Botadના લાઠીદડ પાસે પાણીના વહેણમાં ફસાઈ કાર, 2 લોકોના જીવ બચાવાયા

Jun 18, 2025 - 09:30
Botadના લાઠીદડ પાસે પાણીના વહેણમાં ફસાઈ કાર, 2 લોકોના જીવ બચાવાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

તા.16/06/2025ની સાંજે અંદાજીત 7.30 વાગ્યે જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલરૂમ તરફથી લાઠીદડથી સાંગાવદર ગામ વચ્ચે પાણીના વહેણમાં ઇકો કાર સાથે 7 થી 8 લોકો તણાયા હોવા અંગેનો કોલ બોટાદ ફાયર કંટ્રોલરૂમને મળતા જ બોટાદ રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. અને રેસ્ક્યુ કામગીરી શરુ કરવામાં આવી હતી. જરૂર પડતા અન્ય રેસ્ક્યુ ટીમને પણ ઘટના સ્થળે મોકલવામાં આવી હતી.

એક્સટેન્ડેડ લેડરનો ઉપયોગ કરી 2 લોકોનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું

ફાયર ટીમ દ્વારા એક્સટેન્ડેડ લેડરનો ઉપયોગ કરી 2 લોકોનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. પાણીના વહેણમાં તણાયેલી ઇકો કાર પણ શોધી લેવામાં આવી હતી. બોટાદ રેસ્ક્યુ ટીમ દ્વારા વહેલી સવારથી જ તણાયેલા બાકી લોકોને શોધવાની કામગીરી શરુ કરવામાં આવેલ આવી હતી. જેમાં 1 વ્યક્તિનો મૃતદેહ શોધવામાં આવ્યો છે અને હાલ અન્ય લોકોને શોધવાની કામગીરી શરુ છે. ઉપરાંત આ કામગીરી દરમ્યાન એક ખેતરમાં ફસાયેલાં 6 ખેતમજુરો ( 3 પુરુષ, 2 મહિલા અને 1 બાળક ) રેસ્ક્યુ ટીમને જોતાં મદદની પુકાર કરતા ફાયર એન્ડ રેસ્ક્યુ ટીમ દ્વારા તે તમામને પણ રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

બંનેના સલામત રેસ્ક્યૂ કરાયા છે.

1- પ્રિયાંકભાઈ મહેશભાઈ ચૌહાણ (ઉં.વ.24) રહેવાસી લાઠીદડ

2-યશવંતભાઈ વાવેતા (ઉં.વ. 47) રહેવાસી વિંછીયા

શોધખોળ ચાલુ

1-નયનાબેન યશવંતભાઈ વાવેતા (ઉં.વ.45) વિંછીયા

2-મંજુબેન કનુભાઈ વાવેતા (ઉં.વ.72) વિંછીયા

3-નીતાબેન મહેશભાઈ ચૌહાણ (ઉં.વ. 48) લાઠીદડ

4-હિતુબેન મહેશભાઈ ચૌહાણ (ઉં.વ. 52) લાઠીદડ

5-બાબુભાઈ તુલસીભાઈ ચૌહાણ(ઉં.વ.75) તા. ગોંડલ ગામ- શિવરાજગઢ

6-શારદાબેન બાબુભાઈ ચૌહાણ (ઉં.વ.72) તા. ગોંડલ ગામ- શિવરાજગઢ

7-ઉર્વશીબેન મહેશભાઈ ચૌહાણ (ઉં.વ.29) તા. ગોંડલ ગામ- શિવરાજગઢ

ગઢડાના પીપળીયા ગામમાં 10 થી 12 લોકો ખેતરમાં ફસાયા હતા

બોટાદના લાઠીદડ ગામમાં એક ઈકો ગાડી તણાઈ હતી, જેમાં નવ લોકો સવાર હતા. જેમાં રાત્રે બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં બે મૃતદેહો શોધી કઢાયા છે, બાકી લોકોની શોધખોળની કામગીરી સ્થાનિક તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં એનડીઆરએસની ટીમ પણ કામગીરીમાં જોડાશે. જ્યારે ગઢડાના પીપળીયા ગામમાં 10 થી 12 લોકો ખેતરમાં ફસાયા હતા જેનો લોકલ ટીમ દ્વારા બચાવ કરવામાં આવ્યો છે.

બરવાળામાં 40 લોકોનું સ્થળાંતર શાળા ખાતે કરવામાં આવ્યું છે

જ્યાં રહેવાની અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. બોટાદના નાગરિકોને જળસ્ત્રોત ધરાવતા વિસ્તારોથી દૂર રહેવા માટે અનુરોધ છે. કોઈપણ મદદની જરૂર હોય તો કંટ્રોલરૂમનો સંપર્ક કરવા પણ અપીલ કરું છું.” તંત્ર દ્વારા ભારે વરસાદ વચ્ચે આપાતકાલીન પરિસ્થિતિમાં જિલ્લા કન્ટ્રોલ રૂમ 02849 271340, 02849 271341 પર સંપર્ક કરી શકે છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0