Botadમાં ચૂંટણી પ્રચારમાં ધાર્મિક સ્થળોનો ઉપયોગ-ધાર્મિક કાર્યક્રમોમાં ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ લાગ્યો
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ-૨૦૨૫નો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયેલ છે અને તે મુજબ મતદાન તા.૧૬/૦૨/૨૦૨૫ તેમજ મતગણતરીની તા. ૧૮/૦૨/૨૦૨૫ ના રોજ થનાર છે. જે અન્વયે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન આદર્શ આચાર સંહિતાનો અમલ કરવા ધાર્મિક સ્થોળોનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ ન થાય તે અંગેના નિયંત્રણ રાખવાની જરૂરી છે. જાહેરનામાનો નહી કરી શકાય ભંગ બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પી.એલ.ઝણકાતે ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩થી તેમને મળેલી સત્તાની રૂઈએ ફરમાવ્યું છે કે, કોઈપણ મંદીર, મસ્જીદ, ચર્ચ, ગુરુદ્વારા અથવા કોઈપણ ધાર્મિક/પ્રાર્થના સ્થળોનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરી શકશે નહીં.ધાર્મિક સંસ્થાઓ(દૂર ઉપયોગ નિવારણ) અધિનિયમ-૧૯૮૮ હેઠળ ધાર્મિક સંસ્થાઓના ફંડ અને જગ્યાનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરી શકાતો નથી તેથી તે કાયદાનું અસરકારક રીતે પાલન કરવાનું રહેશે.આદર્શ આચારસંહિતાનું પાલન કરવાનું રહેશે કોઈપણ સ્થળે ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવે તે સ્થળોએ કોઈપણ જાતના ચૂંટણી પ્રચાર માટેના બેનર લગાવવા નહીં. ચોપાનીયા વહેચવા નહી કે કોઈપણ રાજકિય નેતાઓ કે આયોજકોએ ચૂંટણી પ્રચાર માટે પ્રવચન કરવું નહીં. સભ્યો નોંધણી કરવા નહી. ચૂંટણી પ્રચાર માટેના સ્ટોલ રાખવા નહીં કે, ચૂંટણી સબંધી કોઈપણ પ્રકારની રાજકીય પ્રવૃતિ કરવી નહીં. આ અંગે રાજ્ય ચૂંટણી આયોગની આદર્શ આચારસંહિતાનું પાલન કરવાનું રહેશે.આ હુકમનો ભંગ/ઉલ્લંઘન કરનાર ઈસમ ભારતીય ન્યાય સંહિતાની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામું બોટાદ જિલ્લાના જે વિસ્તારમાં ચૂંટણી થનાર છે તે હદ વિસ્તારમાં લાગુ પડશે.આ જાહેરનામું પ્રસિદ્ધ થયા તારીખથી તા:૨૧/૦૨/૨૦૨૫ સુધી અમલમાં રહેશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ-૨૦૨૫નો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયેલ છે અને તે મુજબ મતદાન તા.૧૬/૦૨/૨૦૨૫ તેમજ મતગણતરીની તા. ૧૮/૦૨/૨૦૨૫ ના રોજ થનાર છે. જે અન્વયે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન આદર્શ આચાર સંહિતાનો અમલ કરવા ધાર્મિક સ્થોળોનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ ન થાય તે અંગેના નિયંત્રણ રાખવાની જરૂરી છે.
જાહેરનામાનો નહી કરી શકાય ભંગ
બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પી.એલ.ઝણકાતે ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩થી તેમને મળેલી સત્તાની રૂઈએ ફરમાવ્યું છે કે, કોઈપણ મંદીર, મસ્જીદ, ચર્ચ, ગુરુદ્વારા અથવા કોઈપણ ધાર્મિક/પ્રાર્થના સ્થળોનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરી શકશે નહીં.ધાર્મિક સંસ્થાઓ(દૂર ઉપયોગ નિવારણ) અધિનિયમ-૧૯૮૮ હેઠળ ધાર્મિક સંસ્થાઓના ફંડ અને જગ્યાનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરી શકાતો નથી તેથી તે કાયદાનું અસરકારક રીતે પાલન કરવાનું રહેશે.
આદર્શ આચારસંહિતાનું પાલન કરવાનું રહેશે
કોઈપણ સ્થળે ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવે તે સ્થળોએ કોઈપણ જાતના ચૂંટણી પ્રચાર માટેના બેનર લગાવવા નહીં. ચોપાનીયા વહેચવા નહી કે કોઈપણ રાજકિય નેતાઓ કે આયોજકોએ ચૂંટણી પ્રચાર માટે પ્રવચન કરવું નહીં. સભ્યો નોંધણી કરવા નહી. ચૂંટણી પ્રચાર માટેના સ્ટોલ રાખવા નહીં કે, ચૂંટણી સબંધી કોઈપણ પ્રકારની રાજકીય પ્રવૃતિ કરવી નહીં. આ અંગે રાજ્ય ચૂંટણી આયોગની આદર્શ આચારસંહિતાનું પાલન કરવાનું રહેશે.આ હુકમનો ભંગ/ઉલ્લંઘન કરનાર ઈસમ ભારતીય ન્યાય સંહિતાની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામું બોટાદ જિલ્લાના જે વિસ્તારમાં ચૂંટણી થનાર છે તે હદ વિસ્તારમાં લાગુ પડશે.આ જાહેરનામું પ્રસિદ્ધ થયા તારીખથી તા:૨૧/૦૨/૨૦૨૫ સુધી અમલમાં રહેશે.