Botad News: જેલમાં રહેલા ખેડૂતોની વ્હારે આવ્યા અન્ય ખેડૂતો, ખેતરમાં મગફળીનો ઉભો પાક વાઢી આપ્યો

Oct 22, 2025 - 21:00
Botad News: જેલમાં રહેલા ખેડૂતોની વ્હારે આવ્યા અન્ય ખેડૂતો, ખેતરમાં મગફળીનો ઉભો પાક વાઢી આપ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બોટાદ જિલ્લાના હડદડ ગામમાં ખેડૂત મહા પંચાયતમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણની ઘટનામાં પોલીસે 85 લોકો સામે ફરિયાદ દાખલ કરી છે.જેમાં આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા, પિયુષ સિંધવ અને પ્રવીણ રામનો પણ સમાવેશ થાય છે.આ ઘટનામાં પોલીસે 68 લોકોની અટકાયત કરી છે અને તેમાંથી 18 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા તેમના 6 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતાં.પોલીસે ત્રણેય જણાને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માગ કરી હતી. કોર્ટે ત્રણેય જણના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતાં. આ ઘટનામાં જેલમાં રહેલા ખેડૂતોની વ્હારે અન્ય ખેડૂતો આવ્યા છે.

ખેડૂતોના પ્રશ્ને લડત આપવાની પણ ચીમકી ઉચ્ચારી

બોટાદમાં હડદડમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણમાં 65 લોકોની અટકાયત કરવામાં આવી હતી. જેમાં સુરેન્દ્રનગરના બે ખેડૂતો જેલમાં મોકલી દેવાયા છે. આ ખેડૂતો દ્વાર મગફળીનું વાવેતર કર્યું હતું. જેથી જેલમાં રહેલા આ ખેડૂતોની વ્હારે અન્ય ખેડૂતો આવ્યા છે. દૂધઈના ખેડૂતો દ્વારા જેલમા રહેલા બંને ખેડૂતોના ખેતરમાં મગફળી વાઢવાનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. મુળીના દૂધઈ ગામના સગરામભાઈ રબારી અને કરશનભાઈ રબારી ભાવનગર જેલમાં હોવાથી અન્ય ખેડૂતોએ તેમના ખેતરમાં મગફળીનો પાક વાઢી આપ્યો હતો. આ ઉપરાંત સરકાર સામે ખેડૂતોના પ્રશ્ને લડત આપવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.

ખેડૂતો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણનો મુદ્દો વધુ ઉગ્ર બન્યો

બોટાદના હડદડ ગામમાં યોજાયેલી ખેડૂત મહા પંચાયતમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણનો મુદ્દો વધુ ઉગ્ર બન્યો છે. આ ઘટનામાં પોલીસે 85 લોકો સામે ફરિયાદ નોંધી હતી. જેમાં 68 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે હજી 17 લોકોને પકડવાના બાકી છે. પોલીસે ઉપરોક્ત ત્રણ આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી. પરંતુ કોર્ટે તેમના માત્ર ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતાં.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0