Bhavnagarમાં SOGનો દરોડો: રાંધણ ગેસના સિલિન્ડરમાં એકના ડબલ કરતી કાળોબજારી ગેંગનો પર્દાફાશ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભાવનગર શહેરમાં રાંધણ ગેસના સિલિન્ડરમાં ગેરરીતિ આચરી ગ્રાહકો સાથે છેતરપિંડી કરતી ગેંગ સામે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. SOG ની ટીમે ચોક્કસ બાતમીના આધારે કુંભારવાડા રોડ પર આવેલા મોતીતળાવ કાદરી મસ્જિદ સામે સ્થિત 'K G N ગેસ સર્વિસ' નામની દુકાનમાં અચાનક દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન દુકાનમાંથી રાંધણ ગેસના કમર્શિયલ અને ઘરેલુ સિલિન્ડરમાંથી ગેસ ચોરી કરી એકના ડબલ કરવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ રંગેહાથ ઝડપાઈ ગઈ હતી.
1 ઇસમની અટકાયત અને મુદ્દામાલ જપ્ત
SOG ની આ કાર્યવાહી દરમિયાન ગેસના સિલિન્ડરમાંથી ગેરરીતિ આચરતા એક ઈસમની સ્થળ પરથી જ અટકાયત કરવામાં આવી હતી. પોલીસે દરોડા દરમિયાન ભારત ગેસ અને ઈન્ડેન કંપનીના કુલ 6 રાંધણ ગેસના સિલિન્ડર કબજે કર્યા છે. આ ઉપરાંત, ગેસ રિફિલિંગ માટે વપરાતી ખાસ નોઝલ અને ગેસનું વજન માપવા માટેનો ડિજિટલ વજનકાંટો પણ ઘટનાસ્થળેથી જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે સ્થળ પરથી કુલ રૂ.12,350ની કિંમતનો મુદ્દામાલ કાયદેસર રીતે કબજે લીધો છે.
બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો
ગેસ સિલિન્ડરમાંથી ગેરકાયદેસર રીતે રિફિલિંગ કરી લોકોના જીવને જોખમમાં મૂકવા અને કાળોબજાર કરવા બદલ પકડાયેલા આરોપી સામે કાયદાકીય શિકંજો કસવામાં આવ્યો છે. આ મામલે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં આવશ્યક ચીજવસ્તુ ધારા (એસેન્શિયલ કમોડિટીઝ એક્ટ) હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. SOG ની આ સફળ કામગીરીથી ગેસનો ગેરકાયદેસર વેપાર અને કાળોબજારી કરતા તત્વોમાં ભારે ફાફડાટ વ્યાપી ગયો છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

