Bhavnagarના ઉમરાળામાં CCI કેન્દ્રનો શુભારંભ કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણીયાએ કરાવ્યો
ભાવનગરના ઉમરાળા તાલુકાના ધોળા ગામે આવેલ માર્કેટ યાર્ડ ખાતે કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાનાં વરદ હસ્તે કપાસની ખરીદી માટે સી.સી.આઈ.કેન્દ્રનો શુભારંભ કરાવ્યો હતો. સાથે સાથે આ તકે ઉપસ્થિત ખેડૂતો સાથે પણ મંત્રીએ સંવાદ કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. માર્કેટ યાર્ડમાં કપાસ ખરીદ કેન્દ્ર શરૂ આ તકે મંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ખેડૂતોની સ્મૃદ્ધિ એ સરકારની મુખ્ય પ્રાથમિકતા છે. ઉમરાળાના ખેડૂતોની સુવિધા માટે ધોળા માર્કેટ યાર્ડમાં કપાસ ખરીદ કેન્દ્ર શરૂ કરવામાં આવી રહ્યું છે. ભારત સરકારના સી.સી.આઇ. દ્વારા અપાયેલ આ ખરીદ કેન્દ્રથી આશરે ૩૪,૦૦૦ જેટલા ખેડૂતોને ફાયદો મળશે. આ વિસ્તારમાં મોટાભાગના ખેડૂતો કપાસની ખેતી કરે છે, ત્યારે ધોળા માર્કેટ યાર્ડમાં જ ખરીદ કેન્દ્ર ખૂલવાથી ખેડૂતો ઘર-આંગણે કપાસ વેચી શકાશે .ખેડૂતોને MSP ઉપર કપાસ વેચવા માટે હવે સુવિધા રહેશે. મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યાં તેમણે વધુમાં ઉમેર્યું કે, અહીંના ખેડૂતોની માંગણીને ધ્યાને લઈ ધોળા ખાતે CCI-ખરીદ કેન્દ્ર મંજૂર કરવા બદલ કેન્દ્રિય મંત્રી ગિરિરાજસિંઘજીનો આભાર વ્યક્ત કર્યો હતો. ખેડૂતોની સુવિધા માટે બનેલું આ કેન્દ્ર "સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ" ના મંત્રને સાકાર કરી રહ્યું છે.આ તકે ગઢડાના ધારાસભ્ય શંભુનાથજી ટુંડીયા, શ્રી પેથાભાઈ આહીર, શ્રી પ્રતાપભાઈ આહીર તથા ઉમરાળામાં તાલુકા પ્રમુખ રોહિતભાઈ બગદરિયા સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતાં.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભાવનગરના ઉમરાળા તાલુકાના ધોળા ગામે આવેલ માર્કેટ યાર્ડ ખાતે કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાનાં વરદ હસ્તે કપાસની ખરીદી માટે સી.સી.આઈ.કેન્દ્રનો શુભારંભ કરાવ્યો હતો. સાથે સાથે આ તકે ઉપસ્થિત ખેડૂતો સાથે પણ મંત્રીએ સંવાદ કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
માર્કેટ યાર્ડમાં કપાસ ખરીદ કેન્દ્ર શરૂ
આ તકે મંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ખેડૂતોની સ્મૃદ્ધિ એ સરકારની મુખ્ય પ્રાથમિકતા છે. ઉમરાળાના ખેડૂતોની સુવિધા માટે ધોળા માર્કેટ યાર્ડમાં કપાસ ખરીદ કેન્દ્ર શરૂ કરવામાં આવી રહ્યું છે. ભારત સરકારના સી.સી.આઇ. દ્વારા અપાયેલ આ ખરીદ કેન્દ્રથી આશરે ૩૪,૦૦૦ જેટલા ખેડૂતોને ફાયદો મળશે. આ વિસ્તારમાં મોટાભાગના ખેડૂતો કપાસની ખેતી કરે છે, ત્યારે ધોળા માર્કેટ યાર્ડમાં જ ખરીદ કેન્દ્ર ખૂલવાથી ખેડૂતો ઘર-આંગણે કપાસ વેચી શકાશે .ખેડૂતોને MSP ઉપર કપાસ વેચવા માટે હવે સુવિધા રહેશે.
મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યાં
તેમણે વધુમાં ઉમેર્યું કે, અહીંના ખેડૂતોની માંગણીને ધ્યાને લઈ ધોળા ખાતે CCI-ખરીદ કેન્દ્ર મંજૂર કરવા બદલ કેન્દ્રિય મંત્રી ગિરિરાજસિંઘજીનો આભાર વ્યક્ત કર્યો હતો. ખેડૂતોની સુવિધા માટે બનેલું આ કેન્દ્ર "સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ" ના મંત્રને સાકાર કરી રહ્યું છે.આ તકે ગઢડાના ધારાસભ્ય શંભુનાથજી ટુંડીયા, શ્રી પેથાભાઈ આહીર, શ્રી પ્રતાપભાઈ આહીર તથા ઉમરાળામાં તાલુકા પ્રમુખ રોહિતભાઈ બગદરિયા સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતાં.