ગુજરાતની આ સરકારી શાળાના વિદ્યાર્થીઓ બોલે છે કડકડાટ આઠ ભાષા, આવી રીતે અપાય છે શિક્ષણ
Representative ImageSurat Zhakhrda School Specialty : સુરતના ઝાંખરડા ગામની આદિવાસી શાળાની એક અલગ જ ઓળખ હોવાથી ઘણી વખણાય છે, ત્યારે શાળાના બાળકો ગુજરાત અને હિંદી બોલવાની સાથે અંગ્રેજી, ચાઈનીઝ, જાપાનીઝ, રોમન, અંગ્રેજી, તમિલ, ઉર્દૂ ભાષાના જાણકાર હોવાથી બોલે પણ છે. શાળા આચાર્યના અથાગ પ્રયત્નથી શાળામાં તમામ પ્રકારની અદ્યતન સુવિધા પૂરી પાડવામાં આવી હોવાથી વિદ્યાર્થીઓની શિક્ષણ પ્રત્યેની રૂચિમાં વધારો થયો છે. ગરીબી પરિવારમાંથી આવતા આ બાળકો કેલ્ક્યુલેટરથી પણ ઝડપી વૈદિક ગણતરીનો ઉપયોગ કરીને ગણિતના પ્રશ્નોના જવાબ મેળવી છે. ચાલો જાણીએ શું છે આ શાળા અને વિદ્યાર્થીઓની ખાસિયત.આ પણ વાંચો : આગામી છ દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો ક્યાં કેટલો વરસાદ પડશેભારતીય ભાષાની સાથે ચાઈનીઝ, જાપાનીઝ સહિત ભાષાના જાણકાર છે શાળા વિદ્યાર્થીઓસુરતના ઝાંખરડા ગામની આદિવાસી શાળાના બાળકોના અલગ નામ સહિત અનેક બાબતોને લઈને શાળા વધુ પ્રખ્યાત છે. શાળાના આચાર્યના કહેવા પ્રમાણે બાળકોના નામ એપલ, બ્લેક કેટ, પિકોક જેવા નામ રાખવામાં આવ્યાં છે. અહીંના તમામ બાળકો ગરીબ પરિવારમાંથી આવે છે. શાળાના વિદ્યાર્થીઓ ગુજરાતની સાથે ચાઈનીઝ, જાપાનીઝ, રોમન, અંગ્રેજી, તમિલ, ઉર્દૂ અને હિંદી ભાષા પણ બોલતા આવડે છે. આ ઉપરાંત, 1થી 5 ધોરણના વિદ્યાર્થીઓ ગુણાકાર-ભાગાકાર કરવા માટે કેલ્ક્યુલેટરથી ઝડપી વૈદિક ગણતરીનો ઉપયોગ કરે છે.શાળામાં અદ્યતન સુવિધાની સાથે વિદ્યાર્થીઓ શ્રીમદ્ ભાગવત ગીતાના પાઠ ભણાવાય છેશાળાના આચાર્યના અથાગ પ્રયત્નોથી વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યેની રૂચિમાં વધારો થયો છે. તેમજ શાળામાં પ્રોજેક્ટર, સ્માર્ટ ક્લાસરૂમ, કોમ્પ્યૂટર લેબ સહિત રમતગમત માટે ગ્રાઉન્ડ, ગાર્ડનની સાથે તમામ પાયાની સગવડો પૂરી પાડવામાં આવી છે. આ સાથે શાળામાં બાળકોને શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠ પણ શીખવાડમાં આવે છે. એક શિક્ષકે કહ્યું હતું કે, 'વિદ્યાર્થીઓમાં પારિવારિક મુલ્યોનું સિંચન થાય તે માટે આચાર્ય દ્વારા બાળકોને શ્રીમદ્ ભાગવત ગીતાના પાઠ ભણાવવામાં આવે છે.'વિદ્યાર્થીઓને અભ્યાસક્રમની સાથે સામાજિક અને સાંસ્કૃતિક પાસાની શીખવવામાં આવે છેશાળાના આચાર્ય જણાવ્યું હતું કે, 'શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસક્રમની સાથે-સાથે મોટા લોકોનું માનસન્માન રાખવા સહિતની ધાર્મિક ગ્રંથોની શીખ કેળવવા માટે સામાજિક અને સાંસ્કૃતિક પાસા શીખવવામાં આવે છે. આ ઉપરાંત, શાળામાંથી છૂટ્યાં બાદ વિદ્યાર્થી લાઈનસર ઘરે પરત ફરે છે. માત્ર 600ની વસ્તી ધરાવતા આ ગામમાં કુલ 70 પરિવારો વસવાટ કરે છે. શાળામાં 1થી 5 ધોરણમાં કુલ 92 બાળકોને 3 શિક્ષકો દ્વારા ભણાવવામાં આવે છે.'
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Representative Image |
Surat Zhakhrda School Specialty : સુરતના ઝાંખરડા ગામની આદિવાસી શાળાની એક અલગ જ ઓળખ હોવાથી ઘણી વખણાય છે, ત્યારે શાળાના બાળકો ગુજરાત અને હિંદી બોલવાની સાથે અંગ્રેજી, ચાઈનીઝ, જાપાનીઝ, રોમન, અંગ્રેજી, તમિલ, ઉર્દૂ ભાષાના જાણકાર હોવાથી બોલે પણ છે. શાળા આચાર્યના અથાગ પ્રયત્નથી શાળામાં તમામ પ્રકારની અદ્યતન સુવિધા પૂરી પાડવામાં આવી હોવાથી વિદ્યાર્થીઓની શિક્ષણ પ્રત્યેની રૂચિમાં વધારો થયો છે. ગરીબી પરિવારમાંથી આવતા આ બાળકો કેલ્ક્યુલેટરથી પણ ઝડપી વૈદિક ગણતરીનો ઉપયોગ કરીને ગણિતના પ્રશ્નોના જવાબ મેળવી છે. ચાલો જાણીએ શું છે આ શાળા અને વિદ્યાર્થીઓની ખાસિયત.
આ પણ વાંચો : આગામી છ દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો ક્યાં કેટલો વરસાદ પડશે
ભારતીય ભાષાની સાથે ચાઈનીઝ, જાપાનીઝ સહિત ભાષાના જાણકાર છે શાળા વિદ્યાર્થીઓ
સુરતના ઝાંખરડા ગામની આદિવાસી શાળાના બાળકોના અલગ નામ સહિત અનેક બાબતોને લઈને શાળા વધુ પ્રખ્યાત છે. શાળાના આચાર્યના કહેવા પ્રમાણે બાળકોના નામ એપલ, બ્લેક કેટ, પિકોક જેવા નામ રાખવામાં આવ્યાં છે. અહીંના તમામ બાળકો ગરીબ પરિવારમાંથી આવે છે. શાળાના વિદ્યાર્થીઓ ગુજરાતની સાથે ચાઈનીઝ, જાપાનીઝ, રોમન, અંગ્રેજી, તમિલ, ઉર્દૂ અને હિંદી ભાષા પણ બોલતા આવડે છે. આ ઉપરાંત, 1થી 5 ધોરણના વિદ્યાર્થીઓ ગુણાકાર-ભાગાકાર કરવા માટે કેલ્ક્યુલેટરથી ઝડપી વૈદિક ગણતરીનો ઉપયોગ કરે છે.
શાળામાં અદ્યતન સુવિધાની સાથે વિદ્યાર્થીઓ શ્રીમદ્ ભાગવત ગીતાના પાઠ ભણાવાય છે
શાળાના આચાર્યના અથાગ પ્રયત્નોથી વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યેની રૂચિમાં વધારો થયો છે. તેમજ શાળામાં પ્રોજેક્ટર, સ્માર્ટ ક્લાસરૂમ, કોમ્પ્યૂટર લેબ સહિત રમતગમત માટે ગ્રાઉન્ડ, ગાર્ડનની સાથે તમામ પાયાની સગવડો પૂરી પાડવામાં આવી છે. આ સાથે શાળામાં બાળકોને શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠ પણ શીખવાડમાં આવે છે. એક શિક્ષકે કહ્યું હતું કે, 'વિદ્યાર્થીઓમાં પારિવારિક મુલ્યોનું સિંચન થાય તે માટે આચાર્ય દ્વારા બાળકોને શ્રીમદ્ ભાગવત ગીતાના પાઠ ભણાવવામાં આવે છે.'
વિદ્યાર્થીઓને અભ્યાસક્રમની સાથે સામાજિક અને સાંસ્કૃતિક પાસાની શીખવવામાં આવે છે
શાળાના આચાર્ય જણાવ્યું હતું કે, 'શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસક્રમની સાથે-સાથે મોટા લોકોનું માનસન્માન રાખવા સહિતની ધાર્મિક ગ્રંથોની શીખ કેળવવા માટે સામાજિક અને સાંસ્કૃતિક પાસા શીખવવામાં આવે છે. આ ઉપરાંત, શાળામાંથી છૂટ્યાં બાદ વિદ્યાર્થી લાઈનસર ઘરે પરત ફરે છે. માત્ર 600ની વસ્તી ધરાવતા આ ગામમાં કુલ 70 પરિવારો વસવાટ કરે છે. શાળામાં 1થી 5 ધોરણમાં કુલ 92 બાળકોને 3 શિક્ષકો દ્વારા ભણાવવામાં આવે છે.'