Ahmedabad: સાબરમતી રેલવે સ્ટેશન 2026 સુધીમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું બનશે
પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગમાં સાબરમતી રેલવે સ્ટેશનના રિડેવલોપમેન્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ગત વર્ષના ઓગસ્ટ માસથી હાથ ધરાયેલી આ કામગીરીમાં લગભગ મોટાભાગની કામગીરી પૂર્ણ થવાના આરે છે.કુલ 335 કરોડના ખર્ચે વર્ષ 2026ના માર્ચ માસ સુધીમાં સ્ટેશન આંતરરાષ્ટ્રીય કક્ષાની તમામ સવલતો અને ટેકનોલોજી સાથે બનીને તૈયાર થઇ જશે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જીવનને લક્ષ્યમાં રાખીને આ સ્ટેશનનો પુનઃવિકાસ હાલ ચાલી રહ્યો છે, જેમાં સ્ટેશનની ડિઝાઇનમાં ગાંધીજીના જીવન સાથે જોડાયેલા વિવિધ પાસાઓ જેવા કે ચરખો, ઐૈતિહાસિક દાંડી માર્ચ વગેરેને સ્થાન આપવામાં આવશે. સાબરમતી રેલવે સ્ટેશનને મલ્ટી મોડલના રૂપમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું બનાવવામાં આવી રહ્યું છે. જેમાં મેટ્રો, બુલેટ ટ્રેન, બીઆરટીએમ, એએમટીએસ બસો જેવા પરિવહનની અન્ય સેવાઓ સાથે આ સ્ટેશનને જોડવામાં આવ્યું છે. સાબરમતી રેલવે યાર્ડની બંને તરફ બે સ્ટેશન છે. એક પશ્ચિમ દિશામાં અને બીજુ પૂર્વ દિશામાં. પશ્ચિમ દિશામાંથી વિરમગામ, ભાવનગરથી અમદાવાદ સુધીની ટ્રેનોનું સંચાલન થાય છે. પૂર્વ દિશાના સ્ટેશન પરથી દિલ્હીથી અમદાવાદ અને મુંબઇ તરફની ટ્રેનોનું સંચાલન થઇ રહ્યું છે. હાલમાં સાબરમતી રેલવે સ્ટેશન પર એસબીઆઇ સ્ટેશને સાત પ્લેટફોર્મ ઉપર 33 ટ્રેનોને સ્ટોપેજ અપાયું છે. જ્યારે એસબીટી સ્ટેશને 3 પ્લેટફોર્મ ઉપર 11 ટ્રેનોને સ્ટોપેજ આપવામાં આવ્યું છે. સ્ટેશને 20 મીટર ઊંચી છત હશે. અમદાવાદથી દિલ્હી જતી ટ્રેનોની સાઇડમાં ફૂટ ઓવર બ્રિજ પણ બનશે. સાબરમતી સ્ટેશનને પૂર્વ તરફના સ્ટેશને પ્લેટફોર્મ નંબર 9 ઉપર અને પશ્ચિમ તરફના સ્ટેશને પ્લેટફોર્મ નંબર 3 ઉપર બુલેટ ટ્રેનને સ્ટોપેજ આપવાનું આયોજન છે. પૂર્વ તરફનું સ્ટેશન 19,582 વર્ગ મીટરમાં અને પશ્ચિમ તરફનું સ્ટેશન 3,568 વર્ગ મીટરમાં નિર્માણ પામી રહ્યું છે. તમામ પ્લેટફોર્મ ઉપર 28 એસ્કેલેટર, 28 લિફ્ટ, 26 સ્ટેરવે, બે સ્કાયવોક , ચાર ફૂટ ઓવરબ્રિજ, વીઆઇપી અને લેડિઝ માટે સ્પેશિયલ વેઇટિંગ રૂમ બનાવાશે. પાર્કિંગ, કોમર્શિયલ કોમ્પ્લેક્ષ, દિવ્યાંગો માટે વિશેષ વ્યવસ્થા પણ ઉભી કરાશે. અમદાવાદ રેલવે સ્ટેશને મુસાફરોની ભીડ ઓછી કરવા માટે દિલ્હી જવા માટે સાબરમતી રેલવે સ્ટેશને વૈકલ્પિક કોચિંગ ટર્મિનલ બનાવાશે. સમગ્ર દેશમાં 100 રેલવે સ્ટેશનોને આંતરરાષ્ટ્રીય કક્ષાના બનાવવાનું રેલવેનું આયોજન છે. જેમાં પશ્ચિમ રેલવેમાં સોમનાથ, સુરત. ઉધના, નવા ભુજ, અમદાવાદ અને સાબરમતી રેલવે સ્ટેશનનો સમાવેશ કરાયો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગમાં સાબરમતી રેલવે સ્ટેશનના રિડેવલોપમેન્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ગત વર્ષના ઓગસ્ટ માસથી હાથ ધરાયેલી આ કામગીરીમાં લગભગ મોટાભાગની કામગીરી પૂર્ણ થવાના આરે છે.
કુલ 335 કરોડના ખર્ચે વર્ષ 2026ના માર્ચ માસ સુધીમાં સ્ટેશન આંતરરાષ્ટ્રીય કક્ષાની તમામ સવલતો અને ટેકનોલોજી સાથે બનીને તૈયાર થઇ જશે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જીવનને લક્ષ્યમાં રાખીને આ સ્ટેશનનો પુનઃવિકાસ હાલ ચાલી રહ્યો છે, જેમાં સ્ટેશનની ડિઝાઇનમાં ગાંધીજીના જીવન સાથે જોડાયેલા વિવિધ પાસાઓ જેવા કે ચરખો, ઐૈતિહાસિક દાંડી માર્ચ વગેરેને સ્થાન આપવામાં આવશે.
સાબરમતી રેલવે સ્ટેશનને મલ્ટી મોડલના રૂપમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું બનાવવામાં આવી રહ્યું છે. જેમાં મેટ્રો, બુલેટ ટ્રેન, બીઆરટીએમ, એએમટીએસ બસો જેવા પરિવહનની અન્ય સેવાઓ સાથે આ સ્ટેશનને જોડવામાં આવ્યું છે. સાબરમતી રેલવે યાર્ડની બંને તરફ બે સ્ટેશન છે. એક પશ્ચિમ દિશામાં અને બીજુ પૂર્વ દિશામાં. પશ્ચિમ દિશામાંથી વિરમગામ, ભાવનગરથી અમદાવાદ સુધીની ટ્રેનોનું સંચાલન થાય છે. પૂર્વ દિશાના સ્ટેશન પરથી દિલ્હીથી અમદાવાદ અને મુંબઇ તરફની ટ્રેનોનું સંચાલન થઇ રહ્યું છે. હાલમાં સાબરમતી રેલવે સ્ટેશન પર એસબીઆઇ સ્ટેશને સાત પ્લેટફોર્મ ઉપર 33 ટ્રેનોને સ્ટોપેજ અપાયું છે. જ્યારે એસબીટી સ્ટેશને 3 પ્લેટફોર્મ ઉપર 11 ટ્રેનોને સ્ટોપેજ આપવામાં આવ્યું છે. સ્ટેશને 20 મીટર ઊંચી છત હશે. અમદાવાદથી દિલ્હી જતી ટ્રેનોની સાઇડમાં ફૂટ ઓવર બ્રિજ પણ બનશે. સાબરમતી સ્ટેશનને પૂર્વ તરફના સ્ટેશને પ્લેટફોર્મ નંબર 9 ઉપર અને પશ્ચિમ તરફના સ્ટેશને પ્લેટફોર્મ નંબર 3 ઉપર બુલેટ ટ્રેનને સ્ટોપેજ આપવાનું આયોજન છે. પૂર્વ તરફનું સ્ટેશન 19,582 વર્ગ મીટરમાં અને પશ્ચિમ તરફનું સ્ટેશન 3,568 વર્ગ મીટરમાં નિર્માણ પામી રહ્યું છે. તમામ પ્લેટફોર્મ ઉપર 28 એસ્કેલેટર, 28 લિફ્ટ, 26 સ્ટેરવે, બે સ્કાયવોક , ચાર ફૂટ ઓવરબ્રિજ, વીઆઇપી અને લેડિઝ માટે સ્પેશિયલ વેઇટિંગ રૂમ બનાવાશે. પાર્કિંગ, કોમર્શિયલ કોમ્પ્લેક્ષ, દિવ્યાંગો માટે વિશેષ વ્યવસ્થા પણ ઉભી કરાશે. અમદાવાદ રેલવે સ્ટેશને મુસાફરોની ભીડ ઓછી કરવા માટે દિલ્હી જવા માટે સાબરમતી રેલવે સ્ટેશને વૈકલ્પિક કોચિંગ ટર્મિનલ બનાવાશે. સમગ્ર દેશમાં 100 રેલવે સ્ટેશનોને આંતરરાષ્ટ્રીય કક્ષાના બનાવવાનું રેલવેનું આયોજન છે. જેમાં પશ્ચિમ રેલવેમાં સોમનાથ, સુરત. ઉધના, નવા ભુજ, અમદાવાદ અને સાબરમતી રેલવે સ્ટેશનનો સમાવેશ કરાયો છે.