Canandaના વિઝા આપવાના બહાને વડોદરાના વ્યક્તિએ 2.33 કરોડની આચરી છેતરપિંડી, ગાંધીનગર CID ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
કેનેડાના વિઝા આપવાના બહાને કરોડો રૂપિયાની છેતરપિંડીનો એક મોટો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે ગાંધીનગર સીઆઈડી ક્રાઈમમાં બે વ્યક્તિઓ સામે 2.33 કરોડ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. આ છેતરપિંડીનો ભોગ બનેલા લોકોએ આ મામલે ફરિયાદ નોંધાવી હતી. જેના કારણે તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. આરોપીઓની ઓળખ વડોદરાના રહેવાસી ગગનદીપ સિંગ અને વીરજી સિનસિવર તરીકે થઈ હતી.
વડોદરાના ગગનદીપ સિંગ, વીરજી સિનસિવર સામે ફરિયાદ
આ બંને વ્યક્તિઓ વડોદરામાં ઓવરસિસ ગેટ વે ડિવિઝન ઓફ ઓ જી બિઝનેસ સોલ્યુશન પ્રાઈવેટ લિમિટેડ નામની કંપની ચલાવતા હતા. આ કંપની વિદેશ જવા ઇચ્છુક લોકોને વિઝા અપાવવાનું કામ કરતી હતી. ફરિયાદીએ ફરિયાદ કરતા કહ્યું હતું કે માર્ચ 2022થી 2024 દરમિયાન 26 લોકોએ કેનેડાના વિઝા મેળવવા માટે આ કંપનીનો સંપર્ક કર્યો હતો. વિઝાની પ્રક્રિયા માટે આ 26 લોકોએ આ કંપનીને કુલ 3.66 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. જોકે આમાંથી ફક્ત એક જ વ્યક્તિની વિઝા ફાઈલ ક્લિયર થઈ હતી. જ્યારે અન્ય 25 લોકોની વિઝા અરજીઓ રિજેક્ટ થઈ ગઈ હતી.
26 ફાઇલ માટે આરોપીઓને 3.66 કરોડ આપ્યા હતા
વિઝા રિજેક્ટ થયા બાદ લોકોએ તેમના પૈસા પરત માંગતા આરોપીઓએ તેમને પૈસા પરત આપવા માટે એમઓયુ કર્યું હતું. જોકે આરોપીઓએ પૈસા પરત આપ્યા ન હતા અને ઉલ્ટાનું 2.33 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. આથી છેવટે ભોગ બનેલા લોકોએ ગાંધીનગર સીઆઈડી ક્રાઈમનો સંપર્ક કર્યો હતો અને આ મામલે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે બંને આરોપીઓ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. આ ઘટનાએ વિદેશ જવા માંગતા લોકોને સાવધાન રહેવા અને આવી બનાવટી કંપનીઓથી દૂર રહેવાની ચેતવણી પણ આપી હતી.
What's Your Reaction?






