Botad: રાણપુરના બિનઅધિકૃત દબાણો કરાયા દૂર
બોટાદના રાણપુર શહેરમાં પોલીસ સ્ટેશનથી લઈને તાલુકા પંચાયત સુધી બિન અધિકૃત 90 જેટલા દબાણો જેને લઈને ટ્રાફિક જામ થતો હતો અને લોકોને ચાલવાની પણ જગ્યા નહોતી રહેતી, તે લોકોને અવારનવાર માર્ગ અને મકાન વિભાગ દ્વારા નોટિસો અપાતી હતી.નોટિસ બાદ કાર્યવાહી થશે કે કેમ તેની લોકોમાં હતી શંકા પરંતુ કોઈને કોઈ કારણોસર કાર્યવાહી થતી ન હતી, તેથી આ વખતે પણ નોટિસ બાદ કાર્યવાહી થશે કે કેમ તેની લોકોમાં શંકા હતી. પરંતુ આ વખતે ગુજરાતમાં હાલમાં જે ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે, તેથી આ આપેલી નોટિસથી દબાણ કરતાઓમાં ભયનો માહોલ સર્જાતા 29 સપ્ટેમ્બરની રાતથી જ પોતે સ્વૈચ્છિક જ ગેરકાયદેસર દુકાનો કેબિનોમાંથી માલ સામાન તથા પતરા કાઢી લીધા હતા. પોલીસની હાજરીમાં દબાણો દૂર કરવામાં આવ્યા સવારે આખરી અલ્ટીમેટમ મુજબ બરવાળા પ્રાંત ઓફિસર રાણપુર મામલતદાર માર્ગ અને મકાન વિભાગની ટીમ, પીજીવીસીએલની ટીમ, પોલીસ ઈન્સ્પેક્ટર સહિત બીજા તાલુકામાંથી બોલાવેલા પોલીસ સ્ટાફ સાથે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બિન અધિકૃત દબાણો વર્ષો જૂનું બસ સ્ટેન્ડ તથા ધર્મશાળાની બહારની દીવાલ બહાર મૂકવામાં આવેલા લારી ગલ્લા હટાવી લેવામાં આવ્યા હતા. ઈતિહાસમાં પહેલી વખત રાણપુરમાં દબાણ દૂર કરવામાં આવ્યું રાણપુરના ઈતિહાસમાં પહેલી વખત દબાણ દૂર કરવામાં આવ્યું છે, BSNL દ્વારા કરવામાં આવેલા દબાણને પણ દૂર કરી દેવા માટે સમય આપવામાં આવ્યો છે. ધારપીપળા રોડ ઉપર આવેલા હનુમાનજી મંદિરને પણ ત્રણ કલાકનો સમય આપેલો છે. શું કહે છે પ્રાંત અધિકારી? આ બાબતે બરવાળા પ્રાંત અધિકારી એસ.વી.ચૌધરીએ જણાવ્યું છે કે હાલ પ્રાયોગિક ધોરણે રાણપુરનો સૌથી વ્યસ્ત રોડ એવા આ રોડ પરના દબાણો દૂર કરવામાં આવેલા છે, જ્યારે બીજા રોડ ઉપરના દબાણો તબક્કા વાર દૂર કરવામાં આવશે અને આના માટે કોર કમિટીનું ગઠન કરી દર મહિને સમિક્ષા કરવામાં આવશે. જો દબાણ કરતા દ્વારા પુન: દબાણ કરવામાં આવશે તો પાસા સહિતની કાર્યવાહી કરવામાં આવશે. આજ રોજની ડિમોલેશનની કામગીરીમાં ત્રણ જેસીબી, 6 ટ્રેક્ટર એક ક્રેનનો આ દબાણ હટાવવામાં ઉપયોગ કરવામાં આવ્યો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બોટાદના રાણપુર શહેરમાં પોલીસ સ્ટેશનથી લઈને તાલુકા પંચાયત સુધી બિન અધિકૃત 90 જેટલા દબાણો જેને લઈને ટ્રાફિક જામ થતો હતો અને લોકોને ચાલવાની પણ જગ્યા નહોતી રહેતી, તે લોકોને અવારનવાર માર્ગ અને મકાન વિભાગ દ્વારા નોટિસો અપાતી હતી.
નોટિસ બાદ કાર્યવાહી થશે કે કેમ તેની લોકોમાં હતી શંકા
પરંતુ કોઈને કોઈ કારણોસર કાર્યવાહી થતી ન હતી, તેથી આ વખતે પણ નોટિસ બાદ કાર્યવાહી થશે કે કેમ તેની લોકોમાં શંકા હતી. પરંતુ આ વખતે ગુજરાતમાં હાલમાં જે ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે, તેથી આ આપેલી નોટિસથી દબાણ કરતાઓમાં ભયનો માહોલ સર્જાતા 29 સપ્ટેમ્બરની રાતથી જ પોતે સ્વૈચ્છિક જ ગેરકાયદેસર દુકાનો કેબિનોમાંથી માલ સામાન તથા પતરા કાઢી લીધા હતા.
પોલીસની હાજરીમાં દબાણો દૂર કરવામાં આવ્યા
સવારે આખરી અલ્ટીમેટમ મુજબ બરવાળા પ્રાંત ઓફિસર રાણપુર મામલતદાર માર્ગ અને મકાન વિભાગની ટીમ, પીજીવીસીએલની ટીમ, પોલીસ ઈન્સ્પેક્ટર સહિત બીજા તાલુકામાંથી બોલાવેલા પોલીસ સ્ટાફ સાથે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બિન અધિકૃત દબાણો વર્ષો જૂનું બસ સ્ટેન્ડ તથા ધર્મશાળાની બહારની દીવાલ બહાર મૂકવામાં આવેલા લારી ગલ્લા હટાવી લેવામાં આવ્યા હતા.
ઈતિહાસમાં પહેલી વખત રાણપુરમાં દબાણ દૂર કરવામાં આવ્યું
રાણપુરના ઈતિહાસમાં પહેલી વખત દબાણ દૂર કરવામાં આવ્યું છે, BSNL દ્વારા કરવામાં આવેલા દબાણને પણ દૂર કરી દેવા માટે સમય આપવામાં આવ્યો છે. ધારપીપળા રોડ ઉપર આવેલા હનુમાનજી મંદિરને પણ ત્રણ કલાકનો સમય આપેલો છે.
શું કહે છે પ્રાંત અધિકારી?
આ બાબતે બરવાળા પ્રાંત અધિકારી એસ.વી.ચૌધરીએ જણાવ્યું છે કે હાલ પ્રાયોગિક ધોરણે રાણપુરનો સૌથી વ્યસ્ત રોડ એવા આ રોડ પરના દબાણો દૂર કરવામાં આવેલા છે, જ્યારે બીજા રોડ ઉપરના દબાણો તબક્કા વાર દૂર કરવામાં આવશે અને આના માટે કોર કમિટીનું ગઠન કરી દર મહિને સમિક્ષા કરવામાં આવશે. જો દબાણ કરતા દ્વારા પુન: દબાણ કરવામાં આવશે તો પાસા સહિતની કાર્યવાહી કરવામાં આવશે. આજ રોજની ડિમોલેશનની કામગીરીમાં ત્રણ જેસીબી, 6 ટ્રેક્ટર એક ક્રેનનો આ દબાણ હટાવવામાં ઉપયોગ કરવામાં આવ્યો હતો.