Botadની વાહનવ્યવહાર કચેરીમાં અનધિકૃત ઈસમો કે ઈસમોની ટોળી પર પ્રતિબંધ લાગ્યો

Jan 29, 2025 - 17:00
Botadની વાહનવ્યવહાર કચેરીમાં અનધિકૃત ઈસમો કે ઈસમોની ટોળી પર પ્રતિબંધ લાગ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બોટાદ શહેરમાં આવેલી સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી (એ.આર.ટી.ઓ)માં દરરોજ મોટા પ્રમાણમાં નાગરિકો અલગ અલગ સરકારી કામ અર્થે જેવા કે લાયસન્સ સંબધિત વાહન નોંધણી વાહન તબદીલી નોંધણી બાદની કાર્યવાહીઓ ટેક્સ ભરવાની કાર્યવાહી પરમીટ સંબંધિત કાર્યવાહી માટે આવતા હોય છે. તો આવી પરિસ્થિતિમાં બિન અધિકૃત વ્યકિતોઓનો કચેરીમાં પ્રવેશ અટકાવવા માટે જાહેર જનતાના હિતમાં અનઅધિકૃત ઈસમોના એ.આર.ટી.ઓ. કચેરીમાં પ્રવેશતા અટકાવવા માટે બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પી.એલ.ઝણકાતે.

ગેરકાયદેસર ઈસમો સામે પ્રતિબંધ

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (NSS) ૨૦૨૩ના કાયદાની કલમ ૧૬૩ હેઠળ તેમને મળેલી સત્તાની રૂએ ફરમાવ્યું છે કે, બોટાદ શહેરમાં આવેલી સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી (એ.આર.ટી.ઓ)માં પોતાના સરકારી કામ માટે આવેલા હોય અથવા કામ કરતા હોય તેવા અથવા વાજબી કામ સબબ આવેલા હોય તે સિવાયના અનધિકૃત ઈસમો કે ઈસમોની ટોળી કચેરીમાં આવતી જાહેર જનતા અરજદારોને ગેરમાર્ગે દોરી કામ કરાવવા કે તેવી લાલચ આપવા જેવી પ્રવૃત્તિ કરી રહેલા ઇસમોના પ્રવેશ ઉપર પ્રતિબંધ છે.

60 દિવસ સુધી જાહેરનામું અમલી રહેશે

આ જાહેરનામું પ્રસિધ્ધ થયાની તારીખથી દિન-૬૦ સુધી અમલમાં રહેશે.આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતાની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે. જાહેરનામાના અમલ તથા તેના ભંગ બદલ ફોજદારી પગલાં લેવા હેડકોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા પોલીસ અધિકારી તથા સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીને અધિકૃત કરવામાં આવે છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0