Botadમાં 16-ફેબ્રુઆરીએ મતદાન મથકની 200 મિટરની ત્રિજયામાં નહી થવાય એકઠું, વાંચો કેમ
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ-૨૦૨૫નો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયેલ છે અને તે મુજબ મતદાન તારીખઃ૧૬/૦૨/૨૦૨૫ ના રોજ નિયત કરવામાં આવેલ મતદાન મથકો ઉપર યોજાનાર હોય જેથી નિયત કરેલા મતદાન મથકોએ મતદાન સરળ અને શાંતિપૂર્ણ થાય અને તેમા કોઈ અનુરોધ પેદા થાય નહીં તે માટે અધિક કલેકટરે નિર્ણય લીધો છે કે એક સાથે ભેગા થઉં નહી. 200 મીટરમાં ચાર કરતા વધુ લોકોએ ભેગા ના થવું આ નિયત કરેલા મતદાન કેન્દ્રોએ જુદા જુદા પક્ષના લોકો-ટેકેદારો-કાર્યકરો એકઠા થાય ત્યારે એકબીજા વચ્ચે સંઘર્ષ ન થાય તથા જાહેર સુલેહશાંતિ તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે નિયત કરેલ મતદાન મથકોની આજુબાજુના ૨૦૦ મીટરના વિસ્તારમાં ચાર કરતા વધુ માણસોએ ભેગા નહીં થવા માટે ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ મુજબ બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પી.એલ.ઝણકાતે ફરમાવ્યું છે કે, તા.૧૫/૦૨/૨૦૨૫ ના રોજ સવારના ૭:૦૦ કલાકથી તા.૧૬/૦૨/૨૦૨૫ ના ૨૪:૦૦ કલાક (બન્ને દિવસો સહિત) સુધી ચૂંટણી અંગેની કામગીરી માટેના નિયત કેરલા મતદાન મથકોએ મતદાનની કામગીરી પુરી થાય તે સુધીના સમય તેમજ મતદાનને લગતી અન્ય કામગીરી પુર્ણ થાય તે સમય સુધી નિયત કરવામાં આવેલ મતદાન મથકોના ૨૦૦ મીટરના વિસ્તારમાં ચાર કરતા વધારે માણસોએ ભેગા થવું નહીં. ચૂંટણી અધિકારીને આ જાહેરનામું લાગુ નહી પડે આ હુકમ ચૂંટણી અંગેની કામગીરીમાં રોકવામાં આવેલ ચૂંટણી ફરજ માટેના સરકારી અધિકારી અને કર્મચારીઓને, કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ફરજ ઉપર મુકાયેલ પોલીસ અધિકારી-કર્મચારી તથા હોમગાર્ડને, સંબંધિત ચૂંટણીના ઉમેદવારો/ચૂંટણી એજન્ટ/મતદાન એજન્ટને તથા ચૂંટણી અધિકારીઓ તથા ચૂંટણીપંચ દ્વારા અધિકૃત કરવામાં આવે તે સ્ટાફને, અધિકૃત મતદારોને મત આપવા જતા તેમજ મતદાન પછી પરત આવવા સુધીના સમય સુધી લાગુ પડશે નહીં.આ હુકમનો ભંગ/ઉલ્લંઘન કરનાર ઈસમ ભારતીય ન્યાય સંહિતાની કમલ-૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામું બોટાદ જિલ્લાના જે વિસ્તારમાં ચૂંટણી થનાર છે તે હદ વિસ્તારમાં લાગુ પડશે. આ હુકમનો અમલ તા:૧૫/૦૨/૨૦૨૫ થી તાઃ૧૬/૦૨/૨૦૨૫ સુધી અમલમાં રહેશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ-૨૦૨૫નો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયેલ છે અને તે મુજબ મતદાન તારીખઃ૧૬/૦૨/૨૦૨૫ ના રોજ નિયત કરવામાં આવેલ મતદાન મથકો ઉપર યોજાનાર હોય જેથી નિયત કરેલા મતદાન મથકોએ મતદાન સરળ અને શાંતિપૂર્ણ થાય અને તેમા કોઈ અનુરોધ પેદા થાય નહીં તે માટે અધિક કલેકટરે નિર્ણય લીધો છે કે એક સાથે ભેગા થઉં નહી.
200 મીટરમાં ચાર કરતા વધુ લોકોએ ભેગા ના થવું
આ નિયત કરેલા મતદાન કેન્દ્રોએ જુદા જુદા પક્ષના લોકો-ટેકેદારો-કાર્યકરો એકઠા થાય ત્યારે એકબીજા વચ્ચે સંઘર્ષ ન થાય તથા જાહેર સુલેહશાંતિ તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે નિયત કરેલ મતદાન મથકોની આજુબાજુના ૨૦૦ મીટરના વિસ્તારમાં ચાર કરતા વધુ માણસોએ ભેગા નહીં થવા માટે ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ મુજબ બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પી.એલ.ઝણકાતે ફરમાવ્યું છે કે, તા.૧૫/૦૨/૨૦૨૫ ના રોજ સવારના ૭:૦૦ કલાકથી તા.૧૬/૦૨/૨૦૨૫ ના ૨૪:૦૦ કલાક (બન્ને દિવસો સહિત) સુધી ચૂંટણી અંગેની કામગીરી માટેના નિયત કેરલા મતદાન મથકોએ મતદાનની કામગીરી પુરી થાય તે સુધીના સમય તેમજ મતદાનને લગતી અન્ય કામગીરી પુર્ણ થાય તે સમય સુધી નિયત કરવામાં આવેલ મતદાન મથકોના ૨૦૦ મીટરના વિસ્તારમાં ચાર કરતા વધારે માણસોએ ભેગા થવું નહીં.
ચૂંટણી અધિકારીને આ જાહેરનામું લાગુ નહી પડે
આ હુકમ ચૂંટણી અંગેની કામગીરીમાં રોકવામાં આવેલ ચૂંટણી ફરજ માટેના સરકારી અધિકારી અને કર્મચારીઓને, કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ફરજ ઉપર મુકાયેલ પોલીસ અધિકારી-કર્મચારી તથા હોમગાર્ડને, સંબંધિત ચૂંટણીના ઉમેદવારો/ચૂંટણી એજન્ટ/મતદાન એજન્ટને તથા ચૂંટણી અધિકારીઓ તથા ચૂંટણીપંચ દ્વારા અધિકૃત કરવામાં આવે તે સ્ટાફને, અધિકૃત મતદારોને મત આપવા જતા તેમજ મતદાન પછી પરત આવવા સુધીના સમય સુધી લાગુ પડશે નહીં.આ હુકમનો ભંગ/ઉલ્લંઘન કરનાર ઈસમ ભારતીય ન્યાય સંહિતાની કમલ-૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામું બોટાદ જિલ્લાના જે વિસ્તારમાં ચૂંટણી થનાર છે તે હદ વિસ્તારમાં લાગુ પડશે. આ હુકમનો અમલ તા:૧૫/૦૨/૨૦૨૫ થી તાઃ૧૬/૦૨/૨૦૨૫ સુધી અમલમાં રહેશે.