Botadમાં મતદાનના દિવસે વાહનોના ઉપયોગ પર નિયંત્રણ રાખવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું ફરમાન

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ-૨૦૨૫ યોજવાનું જાહેર કરેલ છે. તે મુજબ મતદાન તા.૧૬/૦૨/૨૦૨૫નાં રોજ થનાર છે.જેનાં અનુસંધાને મતદાનના દિવસે વાહનોના ઉપયોગ ઉપર દેખરેખ રાખવા અને મતદારો માટે વાહનોનો દુરઉપયોગ કરી મતદારોને અયોગ્ય રીતે રીઝવી ન શકાય તે હેતુથી જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. સત્તાની રૂએ હુકમ કર્યો અધિક કલેકટરે જો આમ કરવામાં ન આવે તો તેમનાં પ્રતિસ્પર્ધી ઉમેદવારો તથા જનસામાન્ય તરફથી સાચી ખોટી ફરીયાદો ઉપસ્થિત થવા અને એકબીજા જુથો વચ્ચે મનદુઃખ અને ઘર્ષણ ઉભું થવાની સંભાવના તેમજ સુલેહશાંતિનો ભંગ થવા સંભવ રહે છે. જે અટકાવવા તેમજ ઉક્ત ચૂંટણી દરમ્યાન મતદાનના દિવસે વાહનોના દુરઉપયોગ પર નિયંત્રણ કરવા હેતુ સારૂ સાવચેતીના પગલા લેવા અનિવાર્ય જણાતા બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પી.એલ.ઝણકાતે ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-ર૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે મળેલી સત્તાની રૂએ હુકમ કર્યો છે. આ ફરમાન બોટાદ જિલ્લા પૂરતું રહેશે કોઈપણ રાજકીય પક્ષો કે બિન રાજકીય પક્ષો કે તેમનાં ઉમેદવારો અગર અપક્ષ ઉમેદવારો કે તેઓના ચૂંટણી એજન્ટ દ્વારા અથવા તેઓની સહમતિથી બીજા કોઈપણ વ્યકિત દ્વારા મતદાનના દિવસે મતદારોને મતદાન મથક સુધી લાવવા અને મતદાન મથકથી લઈ જવાની મફત સગવડ માટે વાહનો ભાડે રાખવા કે મેળવવા અથવા એ રીતે વાહનોનો ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. દરેક ઉમેદવાર મતદાનના દિવસે નીચે પ્રમાણે વાહનનો ઉપયોગ કરી શકશે ઉમેદવારે પોતાના ઉપયોગ માટે સમગ્ર મતદાર વિભાગ પૂરતું એક વાહન, આ ઉપરાંત યથાપ્રસંગ ચૂંટણી એજન્ટ અથવા કાર્યકરો અથવા તેના પક્ષના કાર્યકરોના ઉપયોગ માટે પ્રત્યેક વિધાનસભા મતદાર વિભાગ દીઠ એક વાહન વાપરવા હકકદાર રહેશે, ઉક્ત ઉપયોગમાં લેવાનાર વાહન સ્થાનિક સ્વરાજ્ય ઉમેદવારે તેના સક્ષમ અધિકારી પાસે નોંધણી કરાવવાનું રહેશે અને નોંધણી કરાવેલા વાહનની પરમીટ તેઓ પાસેથી મેળવી તે અસલ પરમીટ વાહનની ઉપર સહેલાઈથી દેખાઈ આવે તે રીતે વિન્ડસ્ક્રીન પર ચોંટાડવાની રહેશે. એક દિવસ માટે જ આ અમલમાં રહેશે મતદાનના દિવસે જો ઉમેદવાર મતદાર વિભાગ વિસ્તારમાં હાજર નહીં રહે તો, ઉમેદવારના પોતાના ઉપયોગ માટે મંજૂરી અપાયેલા વાહન અન્ય કોઈ વ્યકિતઓ દ્વારા વાપરી શકાશે નહીં. આ હુકમનું ઉલ્લંધન કરનાર અથવા ઉલ્લંધન માટે મદદ કરનાર શખ્સ ભારતીય ન્યાય સંહિતાની કમલ-૨૨૩ હેઠળ સજાને પાત્ર થશે. આ હુકમનો અમલ તા: ૧૬/૦૨/૨૦૨૫ના દિવસે કરવાનો રહેશે.

Botadમાં મતદાનના દિવસે વાહનોના ઉપયોગ પર નિયંત્રણ રાખવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું ફરમાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ-૨૦૨૫ યોજવાનું જાહેર કરેલ છે. તે મુજબ મતદાન તા.૧૬/૦૨/૨૦૨૫નાં રોજ થનાર છે.જેનાં અનુસંધાને મતદાનના દિવસે વાહનોના ઉપયોગ ઉપર દેખરેખ રાખવા અને મતદારો માટે વાહનોનો દુરઉપયોગ કરી મતદારોને અયોગ્ય રીતે રીઝવી ન શકાય તે હેતુથી જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.

સત્તાની રૂએ હુકમ કર્યો અધિક કલેકટરે

જો આમ કરવામાં ન આવે તો તેમનાં પ્રતિસ્પર્ધી ઉમેદવારો તથા જનસામાન્ય તરફથી સાચી ખોટી ફરીયાદો ઉપસ્થિત થવા અને એકબીજા જુથો વચ્ચે મનદુઃખ અને ઘર્ષણ ઉભું થવાની સંભાવના તેમજ સુલેહશાંતિનો ભંગ થવા સંભવ રહે છે. જે અટકાવવા તેમજ ઉક્ત ચૂંટણી દરમ્યાન મતદાનના દિવસે વાહનોના દુરઉપયોગ પર નિયંત્રણ કરવા હેતુ સારૂ સાવચેતીના પગલા લેવા અનિવાર્ય જણાતા બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પી.એલ.ઝણકાતે ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-ર૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે મળેલી સત્તાની રૂએ હુકમ કર્યો છે.

આ ફરમાન બોટાદ જિલ્લા પૂરતું રહેશે

કોઈપણ રાજકીય પક્ષો કે બિન રાજકીય પક્ષો કે તેમનાં ઉમેદવારો અગર અપક્ષ ઉમેદવારો કે તેઓના ચૂંટણી એજન્ટ દ્વારા અથવા તેઓની સહમતિથી બીજા કોઈપણ વ્યકિત દ્વારા મતદાનના દિવસે મતદારોને મતદાન મથક સુધી લાવવા અને મતદાન મથકથી લઈ જવાની મફત સગવડ માટે વાહનો ભાડે રાખવા કે મેળવવા અથવા એ રીતે વાહનોનો ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.

દરેક ઉમેદવાર મતદાનના દિવસે નીચે પ્રમાણે વાહનનો ઉપયોગ કરી શકશે

ઉમેદવારે પોતાના ઉપયોગ માટે સમગ્ર મતદાર વિભાગ પૂરતું એક વાહન, આ ઉપરાંત યથાપ્રસંગ ચૂંટણી એજન્ટ અથવા કાર્યકરો અથવા તેના પક્ષના કાર્યકરોના ઉપયોગ માટે પ્રત્યેક વિધાનસભા મતદાર વિભાગ દીઠ એક વાહન વાપરવા હકકદાર રહેશે, ઉક્ત ઉપયોગમાં લેવાનાર વાહન સ્થાનિક સ્વરાજ્ય ઉમેદવારે તેના સક્ષમ અધિકારી પાસે નોંધણી કરાવવાનું રહેશે અને નોંધણી કરાવેલા વાહનની પરમીટ તેઓ પાસેથી મેળવી તે અસલ પરમીટ વાહનની ઉપર સહેલાઈથી દેખાઈ આવે તે રીતે વિન્ડસ્ક્રીન પર ચોંટાડવાની રહેશે.

એક દિવસ માટે જ આ અમલમાં રહેશે

મતદાનના દિવસે જો ઉમેદવાર મતદાર વિભાગ વિસ્તારમાં હાજર નહીં રહે તો, ઉમેદવારના પોતાના ઉપયોગ માટે મંજૂરી અપાયેલા વાહન અન્ય કોઈ વ્યકિતઓ દ્વારા વાપરી શકાશે નહીં. આ હુકમનું ઉલ્લંધન કરનાર અથવા ઉલ્લંધન માટે મદદ કરનાર શખ્સ ભારતીય ન્યાય સંહિતાની કમલ-૨૨૩ હેઠળ સજાને પાત્ર થશે. આ હુકમનો અમલ તા: ૧૬/૦૨/૨૦૨૫ના દિવસે કરવાનો રહેશે.