Chhota udepur : બોડેલીની અનેક ગરબા ચોકમાં નવરાત્રિની 90% તૈયારી પૂર્ણ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બોડેલીમાં ગરબા મહોત્સવની તૈયારીઓ પૂર્ણતાની નજીક
બોડેલી સહિત સમગ્ર ગુજરાતમાં તેમજ અન્ય રાજ્યોમાં આગામી આસો સુદ એકમથી નવરાત્રીનો પ્રારંભ થશે. જેને લઇ બોડેલી, ઢોકલીયા અને અલીપુરામાં ગરબા આયોજકો ખેલૈયા માટે તમામ તૈયારીને આખરી ઓપ આપી રહ્યા છે, અલીપુરા જન શક્તિ ખોડીયાર સેવા ટ્રસ્ટ દ્વારા આયોજીત ખોડીયાર મંદિર પાસે ગરબા ગ્રાઉન્ડને રંગબેરંગી રોશનીથી ડેકોરેશન કરાઇ રહ્યું છે. ખોડિયાર માતાજીના મંદિરે નવરાત્રીના દસ દિવસ સુધી સ્વર પંચમ કલા વૃંદ વડોદરા ગ્રૂપના કલાકારો ગરબાની રમઝટ બોલાવશે. બોડેલી ગરબી ચોકમાં પણ નવરાત્રી પર્વમાં કોઈ કચાસ ના રહે તે માટે આયોજકો દ્વારા તમામ તૈયારી પૂરજોશમાં ચાલે છે. બોડેલી ગરબી ચોકમાં રમીલાબેન પંચાલનું વૃંદ ગરબાની રમઝટ બોલાવશે. ઢોકલીયા ગરબી ચોક, રામજી મંદિર, સમર્પણ સોસાયટી, ગજાનંદ પાર્ક સોસાયટી, ચંદ્રેશ્વર સોસાયટી, ગંગાનગર સોસાયટી વગેરે સ્થળે પણ ગરબા યોજાશે. બજારમાં ચૂંદડી, ધૂપ, અગરબત્તી સહીતનો સામાનની ધૂમ ખરીદી થઇ રહી છે. યુવતીઓ ચણીયા ચોળી, ઇમિટેશન જ્વેલરીની ખરીદી કરતી જોવા મળે છે. જ્યારે યુવાનો પણ પોતાનો ટ્રેડિશનલ ડ્રેસ માટે ખરીદી કરવામાં લાગ્યા છે. બોડેલી પોલીસ તંત્ર પણ બંદોબસ્તની તૈયારીમાં છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
https://sandesh.com/maru-saher-maru-gaam
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

