Botad News: કોળી ઠાકોર પરિવાર પર હુમલાથી સમાજમાં રોષ, ન્યાયની માગ સાથે સંમેલન યોજાયું

Nov 22, 2026 - 23:00
Botad News: કોળી ઠાકોર પરિવાર પર હુમલાથી સમાજમાં રોષ, ન્યાયની માગ સાથે સંમેલન યોજાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બોટાદ પંથકમાંથી એક ગંભીર અને ચકચારી મામલો સામે આવ્યો છે, જ્યાં નવા વર્ષના પાવન અવસર એટલે કે બેસતા વર્ષના દિવસે એક કોળી ઠાકોર પરિવાર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત આક્ષેપ મુજબ, હુમલાખોરો દ્વારા પરિવાર પર તિક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે પીડિત પરિવાર ગંભીર રીતે પ્રભાવિત થયો છે, અને સમગ્ર વિસ્તારમાં અસલામતીનો માહોલ સર્જાયો છે.

આરોપીઓની ધરપકડ ન થતા સમાજમાં ભારે રોષ

ઘટનાને દિવસો વીતી જવા છતાં પોલીસ તંત્ર દ્વારા હજુ સુધી મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં ન આવી હોવાનો ગંભીર આક્ષેપ સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે. પોલીસની ઢીલી નીતિ અને આરોપીઓની ખુલ્લી ફરવાની છૂટના કારણે કોળી ઠાકોર સમાજમાં વહીવટી તંત્ર અને પોલીસ પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ન્યાય ન મળવાના કારણે લોકોમાં નારાજગી દિન-પ્રતિદિન વધી રહી છે.

પીડિત પરિવારને ન્યાય અપાવવા યોજાયું સંમેલન

ભોગ બનનારો પરિવારને તાત્કાલિક ન્યાય અપાવવા અને પોલીસ તંત્રને જાગૃત કરવા માટે કોળી ઠાકોર સમાજ દ્વારા એક વિશાળ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ, યુવાનો અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ એકસૂરે પીડિત પરિવારની પડખે ઊભા રહેવાની અને કસૂરવારો સામે દાખલારૂપ કાનૂની કાર્યવાહી કરવાની માગ દોહરાવી હતી.

Botad News: Koli Samaj Convention in Botad Demands Justice After Attack on Family

મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવાની ચીમકી

જો પોલીસ વહીવટી તંત્ર દ્વારા વહેલી તકે યોગ્ય અને સખત પગલાં લેવામાં નહીં આવે તો સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની રણનીતિ ઘડવામાં આવી છે. સંમેલનમાં લેવામાં આવેલા નિર્ણય મુજબ, જો ટૂંક સમયમાં આરોપીઓ જેસૂર ન થાય તો રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ રૂબરૂ રજૂઆત કરવામાં આવશે અને ઉચ્ચ સ્તરીય તપાસની માગ કરાશે.


આ પણ વાંચો: Botad News: કાળુભાર ડેમમાં પ્રેમીયુગલની આત્મહત્યાની આશંકા, ભાઈને ફોન કરી કહ્યું- 'અમે ડેમમાં કુદીએ છીએ'


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0