Bhavnagar: શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા, રોડ પર ભરાયા પાણી
વરસાદી ઝાપટા શરૂ થતાં જ અનેક માર્ગ પર પાણી ભરાયાભીલવાડા સર્કલ, સાંઢીયાવાડ, ક્રેસન્ટ, ડોન ચોક, શિશુવિહારમાં વરસાદી ઝાપટા ભારે તડકાની વચ્ચે વરસાદી ઝાપટા વરસી રહ્યા છે ભાવનગર શહેરમાં ફરી વરસાદ શરૂ થયો છે અને શહેરના અનેક વિસ્તારોમાં ફરી ધોધમાર વરસાદી ઝાપટા શરૂ થયા છે. શહેરમાં ભારે તડકાની વચ્ચે વરસાદી ઝાપટા વરસી રહ્યા છે અને અનેક માર્ગ પર પાણી ભરાયા છે. શહેરના ક્રેસન્ટ, ડોન ચોક, શિશુવિહાર સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસાદના કારણે અનેક રોડ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે. શહેરના ભીલવાડા સર્કલ, સાંઢીયાવાડ, ક્રેસન્ટ, ડોન ચોક, શિશુવિહાર સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા છે. ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા વરસેલા ભારે વરસાદના પગલે ભાવનગર-અમદાવાદ હાઈવે બંધ કરવામાં આવ્યો હતો. કાળુભાર નદી બે કાંઠે થતાં હાઈવે બંધ કરવામાં આવ્યો હતો. ઉમરાળા અને વલ્લભીપુરના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા હતા અને કાળુભાર નદીના પુલ ઉપરથી પાણી વહેવા લાગ્યા હતા, જેના કારણે વાહન ચાલકોને રંઘોળા, સિહોર ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ભારે વરસાદને પગલે અનેક લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા અને ઘણા પરિવારોની સ્થાળાંતર કરાવવામાં આવ્યું હતું. શહેરમાં ઓછો વરસાદ આગામી સમયમાં પીવાના પાણીની સમસ્યા સર્જાઈ શકે ઉલ્લેખનીય છે કે આ સિઝનમાં ભાવનગર શહેરમાં પડેલા ઓછા વરસાદને પગલે આગામી સમયમાં પીવાના પાણીની સમસ્યા સર્જાઈ શકે છે. પાણીની સમસ્યા ના રહે તે માટે શહેરના બોરતળાવને સૌની યોજના હેઠળ ભરવા કરવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી છે. ભાવનગરના ધારાસભ્ય અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ પત્ર લખીને આ અંગે રજુઆત કરી છે. ધારાસભ્ય જીતુ વાઘાણીએ પત્ર લખીને આ અંગે રજુઆત કરી રૂપિયા 150 કરોડના ખર્ચે નાખવામાં આવેલી સૌની યોજના હેઠળ બોરતળાવમાં પાણી ભરવા પત્ર દ્વારા માગ કરવામાં આવી છે. હાલમાં બોરતળાવની સપાટી 29.10 ફૂટ છે અને બોરતળાવમાંથી ભાવનગર શહેરને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે, બોરતળાવમાં સૌની યોજના હેઠળ પાણી ભરવા ધારાસભ્ય જીતુ વાઘાણીએ મનપાના મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન અને કમિશ્નર સાથે ચર્ચા કર્યા બાદ પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- વરસાદી ઝાપટા શરૂ થતાં જ અનેક માર્ગ પર પાણી ભરાયા
- ભીલવાડા સર્કલ, સાંઢીયાવાડ, ક્રેસન્ટ, ડોન ચોક, શિશુવિહારમાં વરસાદી ઝાપટા
- ભારે તડકાની વચ્ચે વરસાદી ઝાપટા વરસી રહ્યા છે
ભાવનગર શહેરમાં ફરી વરસાદ શરૂ થયો છે અને શહેરના અનેક વિસ્તારોમાં ફરી ધોધમાર વરસાદી ઝાપટા શરૂ થયા છે. શહેરમાં ભારે તડકાની વચ્ચે વરસાદી ઝાપટા વરસી રહ્યા છે અને અનેક માર્ગ પર પાણી ભરાયા છે.
શહેરના ક્રેસન્ટ, ડોન ચોક, શિશુવિહાર સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા
વરસાદના કારણે અનેક રોડ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે. શહેરના ભીલવાડા સર્કલ, સાંઢીયાવાડ, ક્રેસન્ટ, ડોન ચોક, શિશુવિહાર સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા છે. ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા વરસેલા ભારે વરસાદના પગલે ભાવનગર-અમદાવાદ હાઈવે બંધ કરવામાં આવ્યો હતો.
કાળુભાર નદી બે કાંઠે થતાં હાઈવે બંધ કરવામાં આવ્યો હતો. ઉમરાળા અને વલ્લભીપુરના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા હતા અને કાળુભાર નદીના પુલ ઉપરથી પાણી વહેવા લાગ્યા હતા, જેના કારણે વાહન ચાલકોને રંઘોળા, સિહોર ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ભારે વરસાદને પગલે અનેક લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા અને ઘણા પરિવારોની સ્થાળાંતર કરાવવામાં આવ્યું હતું.
શહેરમાં ઓછો વરસાદ આગામી સમયમાં પીવાના પાણીની સમસ્યા સર્જાઈ શકે
ઉલ્લેખનીય છે કે આ સિઝનમાં ભાવનગર શહેરમાં પડેલા ઓછા વરસાદને પગલે આગામી સમયમાં પીવાના પાણીની સમસ્યા સર્જાઈ શકે છે. પાણીની સમસ્યા ના રહે તે માટે શહેરના બોરતળાવને સૌની યોજના હેઠળ ભરવા કરવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી છે. ભાવનગરના ધારાસભ્ય અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ પત્ર લખીને આ અંગે રજુઆત કરી છે.
ધારાસભ્ય જીતુ વાઘાણીએ પત્ર લખીને આ અંગે રજુઆત કરી
રૂપિયા 150 કરોડના ખર્ચે નાખવામાં આવેલી સૌની યોજના હેઠળ બોરતળાવમાં પાણી ભરવા પત્ર દ્વારા માગ કરવામાં આવી છે. હાલમાં બોરતળાવની સપાટી 29.10 ફૂટ છે અને બોરતળાવમાંથી ભાવનગર શહેરને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે, બોરતળાવમાં સૌની યોજના હેઠળ પાણી ભરવા ધારાસભ્ય જીતુ વાઘાણીએ મનપાના મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન અને કમિશ્નર સાથે ચર્ચા કર્યા બાદ પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.