Bhavnagar : સરદાર બાગ ખાતે સરદાર પટેલની 151મી જન્મ જયંતિની ત્રિવિધ કાર્યક્રમો સાથે ઉજવણી

Nov 1, 2026 - 04:00
Bhavnagar : સરદાર બાગ ખાતે સરદાર પટેલની 151મી જન્મ જયંતિની ત્રિવિધ કાર્યક્રમો સાથે ઉજવણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મ જયંતિ 31મી ઓક્ટોબરના રોજ શહેરના સરદાર બાગ ખાતે સરદાર યુવા મંડળ ભાવનગર દ્વારા ત્રીવીધ કાર્યક્રમો સાથે ઉજવાઈ હતી. આંખ તપાસીને 147 ભાઈ-બહેનોને વિનામુલ્યે ચશ્મા આપવામાં આવ્યા તથા સરદાર સાહેબની તસ્વીરોનું પ્રદર્શન અને પુષ્પાજંલી અર્પણ કરવામાં આવી હતી. ભાવનગર મહાનગર પાલિકાના કમિશ્નર મીણા ઉપસ્થિત રહ્યા હતા. સરદાર સાહેબની તસ્વીરોનું પ્રદર્શન નિહાળ્યુ હતુ. કાર્યક્રમમાં રામદેવેસિંહ ગોહિલ, ભારતીબેન બારૈયા, પથુભા રાણા, કીરીટભાઈ હાડા, નીતીનભાઈ વેગડ, કલ્પેશ બધેકા, રાજુભાઈ રાબડીયા, ભાવનાબેન સોનાણી, બળદેવસિંહ ગોહિલ ઉપસ્થિત રહીને સરદાર સાહેબને પુષ્પાજંલી અર્પણ કરી હતી. આ કાર્યક્રમોન સફળ બનાવવા મંડળના ભરત મોણપરા, જીવરાજ કંટારીયા, ભરત મકવાણા, યોગેશ દીયોરા, અશોક પંડયા, મનીષ પરમાર, અશોક મકવાણા, હીરેન જાજલ, શાંતીભાઈ ગોપાણીએ જહેમત ઉઠાવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0