Botad: રાણપુરમાં શ્રાવણના ધોધમાર વરસાદથી વધામણાં

Aug 14, 2026 - 11:30
Botad: રાણપુરમાં શ્રાવણના ધોધમાર વરસાદથી વધામણાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાણપુર શહેર તેમજ તાલુકા વિસ્તારમાં ગુરુવારે સાંજના આશરે 5 વાગ્યાના અરસામાં અચાનક ધોધમાર વરસાદ શરૂ થતાં સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ હતી. છેલ્લા કેટલાક સમયથી વરસાદની રાહ જોઈ રહેલા નગરજનો, ખેડૂતો તેમજ પશુપાલકોમાં વરસાદના આગમનથી ખુશીની લહેર જોવા મળી હતી.

માત્ર 2થી 3 કલાકમાં અંદાજે એક ઇંચ જેટલો વરસાદ ખાબકતા શહેરના અનેક રસ્તાઓ પર ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે થોડા સમય માટે વાહનોની અવરજવરમાં પણ મુશ્કેલી સર્જાઈ હતી. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં નગરજનોએ ગરમીમાંથી રાહત અનુભવી હતી.

વરસાદ શરૂ થતાં નાના બાળકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. બાળકો ઘરની બહાર નીકળી વરસાદમાં ન્હાવાનો આનંદ માણતા જોવા મળ્યા હતા. શહેરમાં વરસાદી માહોલના પગલે ચારે તરફ્ ખુશીનો માહોલ છવાઈ ગયો હતો.

બીજી તરફ્ રાણપુર શહેર ઉપરાંત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. સમયસર બીજો વરસાદ પડતા વાવેતર કરેલા પાકને જરૂરી પાણી મળવાની આશા ખેડૂતોમાં જાગી છે. વરસાદથી પાકને ફયદો થવાની સાથે ખેતીની કામગીરીને પણ વેગ મળવાની શક્યતા છે.

સાથે જ વરસાદના કારણે પશુપાલકોમાં પણ રાહત અને ખુશીની લાગણી જોવા મળી હતી. વરસાદથીઘાસચારો તેમજ પાણીની ઉપલબ્ધતા વધવાની આશા સાથે પશુપાલકોને પણ આગામી દિવસોમાં રાહત મળવાની આશા છે. આમ, રાણપુર શહેર અને તાલુકામાં વરસેલા ધોધમાર વરસાદે એક તરફ્ રસ્તાઓ પર પાણી ભરાવાની સ્થિતિ સર્જી હતી, તો બીજી તરફ્ ખેડૂતો, પશુપાલકો, નગરજનો અને ખાસ કરીને બાળકોમાં વરસાદને લઈને આનંદનો માહોલ છવાઈ ગયો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0