Bhavnagar : ટ્રૅનમા મોબાઇલમા સ્પીકર મોડ પર સંગીત વગાડનાર 1 હજારનો દંડ !
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભાવનગ રેલવે ડિવિજન સંચાલિત ટ્રૅન અને તેના રેલવે પરિસરમા મોબાઇલ ફોનમા સ્પીકર મોડ પર સંગીત વગાડનાર 1 હજારનો દંડ ફટકારવામા આવશે. વેસ્ટર્ન રેલવેના ભાવનગર મંડળના મંડળ રેલવે પ્રબંધક દિનેશ વર્માએ મુસાફરોને અપીલ કરતા જણાવ્યુ હતુ કે, તેઓ સહયાત્રીઓના આરામ અને સુવિધાને ધ્યાનમાં રાખીને ટ્રેનો તેમજ રેલવે પરિસરમાં મોબાઇલ ફોન અને ઓડિયો ડિવાઇસનો વિવેકપૂર્ણ ઉપયોગ કરે. આ અંગે ભાવનગર રેલવે ડિવિઝનના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ મુસાફરોને અનુરોધ કર્યો હતો કે, તેઓ સ્પીકર મોડ પર સંગીત અથવા વીડિયો વગાડવાનુ ટાળે અને શક્ય હોય ત્યાં સુધી ઇયરફોન અથવા હેડફોનનો ઉપયોગ કરે. આ ઉપરાંત, ટ્રેનમાં મુસાફરી દરમિયાન અથવા રેલવે પરિસરમાં ઊંચા અવાજે વાતચીત કરવાનું પણ ટાળવાની સલાહ આપવામાં આવી છે. કોઈ અધિકૃત રેલવે કર્મચારી દ્વારા મનાઈ કરવામાં આવ્યા છતાં આવું વર્તન ચાલુ રાખવામાં આવે તો અધિનિયમની જોગવાઈઓ અનુસાર વધુ દંડાત્મક કાર્યવાહી પણ થઈ શકે છે. પશ્ચિમ રેલવેનું ભાવનગર મંડળ તમામ મુસાફરોને આ સામાન્ય શિષ્ટાચારનું પાલન કરવા અને સહયાત્રીઓની સુવિધાનું સન્માન કરવા સહયોગ આપવા અપીલ કરાઈ છે.જેથી દરેકની મુસાફરી સુખદ અને સુગમ બની રહે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

