Borsadમાં 2 કલાકમાં ધોધમાર 3 ઇંચ વરસાદ ખાબક્યો, વાતાવરણમાં ઠંડક પ્રસરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આણંદના બોરસદમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે. બોરસદમાં 2 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. પાંચવડ વિસ્તાર, રબારી ચકલા, ભોભાફળી, આણંદ ચોકડી સહિતના વિસ્તારમાં પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકી પડી છે. ધોધમાર વરસાદ ખાબકતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
બોરસદમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ
ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં 24 કલાકમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્રણ સિસ્ટમ સક્રિય રહેતા રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થશે. પાંચ દિવસ માછીમારોને દરિયો નહીં ખેડવા માટે સૂચના અપાઈ છે. દરિયાકાંઠે 45-55 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે. રાજ્યમાં ચાલુ સિઝનમાં સરેરાશ 46.21 ટકા વરસાદ નોંધાયો છે.
ચાલુ સિઝનમાં સરેરાશ 46.21 ટકા વરસાદ નોંધાયો
ગુજરાતમાં ચાલુ સિઝનમાં સરેરાશ 46.21 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ 50.82 ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં 45.41, પૂર્વ મધ્ય ઝોનમં 44.11, ઉત્તર ગુજરાતમાં 41.31, કચ્છમાં 50.35 ટકા વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 33 જિલ્લાના 209 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે સરદાર સરોવર ડેમમાં 48.15 ટકા જળસંગ્રહ થયો છે. રાજ્યમાં 41 જળાશયો હાઈ એલર્ટ પર છે. 19 જળાશયો એલર્ટ પર છે.
What's Your Reaction?






