Bhavnagar: ફ્રી વેબ સિરીઝ જોવાની ઘેલછામાં સસરા-જમાઈ કંગાળ, 1.22 લાખની ઓનલાઈન ઠગાઈ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભાવનગરમાં ફ્રી મૂવીઝ અને નવી વેબ સિરીઝ જોવાની લાલચે સસરા અને જમાઈને મોટું આર્થિક નુકસાન પહોંચાડ્યું છે. ઇન્સ્ટાગ્રામ સ્ક્રૉલ કરતી વખતે એક આકર્ષક જાહેરાત જોવી આ પરિવારને એટલી ભારે પડી કે માત્ર થોડી જ મિનિટોમાં બંનેના પરસેવાની કમાણીના રૂ. 1.22 લાખ ઓનલાઇન ગાયબ થઈ ગયા હતા.
એપ ઇન્સ્ટોલ થતા જ એકાઉન્ટ હેક થયા
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ભોગ બનનાર સસરા અને જમાઈએ ઇન્સ્ટાગ્રામ પર “ટ્યુબી ટીવી” નામની એક એપ્લિકેશનની એડ જોઈ હતી, જેમાં મફતમાં પ્રીમિયમ મૂવીઝ અને વેબ સિરીઝ જોવાની ઑફર આપવામાં આવી હતી. આ લાલચમાં આવીને બંનેએ પોતાના સ્માર્ટફોનમાં એ લિંક પરથી એપ ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરી લીધી હતી. એપ ઇન્સ્ટોલ થતી વખતે મોબાઇલમાં કેટલીક પરમિશન (Permissions) માંગવામાં આવી હતી, જે યુઝર્સે અજાણતા એલો કરી દીધી હતી. આ પરમિશન મળતાની સાથે જ સાયબર માફિયાઓએ બંનેના મોબાઇલ ફોન સંપૂર્ણપણે હેક કરી લીધા હતા.
સાયબર ક્રાઇમમાં અજાણ્યા શખ્સ સામે ગુનો દાખલ
મોબાઇલ હેક થતાની સાથે જ બેંકમાંથી પૈસા ઉપડવાના મેસેજ આવવા લાગ્યા હતા. સાયબર ગઠિયાઓએ સસરાના બેંક ખાતામાંથી રૂ. ૫૨ હજાર અને જમાઈના ખાતામાંથી રૂ. 70 હજાર પળવારમાં ટ્રાન્સફર કરી લીધા હતા. પોતાની સાથે બહુ મોટી ઓનલાઇન છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં જ સસરા-જમાઈ ભાવનગર સાયબર ક્રાઇમ પોલીસ મથકે પહોંચ્યા હતા. પોલીસે આ મામલે ટેકનિકલ સર્વેલન્સ અને બેંક એકાઉન્ટના ટ્રાન્ઝેક્શન આઈડીના આધારે અજાણ્યા ગુનેગારો સામે આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો: Vadodara: ગોત્રીમાં બન્યું શહેરનું પ્રથમ અત્યાધુનિક યોગ સેન્ટર, પાલિકા બીજા 19 સેન્ટરો બનાવશે
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

