BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન ગુજરાતની 3 દિવસીય મુલાકાતે, અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરાયું

Feb 20, 2026 - 14:30
BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન ગુજરાતની 3 દિવસીય મુલાકાતે, અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન આજે ગુજરાતની 3 દિવસીય મુલાકાત પર પહોંચ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું જેમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ હાજર રહ્યા હતા.

કેટલાક લોકો ચૂંટણી આવશે એટલે ફૂલ ટાઇમ પોલિટિકસ કરશે


નીતિન નવીને કહ્યું હતું કે સ્વાગત માટે તમે ઉપસ્થિત થયા તે માટે આભાર, મારો ગુજરાતમાં અધ્યક્ષ તરીકે પહેલો પ્રવાસ છે. ગુજરાત આજે દેશ અને વિશ્વનું નેતૃત્વ કરે છે. મહાત્મા ગાંધી જેણે અહિંસાનો વિચાર આપ્યો, સરદાર પટેલ જેણે આખા દેશને એક કર્યો છે. ગુજરાતે મહાપુરુષોને જન્મ આપ્યો છે, મહાપુરુષોએ દેશને દિશા આપી છે, 21મી સદીમાં વિકાસનો શ્રેય PM મોદીને જાય છે, અમે તો ફૂલ ટાઇમ પોલિટિક્સ કરવા વાળા છીએ, કેટલાક લોકો ચૂંટણી આવશે એટલે ફૂલ ટાઇમ પોલિટિકસ કરશે, આવા લોકો આવે તે પહેલા જનતા સાથે સબંધ વધારીએ


આજે શહેરમાં અનેક મહત્વપૂર્ણ કાર્યક્રમો

નીતિન નવીનની આગેવાનીમાં આજે શહેરમાં અનેક મહત્વપૂર્ણ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. નીતિન નવીન ભાજપના પદાધિકારીઓ, MLA અને સાંસદો સાથે સંવાદ કરશે, જેમાં રાજ્યની પ્રવૃત્તિઓ અને વિકાસના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

 ઉદ્યોગપતિઓ સાથે બેઠક
તેઓ GSC બેંક ખાતે ઉદ્યોગપતિઓ અને સીએ (CA) સાથે પણ બેઠક યોજશે તથા સાંજે 5:30 કલાકે ઇન્ફો સિટી ગાર્ડનમાં નીતિન નવીન માટે કાર્યક્રમ યોજાશે, જેમાં ઉદ્યોગ અને સામાજિક વિકાસના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. ત્યારબાદ, 7:30 વાગ્યે CM નિવાસસ્થાને નીતિન નવીનની સાથે બેઠક યોજાવાની છે.

નીતિન નવીનનું ગુજરાતમાં સ્વાગત છે


આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કહ્યું કે PMએ ગુજરાતની વિશ્વને ઓળખ કરાવી છે. નીતિન નવીનનું ગુજરાતમાં સ્વાગત છે .નીતિન નવીનનું તમામ કાર્યકર્તાને માર્ગદર્શન મળશે, સામાન્ય કાર્યકર્તાથી નીતિનજી રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા છે.

CM ભૂપેન્દ્ર પટેલનું નિવેદન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે આજે ગુજરાત ભાજપ માટે મહત્વનો દિવસ છે, હું તેમનું સૌ વતી હાર્દિક સ્વાગત કરું છું, PMએ તેમને મિલેનિયમ રાષ્ટ્રીય અધ્યક્ષ કહ્યા છે . નીતિન નવીનને સરકાર સંગઠનનો અનુભવ છે. તેમણે કહ્યું કે ભાજપ ખાલી પોલિટિકલ પાર્ટી નથી વિકાસની ચળવળ છે.

આ પણ વાંચો----    Gujarat Latest News Live : કોઇ સલીમ સુરેશ બનીને લાગણીને ઠેસ પહોંચાડશે તો એવા હાલ કરીશું કે.....હર્ષસંઘવી નો હૂંકાર

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0