Botad: બરવાળામાં ગઠિયાઓ 2 લાખ ભરેલી થેલી લઈને રફુચક્કર, ઘટના CCTV કેમેરમાં કેદ થઈ

Aug 7, 2025 - 11:00
Botad: બરવાળામાં ગઠિયાઓ 2 લાખ ભરેલી થેલી લઈને રફુચક્કર, ઘટના CCTV કેમેરમાં કેદ થઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બોટાદના બરવાળામાં 2 લાખ લઈ ગઠિયા ફરાર થયા હોવાની ઘટના સામે આવી છે. બેન્કમાંથી 2 લાખ ઉપાડી થેલી બાઈક પર લટકાવી હતી. પાનની દુકાને પાન ખાવા ઉભા રહ્યા ત્યારે બે લોકો દ્વારા લૂંટ ચલાવવામાં આવી છે. 2 ગઠિયાઓ 2 લાખ ભરેલી થેલી લઈને રફુચક્કર થયા છે. આ સમગ્ર ઘટના CCTV કેમેરમાં કેદ થઈ છે.

બરવાળામાં 2 લાખ લઈ ગઠિયા ફરાર થયા

બરવાળા શહેરમાં બે લાખ રૂપિયાની થેલી લઈ અજાણ્યા શખ્સો ફરાર થતાં ચકચાર મચી છે. બે અજાણ્યા શંકાસ્પદ વ્યક્તિઓના CCTV સામે આવ્યા છે. રજાકભાઈ વલીભાઈ બાવનકા બેંક ઓફ બરોડામા પોતાના ખાતામાંથી રૂપિયા બે લાખ ઉપાડીને થેલી બાઈક સાથે લટકાવીને ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન આજાણ્યા લોકો બાઈકમાં રાખેલા બે લાખની થેલી લઈને ફરાર થઈ ગયા હતા.

પોલીસે CCTV મેળવી તપાસ હાથ ધરી

બરવાળા રોજીદ દરવાજા પાસે મેઈન બજારમા પાનની દુકાને પાન ખાવા ઉભા રહ્યા હતા. આ તકનો લાભ લઇ ગઠિયો મોટર સાયકલ સાથે રહેલ બે લાખ રૂપિયા ભરેલી થેલી લઈ ફરાર થયો છે. આ ઘટનાની જાણ પોલીસ કરતા પોલીસ ઘટનાના સ્થળે દોડી આવી હતી. પોલીસે CCTV મેળવી તપાસ હાથ ધરી છે. CCTVમાં શંકાસ્પદ બે અજાણ્યા વ્યક્તિઓ જણાય આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0