Chhota udepur : ઉર્મિલા રાઠવા અને પ્રિતી રાઠવાનું રેલવે સ્ટેશન પર સન્માન કરાયું

Nov 25, 2026 - 06:00
Chhota udepur : ઉર્મિલા રાઠવા અને પ્રિતી રાઠવાનું રેલવે સ્ટેશન પર સન્માન કરાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટ ખાતે યોજાયેલ હોકી સબ-જુનિયર અસ્મિતા નેશનલ લીગ મેચમાં છોટાઉદેપુર જિલ્લાની બે હોનહાર દીકરીઓએ પોતાની રમતનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને સમગ્ર જિલ્લા અને સમાજનું નામ રોશન કર્યું છે. છોટાઉદેપુર જિલ્લાના કટારવાટ ગામના ઉર્મિલાબેન નારસિંગભાઈ રાઠવા અને માણકા (ગાબડીયા) ગામના પ્રિતીબેન મુકેશભાઈ રાઠવાએ આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં શાનદાર દેખાવ કરી પોતાની ટીમને દ્વિતીય સ્થાન અપાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. આ ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરીને બંને દીકરીઓ પરત ફરતા છોટાઉદેપુર રેલવે સ્ટેશન ખાતે તેમના માતાપિતા સહિત સમાજના આગેવાનો અને ગ્રામજનો દ્વારા તેમનું ઉમળકાભેર સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત સૌએ બંને દીકરીઓને પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડી સન્માનિત કરી હતી. આગામી સમયમાં પણ આ બંને દીકરીઓ રમતગમત ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરે અને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ છોટાઉદેપુર જિલ્લો, ગામ અને સમાજનું ગૌરવ વધારે તેવી હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0