Bhavnagarમાંથી સતત બીજા દિવસે ચરસનો જથ્થો ઝડપાયો, આરોપીની ધરપકડ
ભાવનગરમાં SOGની ટીમે વધુ એક વખત ચરસનો જથ્થો ઝડપી પાડ્યો છે અને આ સાથે જ એક વ્યક્તિની ધરપકડ પણ કરી છે. SOGની ટીમે 446 ગ્રામ ચરસના જથ્થા સાથે 1 ઈસમની ધરપકડ કરી લીધી છે.446 ગ્રામ ચરસના જથ્થા સાથે એકની પોલીસે કરી ધરપકડ શહેરના ખેડૂતવાસ વિસ્તારમાંથી 446 ગ્રામ ચરસના જથ્થા સાથે SOGની ટીમે એક ઈસમને ઝડપી પાડ્યો છે. આ વ્યક્તિ શહેરના ખેડૂતવાસમાં શ્રમજીવી સોસાયટીમાં રહેતો હતો અને તેની ઉંમર આશરે 29 વર્ષની છે અને તેને ચરસના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યો છે. યુવક પાસેથી 446 ગ્રામ ચરસ ઝડપાયું છે, જેની અંદાજિત કિંમત રૂપિયા 66,900 આંકવામાં આવી રહી છે. આરોપી પોતાના ઘરેથી જ ચરસનું વેચાણ કરતો હતો. ત્યારે હાલમાં ઘોઘારોડ પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે. ગઈકાલે પણ SOGની ટીમે શહેરમાંથી ચરસના જથ્થા સાથે 1 વ્યક્તિને ઝડપ્યો હતો શહેરમાં ચરસનો વેપાર ખુલ્લેઆમ થઈ રહ્યો હોય તેવી લાગી રહ્યું છે, કારણ કે SOGની ટીમે ગઈકાલે પણ ભાવનગરમાંથી ચરસના જથ્થા સાથે એક વ્યક્તિની ધરપકડ કરી હતી અને આજે પણ આ રીતે જ એક વ્યક્તિની ચરસના જથ્થા સાથે ધરપકડ કરવામાં આવી છે. ગઈકાલે જ ભાવનગર SOGની ટીમે ચરસનો જથ્થો ઝડપી પાડ્યો હતો અને 475 ગ્રામ ચરસના જથ્થા સાથે 1 વ્યક્તિની ધરપકડ કરી લીધી હતી. ગઈકાલે 475 ગ્રામ ચરસ ઝડપાયું હતું શહેરના શિશુવિહાર મરજાન એપાર્ટમેન્ટ પાસેથી જ 475 ગ્રામ ચરસના જથ્થા સાથે SOGની ટીમે વ્યક્તિને ઝડપી પાડ્યો હતો. 475 ગ્રામ ચરસના જથ્થાની કિંમત 71,250 હતી અને કૂલ મળીને 76,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જો કે ચરસના વેપારમાં સંડોવાયેલા અન્ય 2 આરોપીઓને હજુ પણ પકડવાના બાકી છે.3 ઓક્ટોબરે જામનગરમાંથી 5 કિલોથી વધુ ચરસનો જથ્થો ઝડપાયો હતો ઉલ્લેખનીય છે કે 3 ઓક્ટોબરે પણ જામનગરમાંથી 5 કિલોથી વધુ ચરસનો જથ્થો ઝડપાયો હતો. જામનગર જિલ્લાના જોડીયામાંથી અફઘાની ચરસનો 5 કિલો 859 ગ્રામના જથ્થા સાથે જામનગરની એસ.ઓ.જી. પોલીસની ટીમે જોડીયાના ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા અને ત્રણેય સામે ગુનો નોંધી 8 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભાવનગરમાં SOGની ટીમે વધુ એક વખત ચરસનો જથ્થો ઝડપી પાડ્યો છે અને આ સાથે જ એક વ્યક્તિની ધરપકડ પણ કરી છે. SOGની ટીમે 446 ગ્રામ ચરસના જથ્થા સાથે 1 ઈસમની ધરપકડ કરી લીધી છે.
446 ગ્રામ ચરસના જથ્થા સાથે એકની પોલીસે કરી ધરપકડ
શહેરના ખેડૂતવાસ વિસ્તારમાંથી 446 ગ્રામ ચરસના જથ્થા સાથે SOGની ટીમે એક ઈસમને ઝડપી પાડ્યો છે. આ વ્યક્તિ શહેરના ખેડૂતવાસમાં શ્રમજીવી સોસાયટીમાં રહેતો હતો અને તેની ઉંમર આશરે 29 વર્ષની છે અને તેને ચરસના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યો છે. યુવક પાસેથી 446 ગ્રામ ચરસ ઝડપાયું છે, જેની અંદાજિત કિંમત રૂપિયા 66,900 આંકવામાં આવી રહી છે. આરોપી પોતાના ઘરેથી જ ચરસનું વેચાણ કરતો હતો. ત્યારે હાલમાં ઘોઘારોડ પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
ગઈકાલે પણ SOGની ટીમે શહેરમાંથી ચરસના જથ્થા સાથે 1 વ્યક્તિને ઝડપ્યો હતો
શહેરમાં ચરસનો વેપાર ખુલ્લેઆમ થઈ રહ્યો હોય તેવી લાગી રહ્યું છે, કારણ કે SOGની ટીમે ગઈકાલે પણ ભાવનગરમાંથી ચરસના જથ્થા સાથે એક વ્યક્તિની ધરપકડ કરી હતી અને આજે પણ આ રીતે જ એક વ્યક્તિની ચરસના જથ્થા સાથે ધરપકડ કરવામાં આવી છે. ગઈકાલે જ ભાવનગર SOGની ટીમે ચરસનો જથ્થો ઝડપી પાડ્યો હતો અને 475 ગ્રામ ચરસના જથ્થા સાથે 1 વ્યક્તિની ધરપકડ કરી લીધી હતી.
ગઈકાલે 475 ગ્રામ ચરસ ઝડપાયું હતું
શહેરના શિશુવિહાર મરજાન એપાર્ટમેન્ટ પાસેથી જ 475 ગ્રામ ચરસના જથ્થા સાથે SOGની ટીમે વ્યક્તિને ઝડપી પાડ્યો હતો. 475 ગ્રામ ચરસના જથ્થાની કિંમત 71,250 હતી અને કૂલ મળીને 76,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જો કે ચરસના વેપારમાં સંડોવાયેલા અન્ય 2 આરોપીઓને હજુ પણ પકડવાના બાકી છે.
3 ઓક્ટોબરે જામનગરમાંથી 5 કિલોથી વધુ ચરસનો જથ્થો ઝડપાયો હતો
ઉલ્લેખનીય છે કે 3 ઓક્ટોબરે પણ જામનગરમાંથી 5 કિલોથી વધુ ચરસનો જથ્થો ઝડપાયો હતો. જામનગર જિલ્લાના જોડીયામાંથી અફઘાની ચરસનો 5 કિલો 859 ગ્રામના જથ્થા સાથે જામનગરની એસ.ઓ.જી. પોલીસની ટીમે જોડીયાના ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા અને ત્રણેય સામે ગુનો નોંધી 8 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.