Bhavnagar: શેત્રુંજી ડેમમાં ધસમસતા નીરની આવકથી 20 દરવાજા ખોલવા પડ્યા

ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ડેમમાં 1800 ક્યૂસેક નવા પાણીની આવક ચાલુ થતા દરવાજા ખોલવા પડ્યા. ભાવનગરનો શેત્રુંજી ડેમ છેલ્લા પંદર દિવસથી નિરંતર ઓવરફ્લો થઈ રહ્યો છે, આજે એકાએક પાણીની આવક વધતા એક સાથે 18 દરવાજા ખોલવા પડયા હતા, ઢળતી સાંજે આવક ધીમી પડતા 10 ગેટ બંધ કરાયા હતા, આ સિવાય પણ મહુવાના માલણ, રોજકી, તળાજાનો પિંગળી ડેમ પણ ઓવરફ્લો યથાવત રહ્યા છે. ભાવનગર જિલ્લાના ડઝન મોટા જળાશયો પૈકી જીવાદોરી ગણી શકાય તેવો પાલિતાણા તાલુકાના શેત્રુંજી ડેમમાં ધીમી ગતિએ 450 ક્યૂસેકની આવક જારી રહેતા 5 દરવાજા એક ફુટ અંતરે ખુલ્લા રખાયા હતા, પરંતુ ગઈ કાલે ઉપરવાસમાંથી ધસમસતા 1800 ક્યૂસેક નીરની આવક ચાલુ થઈ હતી, જેથી ડેમના 20 દરવાજા ખોલવા પડ્યા હતા, દરમિયાનમાં સાંજના સમયે આવક ધીમી પડીને 900 ક્યૂસેક થવાથી 10 દરવાજા બંધ કરી દેવાયા હતા. આ ઉપરાંત ભાવનગર જિલ્લાના મહુવાના માલણ, રોજકી, તળાજાનો પિંગળી ડેમ પણ ઓવરફ્લો ચાલુ છે, માલણમાં 35 ક્યૂસેકની આવક સામે જાવક ચાલુ છે, રોજકીમાં 183 ક્યૂસેક આવક સામે જાવક રહી હતી, તેમજ પિંગળીમાં 21 ક્યુસેક આવક સામે જાવક ચાલુ હોવાનું સૂત્રોએ જણાવ્યુ હતું.

Bhavnagar: શેત્રુંજી ડેમમાં ધસમસતા નીરની આવકથી 20 દરવાજા ખોલવા પડ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ડેમમાં 1800 ક્યૂસેક નવા પાણીની આવક ચાલુ થતા દરવાજા ખોલવા પડ્યા. ભાવનગરનો શેત્રુંજી ડેમ છેલ્લા પંદર દિવસથી નિરંતર ઓવરફ્લો થઈ રહ્યો છે, આજે એકાએક પાણીની આવક વધતા એક સાથે 18 દરવાજા ખોલવા પડયા હતા, ઢળતી સાંજે આવક ધીમી પડતા 10 ગેટ બંધ કરાયા હતા, આ સિવાય પણ મહુવાના માલણ, રોજકી, તળાજાનો પિંગળી ડેમ પણ ઓવરફ્લો યથાવત રહ્યા છે.


ભાવનગર જિલ્લાના ડઝન મોટા જળાશયો પૈકી જીવાદોરી ગણી શકાય તેવો પાલિતાણા તાલુકાના શેત્રુંજી ડેમમાં ધીમી ગતિએ 450 ક્યૂસેકની આવક જારી રહેતા 5 દરવાજા એક ફુટ અંતરે ખુલ્લા રખાયા હતા, પરંતુ ગઈ કાલે ઉપરવાસમાંથી ધસમસતા 1800 ક્યૂસેક નીરની આવક ચાલુ થઈ હતી, જેથી ડેમના 20 દરવાજા ખોલવા પડ્યા હતા, દરમિયાનમાં સાંજના સમયે આવક ધીમી પડીને 900 ક્યૂસેક થવાથી 10 દરવાજા બંધ કરી દેવાયા હતા. આ ઉપરાંત ભાવનગર જિલ્લાના મહુવાના માલણ, રોજકી, તળાજાનો પિંગળી ડેમ પણ ઓવરફ્લો ચાલુ છે, માલણમાં 35 ક્યૂસેકની આવક સામે જાવક ચાલુ છે, રોજકીમાં 183 ક્યૂસેક આવક સામે જાવક રહી હતી, તેમજ પિંગળીમાં 21 ક્યુસેક આવક સામે જાવક ચાલુ હોવાનું સૂત્રોએ જણાવ્યુ હતું.