડાસર ગામમાં વ્રજ કોમ્પલેક્ષના ફ્લેટમાં નકલી સરકારી કચેરી બનાવી હતી ચાર કરોડ 15 લાખ રુપિયાની ગ્રાન્ટ બારોબાર લઇ લીધી

યાદ અપાવીએ કે 2023ના વર્ષમાં છોટાઉદેપુરના બોડેલીમાં ભેજાબાજોએ નકલી સરકારી કચેરી ઉભી કરી હતી અને સતત 2 વર્ષ સુધી વિવિધ હેડ હેઠળ ચાર કરોડ 15 લાખ રુપિયાની ગ્રાન્ટ બારોબાર લઇ લીધી હતી.  ભેજાબાજોએ કુલ 21.15 કરોડનું કૌંભાડ આચર્યું

પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે આ ભેજાબાજોએ કુલ 21.15 કરોડનું કૌંભાડ આચર્યું હતું. પોલીસે બે પૂર્વ પ્રાયોજના અધિકારીને પણ આ મામલે ઝડપી લીધા હતા. આ કેસમાં 4 સરકારી કર્મચારીઓ સહિત 7 શખ્સ ઝડપાયા હતા . દાહોદમાં પણ ભેજાબાજોએ આ પ્રકારનું કૌંભાડ કર્યું હોવાનું બહાર આવ્યું હતું. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0