CA ઈન્ટરમીડિયેટનું પરિણામ જાહેર, સુરતના બે વિદ્યાર્થીઓ ઓલ ઈન્ડિયા રેન્કિંગમાં ટોપ 50માં

આજે દેશભરમાં CA ફાઉન્ડેશન અને ઈન્ટરમીડિયેટનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે CA ઈન્ટરમીડિયેટમાં સુરતના વિદ્યાર્થીઓએ ડંકો વગાડ્યો છે. સુરતના બે વિદ્યાર્થીઓએ ઓલ ઈન્ડિયા રેન્કિંગમાં ટોપ 50માં રેન્ક મેળવ્યો છે.પરીક્ષામાં સુરતના બે વિદ્યાર્થીઓએ ગુજરાતનું નામ કર્યુ રોશન પરીક્ષામાં સુરતના વિદ્યાર્થીઓએ ઓલ ઈન્ડિયામાં ડંકો વગાડ્યો છે. CA ઈન્ટરમિડીયેટની પરીક્ષામાં સુરતના વિદ્યાર્થીએ ઓલ ઈન્ડિયામાં 18મો રેન્ક મેળવ્યો છે. CA ઈન્ટરમીડિયેટમાં સુરતના મનીત માલાણી નામના વિદ્યાર્થીએ 18મો રેન્ક મેળવ્યો છે. મનિત માલાણીએ કૂલ 600 માર્કમાંથી 401 માર્ક મેળવ્યા છે. ત્યારે અન્ય એક સુરતના જ વિદ્યાર્થીએ ઓલ ઈન્ડિયામાં 39મો રેન્ક મેળવ્યો છે. સુરતના ઉદયસિંહ સિસોદિયા નામના વિદ્યાર્થીએ ઓલ ઈન્ડિયામાં 39મો રેન્ક મેળવ્યો છે. ઉદયસિંહે કૂલ 600 માર્કમાંથી 376 માર્ક મેળવ્યા છે અને બંને વિદ્યાર્થીઓએ સુરત સહિત સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે. દેશમાં 3 ટોપને લઈને છોકરીઓએ બાજી મારી ઉલ્લેખનીય છે કે આજે CA ફાઉન્ડેશન અને ઈન્ટરનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં દેશમાં 3 ટોપને લઈને છોકરીઓએ બાજી મારી છે. તમને જણાવી દઈએ કે સપ્ટેમ્બર મહિનામાં લેવાયેલી CA ઈન્ટર અને ફાઉન્ડેશનની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે.જણાવી દઈએ કે સીએનું પરિણામ ICAI icai.org અને icaiexam.icai.orgની સત્તાવાર વેબસાઈટ્સ પર જાહેર કરવામાં આવે છે. જેમાં મુંબઈની પરમાઈ પારેખ નામની વિદ્યાર્થીનીએ CA ઈન્ટરની પરીક્ષામાં ટોપ કર્યું છે. આ રીતે પરિણામ ચેક કરી શકો છો પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારો તેમના રજીસ્ટ્રેશન નંબર અને રોલ નંબર દ્વારા પરિણામ ચકાસી શકે છે. ICAIના ભૂતપૂર્વ પ્રમુખ ધીરજ ખંડેલવાલે સોશિયલ મીડિયા હેન્ડલ X પરની પોસ્ટમાં ટોપર્સના નામની જાહેરાત કરી છે અને કહ્યું કે, સીએ ઈન્ટરમીડિયેટનું પરિણામ જાહેર થઈ ગયું છે. આ વખતે ત્રણેય ટોપ રેન્કરમાં મહિલાઓ છે. જેમાં પ્રથમ ક્રમે પરમી ઉમેશ પારેખ, બીજા નંબરે તાન્યા ગુપ્તા અને ત્રીજા નંબરે વિધિ જૈને બાજી મારી છે.

CA ઈન્ટરમીડિયેટનું પરિણામ જાહેર, સુરતના બે વિદ્યાર્થીઓ ઓલ ઈન્ડિયા રેન્કિંગમાં ટોપ 50માં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આજે દેશભરમાં CA ફાઉન્ડેશન અને ઈન્ટરમીડિયેટનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે CA ઈન્ટરમીડિયેટમાં સુરતના વિદ્યાર્થીઓએ ડંકો વગાડ્યો છે. સુરતના બે વિદ્યાર્થીઓએ ઓલ ઈન્ડિયા રેન્કિંગમાં ટોપ 50માં રેન્ક મેળવ્યો છે.

પરીક્ષામાં સુરતના બે વિદ્યાર્થીઓએ ગુજરાતનું નામ કર્યુ રોશન

પરીક્ષામાં સુરતના વિદ્યાર્થીઓએ ઓલ ઈન્ડિયામાં ડંકો વગાડ્યો છે. CA ઈન્ટરમિડીયેટની પરીક્ષામાં સુરતના વિદ્યાર્થીએ ઓલ ઈન્ડિયામાં 18મો રેન્ક મેળવ્યો છે. CA ઈન્ટરમીડિયેટમાં સુરતના મનીત માલાણી નામના વિદ્યાર્થીએ 18મો રેન્ક મેળવ્યો છે. મનિત માલાણીએ કૂલ 600 માર્કમાંથી 401 માર્ક મેળવ્યા છે. ત્યારે અન્ય એક સુરતના જ વિદ્યાર્થીએ ઓલ ઈન્ડિયામાં 39મો રેન્ક મેળવ્યો છે. સુરતના ઉદયસિંહ સિસોદિયા નામના વિદ્યાર્થીએ ઓલ ઈન્ડિયામાં 39મો રેન્ક મેળવ્યો છે. ઉદયસિંહે કૂલ 600 માર્કમાંથી 376 માર્ક મેળવ્યા છે અને બંને વિદ્યાર્થીઓએ સુરત સહિત સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે.

દેશમાં 3 ટોપને લઈને છોકરીઓએ બાજી મારી

ઉલ્લેખનીય છે કે આજે CA ફાઉન્ડેશન અને ઈન્ટરનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં દેશમાં 3 ટોપને લઈને છોકરીઓએ બાજી મારી છે. તમને જણાવી દઈએ કે સપ્ટેમ્બર મહિનામાં લેવાયેલી CA ઈન્ટર અને ફાઉન્ડેશનની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે.જણાવી દઈએ કે સીએનું પરિણામ ICAI icai.org અને icaiexam.icai.orgની સત્તાવાર વેબસાઈટ્સ પર જાહેર કરવામાં આવે છે. જેમાં મુંબઈની પરમાઈ પારેખ નામની વિદ્યાર્થીનીએ CA ઈન્ટરની પરીક્ષામાં ટોપ કર્યું છે.

આ રીતે પરિણામ ચેક કરી શકો છો

પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારો તેમના રજીસ્ટ્રેશન નંબર અને રોલ નંબર દ્વારા પરિણામ ચકાસી શકે છે. ICAIના ભૂતપૂર્વ પ્રમુખ ધીરજ ખંડેલવાલે સોશિયલ મીડિયા હેન્ડલ X પરની પોસ્ટમાં ટોપર્સના નામની જાહેરાત કરી છે અને કહ્યું કે, સીએ ઈન્ટરમીડિયેટનું પરિણામ જાહેર થઈ ગયું છે. આ વખતે ત્રણેય ટોપ રેન્કરમાં મહિલાઓ છે. જેમાં પ્રથમ ક્રમે પરમી ઉમેશ પારેખ, બીજા નંબરે તાન્યા ગુપ્તા અને ત્રીજા નંબરે વિધિ જૈને બાજી મારી છે.