Chhatral-Kadi રોડ પર મોટો અકસ્માત, 1 આધેડનું થયું મોત
છત્રાલ-કડી રોડ પર અકસ્માતની મોટી ઘટના બની છે. છત્રાલ-કડી રોડ પર સર્જાયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે. ગોલ્ડન એસ્ટેટ પાસે અકસ્માતની ઘટના બની છે. પુરપાટ ઝડપે આવી રહેલા બુલેટ સવારે રસ્તો ઓળંગી રહેલા આધેડને જોરદાર ટક્કર મારી છે.બુલેટ સવારે રસ્તો ઓળંગતા આધેડને મારી ટક્કર અકસ્માતની ઘટનાની વાત કરીએ તો બુલેટ ચાલકે ટક્કર મારતા રસ્તો ઓળંગી રહેલા આધેડનું ઘટના સ્થળે જ મોત થયું છે, જ્યારે બુલેટ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા તે પણ ગંભીર રીતે ઘાયલ થયો છે. જો કે અકસ્માતની ઘટનાની જાણ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને કરવામાં આવતા એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી અને બુલેટ ચાલકને વધુ સારવાર માટે કલોલની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હાલમાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે અને મૃતકની ઓળખવીધી શરૂ કરી છે અને લાશને પીએમ અર્થે મોકલી આપી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી છત્રાલ કડી રોડ પર અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ગઈકાલે પણ છત્રાલ હાઈવે ઉપર અકસ્માતમાં બાઈક ચાલક યુવકનું થયું હતું મોત ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ કલોલના છત્રાલ હાઈવે ઉપર અકસ્માત સર્જાયો હતો. કોઈ અજાણ્યા વાહન ચાલકે અહીંથી પસાર થતા બાઈકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઈક ચાલક યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસે અકસ્માત કરીને ફરાર થઈ ગયેલા અજાણ્યા વાહન ચાલક સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. મહેસાણાના લાખવડ ગામે આવેલા સેનમા વાસમાં રહેતો પ્રવિણભાઈ નટવરભાઈ સેનમા (ઉ.વ. 33) તેના મિત્રનું બાઈક લઈને જઈ રહ્યો હતો. ત્યારે છત્રાલ હાઈવે ઉપર બિલેશ્વરપુરા તરફથી આવતા સર્વિસ રોડ ઉપર પૂરપાટ નીકળેલા અજાણ્યા વાહન ચાલકે તેના બાઈકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઈક ચાલક યુવક પ્રવિણભાઈ સેનમાને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
છત્રાલ-કડી રોડ પર અકસ્માતની મોટી ઘટના બની છે. છત્રાલ-કડી રોડ પર સર્જાયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે. ગોલ્ડન એસ્ટેટ પાસે અકસ્માતની ઘટના બની છે. પુરપાટ ઝડપે આવી રહેલા બુલેટ સવારે રસ્તો ઓળંગી રહેલા આધેડને જોરદાર ટક્કર મારી છે.
બુલેટ સવારે રસ્તો ઓળંગતા આધેડને મારી ટક્કર
અકસ્માતની ઘટનાની વાત કરીએ તો બુલેટ ચાલકે ટક્કર મારતા રસ્તો ઓળંગી રહેલા આધેડનું ઘટના સ્થળે જ મોત થયું છે, જ્યારે બુલેટ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા તે પણ ગંભીર રીતે ઘાયલ થયો છે. જો કે અકસ્માતની ઘટનાની જાણ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને કરવામાં આવતા એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી અને બુલેટ ચાલકને વધુ સારવાર માટે કલોલની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હાલમાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે અને મૃતકની ઓળખવીધી શરૂ કરી છે અને લાશને પીએમ અર્થે મોકલી આપી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી છત્રાલ કડી રોડ પર અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે.
ગઈકાલે પણ છત્રાલ હાઈવે ઉપર અકસ્માતમાં બાઈક ચાલક યુવકનું થયું હતું મોત
ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ કલોલના છત્રાલ હાઈવે ઉપર અકસ્માત સર્જાયો હતો. કોઈ અજાણ્યા વાહન ચાલકે અહીંથી પસાર થતા બાઈકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઈક ચાલક યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસે અકસ્માત કરીને ફરાર થઈ ગયેલા અજાણ્યા વાહન ચાલક સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. મહેસાણાના લાખવડ ગામે આવેલા સેનમા વાસમાં રહેતો પ્રવિણભાઈ નટવરભાઈ સેનમા (ઉ.વ. 33) તેના મિત્રનું બાઈક લઈને જઈ રહ્યો હતો. ત્યારે છત્રાલ હાઈવે ઉપર બિલેશ્વરપુરા તરફથી આવતા સર્વિસ રોડ ઉપર પૂરપાટ નીકળેલા અજાણ્યા વાહન ચાલકે તેના બાઈકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઈક ચાલક યુવક પ્રવિણભાઈ સેનમાને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.