Bhavnagarમાં કરોડો રૂપિયાના વિકાસ કાર્યોનું કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કર્યું ખાતમુહૂર્ત

કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો. મનસુખ માંડવિયા અને કેન્દ્રીય રાજ્ય મંત્રી અને ભાવનગરના સાંસદ નિમુબેન બાંભણીયા આજે ભાવનગરના પ્રવાસે આવ્યા છે. ભાવનગર શહેરના લોકોની સુખાકારી માટે રૂપિયા 149.83 કરોડના કૂલ 11 કામનું ખાતમુહૂર્ત અને રૂપિયા 2 કરોડના 1 કામનું મંત્રી ડો. મનસુખ માંડવિયા દ્વારા લોકાર્પણ કરાયું હતું.આ કામોનું કરવામાં આવ્યું ખાતમુહૂર્ત ભાવનગર શહેરના લોકોની સુખાકારી માટે રૂપિયા 149.83 કરોડના કૂલ 11 કામનું ખાતમુહૂર્ત અને રૂપિયા 2 કરોડના 1 કામનું લોકાર્પણ શહેરના સરદારનગર ઝવેરચંદ મેઘાણી ઓડીટોરીયમ ખાતે મહાનગર પાલિકાના લોકાર્પણ ખાતમુર્હૂત કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ભાવનગર મહાનગરપાલિકાના 149.83 કરોડના ખાતમુહૂર્ત અને 2 કરોડના થયેલા લોકાર્પણમાં ગઢથી નદી ડ્રેનેજ પ્રોજેક્ટ, મહિલા કોલેજ સર્કલથી એરપોર્ટ સુધી વ્હાઇટ ટોપિંગ રોડ, શેત્રુંજી ડેમ ખાતે નવા પમ્પીંગ સ્ટેશન, શહેરના જુદા-જુદા આરસીસી રોડ, પેવિંગ બ્લોક, મેટલીંગ, ખેડૂતવાસ સીવેઝ માટે ફીડરમેઈનનું કામ, તેમજ સુભાષનગરમાં ગલીઓમાં ડ્રેનેજ લાઈન, 30 સ્થળોએ બ્યુટીફિકેશન માટે સ્કલ્પચર, તરસમીયા, રુવા વડવા અને અકવાડા ટીપી એરિયામાં પાણીની લાઈન, રુવા ટીપી સ્કીમમાં ઈ.એસ.આર. અને જુદા-જુદા રસ્તા પર સેન્ટ્રલ સ્ટ્રીટ લાઈટના 11 કામનું ખાતમુહૂર્ત તેમજ 2 ફાયર ટેન્ડર ખરીદવાના કામનું લોકાર્પણ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, રાજ્યકક્ષાના મંત્રી નિમુબેન બાંભણીયા અને મંત્રીઓના હસ્તે કરવામાં આવ્યું હતું. ભાવનગરના વિકાસ કાર્યોમાં અને સગવડોમાં વધારો થશે: મનસુખ માંડવિયા કેન્દ્રીય રમત-ગમત મંત્રી ડો.મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે ભાવનગરમાં વિકાસ કાર્યો પ્રસંગે ઉપસ્થિત રહી ભાવનગરના વિકાસ કાર્યોમાં અને સગવડોમાં વધારો થશે, ભાવનગર ઔદ્યોગિક રીતે વિકસી રહ્યું છે અને પ્રગતિ કરી રહ્યું છે. ભાવનગરમાં CNG ટર્મિનલ ચાલુ થવા જઈ રહ્યું છે, કન્ટેનર મેન્યુફેક્ચરિંગ દેશની અંદર અથવા દેશનો સૌથી મોટા પ્લાન્ટ ભાવનગરની અંદર છે. ધોલેરા સર ડેવલોપ થઈ રહ્યું છે, અલંગ ઉદ્યોગ વિકસે એ રીતે તૈયાર કરવામાં આવી રહ્યું છે. ભાવનગર રો રો રો પેક્સ દ્વારા દક્ષિણ ગુજરાત સાથે જોડાય ચૂક્યું છે. ત્યારે ભાવનગર કન્ટેનર મેન્યુફેક્ચરિંગનું હબ બને એના માટે સામુહિક પ્રયાસ કરી રહ્યા છીએ. અનેક નેતાઓ રહ્યા હાજર આ કાર્યક્રમમાં મંત્રીની સાથે મેયર ભરત બારડ, ધારાસભ્ય સેજલબેન પંડ્યા, કલેકટર આર.કે.મહેતા, મહાનગરપાલિકા કમિશ્નર સુજીતકુમાર અને ભાવનગરના આગેવાન અને તમામ નાગરિકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ મંત્રી મનસુખ માંડવિયા અને નિમુબેને ભાવનગર શહેરની મલ્ટી સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલ તેમજ ગ્રેઈન એ.ટી.એમની પણ મુલાકાત લીધી હતી.

Bhavnagarમાં કરોડો રૂપિયાના વિકાસ કાર્યોનું કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કર્યું ખાતમુહૂર્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો. મનસુખ માંડવિયા અને કેન્દ્રીય રાજ્ય મંત્રી અને ભાવનગરના સાંસદ નિમુબેન બાંભણીયા આજે ભાવનગરના પ્રવાસે આવ્યા છે. ભાવનગર શહેરના લોકોની સુખાકારી માટે રૂપિયા 149.83 કરોડના કૂલ 11 કામનું ખાતમુહૂર્ત અને રૂપિયા 2 કરોડના 1 કામનું મંત્રી ડો. મનસુખ માંડવિયા દ્વારા લોકાર્પણ કરાયું હતું.

આ કામોનું કરવામાં આવ્યું ખાતમુહૂર્ત

ભાવનગર શહેરના લોકોની સુખાકારી માટે રૂપિયા 149.83 કરોડના કૂલ 11 કામનું ખાતમુહૂર્ત અને રૂપિયા 2 કરોડના 1 કામનું લોકાર્પણ શહેરના સરદારનગર ઝવેરચંદ મેઘાણી ઓડીટોરીયમ ખાતે મહાનગર પાલિકાના લોકાર્પણ ખાતમુર્હૂત કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ભાવનગર મહાનગરપાલિકાના 149.83 કરોડના ખાતમુહૂર્ત અને 2 કરોડના થયેલા લોકાર્પણમાં ગઢથી નદી ડ્રેનેજ પ્રોજેક્ટ, મહિલા કોલેજ સર્કલથી એરપોર્ટ સુધી વ્હાઇટ ટોપિંગ રોડ, શેત્રુંજી ડેમ ખાતે નવા પમ્પીંગ સ્ટેશન, શહેરના જુદા-જુદા આરસીસી રોડ, પેવિંગ બ્લોક, મેટલીંગ, ખેડૂતવાસ સીવેઝ માટે ફીડરમેઈનનું કામ, તેમજ સુભાષનગરમાં ગલીઓમાં ડ્રેનેજ લાઈન, 30 સ્થળોએ બ્યુટીફિકેશન માટે સ્કલ્પચર, તરસમીયા, રુવા વડવા અને અકવાડા ટીપી એરિયામાં પાણીની લાઈન, રુવા ટીપી સ્કીમમાં ઈ.એસ.આર. અને જુદા-જુદા રસ્તા પર સેન્ટ્રલ સ્ટ્રીટ લાઈટના 11 કામનું ખાતમુહૂર્ત તેમજ 2 ફાયર ટેન્ડર ખરીદવાના કામનું લોકાર્પણ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, રાજ્યકક્ષાના મંત્રી નિમુબેન બાંભણીયા અને મંત્રીઓના હસ્તે કરવામાં આવ્યું હતું.

ભાવનગરના વિકાસ કાર્યોમાં અને સગવડોમાં વધારો થશે: મનસુખ માંડવિયા

કેન્દ્રીય રમત-ગમત મંત્રી ડો.મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે ભાવનગરમાં વિકાસ કાર્યો પ્રસંગે ઉપસ્થિત રહી ભાવનગરના વિકાસ કાર્યોમાં અને સગવડોમાં વધારો થશે, ભાવનગર ઔદ્યોગિક રીતે વિકસી રહ્યું છે અને પ્રગતિ કરી રહ્યું છે. ભાવનગરમાં CNG ટર્મિનલ ચાલુ થવા જઈ રહ્યું છે, કન્ટેનર મેન્યુફેક્ચરિંગ દેશની અંદર અથવા દેશનો સૌથી મોટા પ્લાન્ટ ભાવનગરની અંદર છે. ધોલેરા સર ડેવલોપ થઈ રહ્યું છે, અલંગ ઉદ્યોગ વિકસે એ રીતે તૈયાર કરવામાં આવી રહ્યું છે. ભાવનગર રો રો રો પેક્સ દ્વારા દક્ષિણ ગુજરાત સાથે જોડાય ચૂક્યું છે. ત્યારે ભાવનગર કન્ટેનર મેન્યુફેક્ચરિંગનું હબ બને એના માટે સામુહિક પ્રયાસ કરી રહ્યા છીએ.

અનેક નેતાઓ રહ્યા હાજર

આ કાર્યક્રમમાં મંત્રીની સાથે મેયર ભરત બારડ, ધારાસભ્ય સેજલબેન પંડ્યા, કલેકટર આર.કે.મહેતા, મહાનગરપાલિકા કમિશ્નર સુજીતકુમાર અને ભાવનગરના આગેવાન અને તમામ નાગરિકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ મંત્રી મનસુખ માંડવિયા અને નિમુબેને ભાવનગર શહેરની મલ્ટી સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલ તેમજ ગ્રેઈન એ.ટી.એમની પણ મુલાકાત લીધી હતી.