Bhavnagarના પાલીતાણાના કાલભૈરવ મંદિર ખાતે કાળીચૌદશની કરાઈ ઉજવણી, વિજય રૂપાણી રહ્યાં હાજર
પાલીતાણાના કાલભૈરવ મંદિર ખાતે યજ્ઞ ભારત થીમ અંતર્ગત કાળી ચૌદશની ઉજવણી કરવામાં આવી છે, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત થયા હતા,પવિત્ર નગરી પાલીતાણા ખાતે આવેલું પ્રસિદ્ધ કાલ ભૈરવ મંદિર ખાતે આજે કાલ રાત્રીની ઉજવણી કરવામાં આવી હતી અને કાળી ચૌદશ નિમિત્તે યજ્ઞ ભારત થીમ અંતર્ગત કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. યજ્ઞમાં અપાઈ આહુતિ યજ્ઞમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત હાજર રહ્યા હતા અને યજ્ઞમાં આહુતિ આપી હતી. દર વર્ષે કાળી ચૌદશ નિમિત્તે મહાયજ્ઞ કાર્યક્રમ કરવામાં આવે છે ત્યારે આ વર્ષે યજ્ઞભારત થીમ અંતર્ગત કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં દેશના જવાનોને ઉર્જા મળે તે માટે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં લોકો રાજકીય આગેવાનોએ સહિત મહાકાલના ભક્તોએ યજ્ઞમાં આહુતિ આપી હતી. દર વર્ષે યોજાય છે યજ્ઞ આ યજ્ઞમાં 150 મણ લાકડા ,25 ડબ્બા સરસવનું તેલ ,50 મણ કાળા તલ સહિત 5000 શ્રીફળ સહિતની આહુતિ આપવામાં આવી અને પછી તો કાલ ભૈરવ મંદિર ખાતે કાલ રાત્રિની ઉજવણી કરવામાં આવી હતી અને યજ્ઞમાં મોટી સંખ્યામાં લોકોએ આહુતિ આપી કાળભૈરવ દાદાના દર્શન કર્યા હતા.રમેશભાઈ શુક્લા વર્ષોથી કાળભૈરવ દાદાની સેવા કરે છે, આ યજ્ઞ દેશની સલામતી માટે પ્રગતિ કરવામાં આવે છે, કાળભૈરવ દાદા બધાનું કલ્યાણ કરે તેવી પ્રાર્થના કરું છું અને બધાને દિવાળીની શુભકામનાઓ પાઠવું છું તેવું પૂર્વ સીએમ વિજય રૂપાણીએ કહ્યું હતુ. આજે રાત સુધી હવન રહેશે કાળી ચૌદશ એટલે કે રક્ષક દેવ પૂજન દિવસ ગણાય છે. આ સંજોગોમાં આવતી કાલ તા.30 ઓક્ટોબરને બુધવારે કાળી ચૌદશના પર્વે નિમિત્તે પાલિતાણાના કાળભૈરવ ધામે કાળી ચૌદશના પર્વેની ઉજવણી કરવામાં આવશે. જો કે આ વર્ષે તિથિમાં ભાંગી તિથિ અને ભેગી તિથિ હોયવાને લીધે આવતી કાલ, બુધવારે કાળ ચૌદશ છે પણ કાળ ભૈરવ મંદિરમાં દર વર્ષે થતો પરંપરાગત વિશિષ્ટ હવન તા.31 ઓક્ટોબરને ગુરૂવારે રાત સુધી યોજાયો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પાલીતાણાના કાલભૈરવ મંદિર ખાતે યજ્ઞ ભારત થીમ અંતર્ગત કાળી ચૌદશની ઉજવણી કરવામાં આવી છે, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત થયા હતા,પવિત્ર નગરી પાલીતાણા ખાતે આવેલું પ્રસિદ્ધ કાલ ભૈરવ મંદિર ખાતે આજે કાલ રાત્રીની ઉજવણી કરવામાં આવી હતી અને કાળી ચૌદશ નિમિત્તે યજ્ઞ ભારત થીમ અંતર્ગત કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
યજ્ઞમાં અપાઈ આહુતિ
યજ્ઞમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત હાજર રહ્યા હતા અને યજ્ઞમાં આહુતિ આપી હતી. દર વર્ષે કાળી ચૌદશ નિમિત્તે મહાયજ્ઞ કાર્યક્રમ કરવામાં આવે છે ત્યારે આ વર્ષે યજ્ઞભારત થીમ અંતર્ગત કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં દેશના જવાનોને ઉર્જા મળે તે માટે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં લોકો રાજકીય આગેવાનોએ સહિત મહાકાલના ભક્તોએ યજ્ઞમાં આહુતિ આપી હતી.
દર વર્ષે યોજાય છે યજ્ઞ
આ યજ્ઞમાં 150 મણ લાકડા ,25 ડબ્બા સરસવનું તેલ ,50 મણ કાળા તલ સહિત 5000 શ્રીફળ સહિતની આહુતિ આપવામાં આવી અને પછી તો કાલ ભૈરવ મંદિર ખાતે કાલ રાત્રિની ઉજવણી કરવામાં આવી હતી અને યજ્ઞમાં મોટી સંખ્યામાં લોકોએ આહુતિ આપી કાળભૈરવ દાદાના દર્શન કર્યા હતા.રમેશભાઈ શુક્લા વર્ષોથી કાળભૈરવ દાદાની સેવા કરે છે, આ યજ્ઞ દેશની સલામતી માટે પ્રગતિ કરવામાં આવે છે, કાળભૈરવ દાદા બધાનું કલ્યાણ કરે તેવી પ્રાર્થના કરું છું અને બધાને દિવાળીની શુભકામનાઓ પાઠવું છું તેવું પૂર્વ સીએમ વિજય રૂપાણીએ કહ્યું હતુ.
આજે રાત સુધી હવન રહેશે
કાળી ચૌદશ એટલે કે રક્ષક દેવ પૂજન દિવસ ગણાય છે. આ સંજોગોમાં આવતી કાલ તા.30 ઓક્ટોબરને બુધવારે કાળી ચૌદશના પર્વે નિમિત્તે પાલિતાણાના કાળભૈરવ ધામે કાળી ચૌદશના પર્વેની ઉજવણી કરવામાં આવશે. જો કે આ વર્ષે તિથિમાં ભાંગી તિથિ અને ભેગી તિથિ હોયવાને લીધે આવતી કાલ, બુધવારે કાળ ચૌદશ છે પણ કાળ ભૈરવ મંદિરમાં દર વર્ષે થતો પરંપરાગત વિશિષ્ટ હવન તા.31 ઓક્ટોબરને ગુરૂવારે રાત સુધી યોજાયો છે.