Bodeliમાં દબાણો દૂર કરવાની કામગીરી ફરી શરૂ કરવામાં આવતા રહીશોમાં રોષ

છોટા ઉદેપુરના બોડેલીમાં 1.81 કરોડના ખર્ચે બની રહેલા માર્ગ વચ્ચેથી બોડેલીના અલીખેરવા વિસ્તારની ગંગા નગર, રામનગર, જનકલ્યાણ સહિત લગભગ સાત સોસાયટીમાંથી માર્ગ પસાર થઈ રહ્યો છે. દબાણોને લઈ અધૂરો છોડી દેવાયો હતો.દબાણો તોડવાની કામગીરી કરવામાં આવતા લોકોમાં આક્રોશ આ બાબતે આર.એન.બી વિભાગ દ્વારા ત્રણ વાર નોટિસ આપી તોડી નાખવામાં આવ્યા, આમ છતાં કેટલાક લોકો ફરી વાર હાલમાં પણ દબાણોને લઈ ઓન લાઈન C.M.portal પર અરજી કરતા ફરી એક વાર દબાણો તોડવાની કામગીરી કરવામાં આવતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. અધિકારીઓ મનમાની કરી રહ્યા હોવાનો રહીશોનો આક્ષેપ બોડેલીના તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, માર્ગ મકાનના અધિકારી, પોલીસના મોટા કાફલા સાથે દબાણો દૂર કરવામાં આવતા અધિકારીઓ સાથે પણ ચકમક જરી હતી. રહીશોનું કહેવું છે કે અમારી પાસે મકાનના દસ્તાવેજ છે કોઈ જાતનું દબાણ કરવામાં આવ્યું નથી, આમ છતાં અધિકારીઓ મનમાની કરીને યોગ્ય માપ કર્યા વગર દબાણો દૂર કરી રહ્યા છે. કેટલાક લોકો એ પણ આક્ષેપ કરી રહ્યા છે કે થોડાક દિવસ પહેલા યોગ્ય માપ કાઢ્યા વગર ત્રણ ઈંચ ચાર ઈંચના માર્ક કર્યા અને આજે તે માર્કના આધારે દબાણો દૂર કરવામાં આવતા લોકો રીતસરના વિફર્યા હતા, કારણ કે ચાર ઈંચના દબાણ દૂર કરતા કેટલાકના તો મકાનોને મોટું નુકસાન થયું છે. રહીશો પોતાના દસ્તાવેજ બતાવી રહ્યા છે પણ તેમની વાત માનવામાં આવી નથી આ એક જ એવો વિસ્તાર છે કે જ્યાં દબાણો બાબતે રાજકારણ કેટલાક લોકો રમી રહ્યા છે. બોડેલી અલીખેરવ જેવા વિસ્તારોમાં ખુબ દબાણો હોવા છતાં ફક્ત એક જ વિસ્તારને કેમ ટાર્ગેટ કરવામાં આવે છે તેવું લોકોનું કહેવું છે. કેમ વારંવાર દબાણને લઈ અહીંના રહીશોને દબાણમાં રાખવામાં આવે છે? છેલ્લા દોઢ વર્ષથી રસ્તાના દબાણો બાબતે ચાલતા વિવાદને લઈ આજે દબાણો દૂર તો કરવામાં આવ્યા છે, ત્યારે ફરી એક વાર તંત્ર દબાણોનો મુદ્દો લઈને નહીં આવે તે બાબતે ચિંતિત છે. કારણ કે આ રસ્તા ઉપર તંત્ર દ્વારા ત્રણ વાર દબાણો દૂર કરવામાં આવ્યા હતા, જો અગાઉ દબાણો દૂર કરવામાં આવ્યા હતા તે સમયે અધિકારીઓ પાસે યોગ્ય માપ ન હતું? કેમ વારંવાર દબાણને લઈ અહીંના રહીશોને દબાણમાં રાખવામાં આવે છે, હવે આ બાબતે પૂર્ણ વિરામ મૂકવામાં આવે તેવુ આ વિસ્તારના લોકો ઈચ્છી રહ્યા છે.

Bodeliમાં દબાણો દૂર કરવાની કામગીરી ફરી શરૂ કરવામાં આવતા રહીશોમાં રોષ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

છોટા ઉદેપુરના બોડેલીમાં 1.81 કરોડના ખર્ચે બની રહેલા માર્ગ વચ્ચેથી બોડેલીના અલીખેરવા વિસ્તારની ગંગા નગર, રામનગર, જનકલ્યાણ સહિત લગભગ સાત સોસાયટીમાંથી માર્ગ પસાર થઈ રહ્યો છે. દબાણોને લઈ અધૂરો છોડી દેવાયો હતો.

દબાણો તોડવાની કામગીરી કરવામાં આવતા લોકોમાં આક્રોશ

આ બાબતે આર.એન.બી વિભાગ દ્વારા ત્રણ વાર નોટિસ આપી તોડી નાખવામાં આવ્યા, આમ છતાં કેટલાક લોકો ફરી વાર હાલમાં પણ દબાણોને લઈ ઓન લાઈન C.M.portal પર અરજી કરતા ફરી એક વાર દબાણો તોડવાની કામગીરી કરવામાં આવતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

અધિકારીઓ મનમાની કરી રહ્યા હોવાનો રહીશોનો આક્ષેપ

બોડેલીના તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, માર્ગ મકાનના અધિકારી, પોલીસના મોટા કાફલા સાથે દબાણો દૂર કરવામાં આવતા અધિકારીઓ સાથે પણ ચકમક જરી હતી. રહીશોનું કહેવું છે કે અમારી પાસે મકાનના દસ્તાવેજ છે કોઈ જાતનું દબાણ કરવામાં આવ્યું નથી, આમ છતાં અધિકારીઓ મનમાની કરીને યોગ્ય માપ કર્યા વગર દબાણો દૂર કરી રહ્યા છે. કેટલાક લોકો એ પણ આક્ષેપ કરી રહ્યા છે કે થોડાક દિવસ પહેલા યોગ્ય માપ કાઢ્યા વગર ત્રણ ઈંચ ચાર ઈંચના માર્ક કર્યા અને આજે તે માર્કના આધારે દબાણો દૂર કરવામાં આવતા લોકો રીતસરના વિફર્યા હતા, કારણ કે ચાર ઈંચના દબાણ દૂર કરતા કેટલાકના તો મકાનોને મોટું નુકસાન થયું છે.

રહીશો પોતાના દસ્તાવેજ બતાવી રહ્યા છે પણ તેમની વાત માનવામાં આવી નથી આ એક જ એવો વિસ્તાર છે કે જ્યાં દબાણો બાબતે રાજકારણ કેટલાક લોકો રમી રહ્યા છે. બોડેલી અલીખેરવ જેવા વિસ્તારોમાં ખુબ દબાણો હોવા છતાં ફક્ત એક જ વિસ્તારને કેમ ટાર્ગેટ કરવામાં આવે છે તેવું લોકોનું કહેવું છે.

કેમ વારંવાર દબાણને લઈ અહીંના રહીશોને દબાણમાં રાખવામાં આવે છે?

છેલ્લા દોઢ વર્ષથી રસ્તાના દબાણો બાબતે ચાલતા વિવાદને લઈ આજે દબાણો દૂર તો કરવામાં આવ્યા છે, ત્યારે ફરી એક વાર તંત્ર દબાણોનો મુદ્દો લઈને નહીં આવે તે બાબતે ચિંતિત છે. કારણ કે આ રસ્તા ઉપર તંત્ર દ્વારા ત્રણ વાર દબાણો દૂર કરવામાં આવ્યા હતા, જો અગાઉ દબાણો દૂર કરવામાં આવ્યા હતા તે સમયે અધિકારીઓ પાસે યોગ્ય માપ ન હતું? કેમ વારંવાર દબાણને લઈ અહીંના રહીશોને દબાણમાં રાખવામાં આવે છે, હવે આ બાબતે પૂર્ણ વિરામ મૂકવામાં આવે તેવુ આ વિસ્તારના લોકો ઈચ્છી રહ્યા છે.