Botadમાં મતદારયાદી ખાસ ઝુંબેશમાં નવા નામ દાખલ કરવા 5072 ફોર્મ રજૂ થયા
મુખ્ય નિર્વાચન અધિકારી ગુજરાત રાજ્ય દ્વારા મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા-૨૦૨૫ કાર્યક્રમ હેઠળ તારીખ ૧ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ કરનાર લોકો મતદારયાદીમાં પોતાનું નામ નોંધાવી શકે તે માટે ખાસ ઝુંબેશ ગતિમાન છે. આ ખાસ ઝુંબેશ ૧૭, ૨૩ અને ૨૪ અને ૨૮મી નવેમ્બર સુધી જાહેર રજાના દિવસોમા ચલાવવા આવી રહી છે. જેમાં મતદારયાદીમાં નામ નોંધવા માટે, સુધારા વધારા કરવા માટે તેમજ નામ કમી કરવા અંગેના ફોર્મ સ્વીકારવામાં આવે છે. ખાસ ઝુંબેશ આ તકે બોટાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ડો. જીન્સી રોય દ્વારા તમામ બુથ લેવલ અધિકારીશ્રી, સુપરવાઇઝર મતદાર નોંધણી અધિકારી તથા મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓને વિગતવાર સલાહ-સુચનો આપવામાં આવ્યા હતા. તેમજ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ ખાસ ઝુંબેશના દિવસોએ બોટાદ જિલ્લાના તમામ મતદાન મથકોએ મતદારયાદીમાં નામ નોંધાવવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અનેક નવા ફોર્મ ભરાયા ખાસ ઝુંબેશના દિવસો તા.૧૭, ૨૩ અને ૨૪ નવેમ્બરના રોજ જિલ્લાના તમામ મતદાન મથકો ખાતે બુથ લેવલ અધિકારીઓ હાજર રહ્યા હતા. અને તેઓ દ્વારા કુલ ૧૦૭૩૬ જેટલા ફોર્મ્સ સ્વીકારવામાં આવ્યા છે. જેમાં મતદારયાદીમાં નવા નામ નોંધવા માટેના ફોર્મ-૬ ૫૦૭૨, આધાર જોડણી માટેના ફોર્મ-૬(ખ) ૧૪૫, મતદારયાદીમાં નામ કમી કરવા માટેના ફોર્મ-૭ ૧૦૪૪ તથા નામમાં સુધારા-વધારા અથવા સ્થળાંતરના કિસ્સામાં ફોર્મ-૮ ૪૪૭૫ ફોર્મ્સ રજુ થયેલા છે.બોટાદ જિલ્લાના ૧૦૬-ગઢડા વિધાનસભા મતવિસ્તારમાં કુલ ૪૫૦૦ તથા ૧૦૭-બોટાદ વિધાનસભા મતવિસ્તારમાં કુલ ૬૨૩૬ ફોર્મ મળેલા છે, તેમ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મુખ્ય નિર્વાચન અધિકારી ગુજરાત રાજ્ય દ્વારા મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા-૨૦૨૫ કાર્યક્રમ હેઠળ તારીખ ૧ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ કરનાર લોકો મતદારયાદીમાં પોતાનું નામ નોંધાવી શકે તે માટે ખાસ ઝુંબેશ ગતિમાન છે. આ ખાસ ઝુંબેશ ૧૭, ૨૩ અને ૨૪ અને ૨૮મી નવેમ્બર સુધી જાહેર રજાના દિવસોમા ચલાવવા આવી રહી છે. જેમાં મતદારયાદીમાં નામ નોંધવા માટે, સુધારા વધારા કરવા માટે તેમજ નામ કમી કરવા અંગેના ફોર્મ સ્વીકારવામાં આવે છે.
ખાસ ઝુંબેશ
આ તકે બોટાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ડો. જીન્સી રોય દ્વારા તમામ બુથ લેવલ અધિકારીશ્રી, સુપરવાઇઝર મતદાર નોંધણી અધિકારી તથા મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓને વિગતવાર સલાહ-સુચનો આપવામાં આવ્યા હતા. તેમજ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ ખાસ ઝુંબેશના દિવસોએ બોટાદ જિલ્લાના તમામ મતદાન મથકોએ મતદારયાદીમાં નામ નોંધાવવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
અનેક નવા ફોર્મ ભરાયા
ખાસ ઝુંબેશના દિવસો તા.૧૭, ૨૩ અને ૨૪ નવેમ્બરના રોજ જિલ્લાના તમામ મતદાન મથકો ખાતે બુથ લેવલ અધિકારીઓ હાજર રહ્યા હતા. અને તેઓ દ્વારા કુલ ૧૦૭૩૬ જેટલા ફોર્મ્સ સ્વીકારવામાં આવ્યા છે. જેમાં મતદારયાદીમાં નવા નામ નોંધવા માટેના ફોર્મ-૬ ૫૦૭૨, આધાર જોડણી માટેના ફોર્મ-૬(ખ) ૧૪૫, મતદારયાદીમાં નામ કમી કરવા માટેના ફોર્મ-૭ ૧૦૪૪ તથા નામમાં સુધારા-વધારા અથવા સ્થળાંતરના કિસ્સામાં ફોર્મ-૮ ૪૪૭૫ ફોર્મ્સ રજુ થયેલા છે.બોટાદ જિલ્લાના ૧૦૬-ગઢડા વિધાનસભા મતવિસ્તારમાં કુલ ૪૫૦૦ તથા ૧૦૭-બોટાદ વિધાનસભા મતવિસ્તારમાં કુલ ૬૨૩૬ ફોર્મ મળેલા છે, તેમ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.