Bhavnagar: SBI લોન કૌભાંડમાં બેન્ક મેનેજરની સંડોવણીનો ઘટસ્ફોટ, 1.35 કરોડના ફ્રોડ કેસમાં પોલીસે ચીફ મેનેજરને દબોચ્યા

May 7, 2026 - 16:00
Bhavnagar: SBI લોન કૌભાંડમાં બેન્ક મેનેજરની સંડોવણીનો ઘટસ્ફોટ, 1.35 કરોડના ફ્રોડ કેસમાં પોલીસે ચીફ મેનેજરને દબોચ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભાવનગર શહેરમાં પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ (PMEGP) હેઠળ લોન લેવાના નામે આચરવામાં આવેલા કરોડો રૂપિયાના કૌભાંડમાં નિલમબાગ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. આ કૌભાંડના તાર છેક બેન્કના ઉચ્ચ અધિકારી સુધી પહોંચતા પોલીસે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) ના ચીફ મેનેજર સંતોષ કુમારની ધરપકડ કરી છે.

ભાવનગરમાં 1.35 કરોડનું લોન કૌભાંડ

ગત 31 માર્ચના રોજ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં PMEGP યોજના હેઠળ ₹1.35 કરોડની લોન મેળવવામાં ગેરરીતિ અને છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ યોજના હેઠળ નાના ઉદ્યોગ સાહસિકોને સહાય આપવામાં આવે છે, પરંતુ અહીં બોગસ દસ્તાવેજોના આધારે લોન મેળવી સરકારી નાણાંનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો.

ચીફ મેનેજરની શંકાસ્પદ ભૂમિકા

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, એજન્ટો અને લોન ધારકો સાથે મળીને બેન્કના ચીફ મેનેજર સંતોષ કુમારે લોન પાસ કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. દસ્તાવેજોની યોગ્ય ચકાસણી કર્યા વિના અને નિયમોને નેવે મૂકીને કરોડોની લોન મંજૂર કરવામાં આવી હતી. આર્થિક ગુનાની ગંભીરતાને જોતા પોલીસે પુરાવા એકત્ર કરી મેનેજરની અટકાયત કરી છે.અગાઉ 6 લોકોની થઈ હતી ધરપકડ

આ કેસમાં પોલીસ પહેલાથી જ સક્રિય હતી. અગાઉ આ કૌભાંડમાં સામેલ 4 મહિલા લોન ધારકો અને છેતરપિંડીનું નેટવર્ક ચલાવતા 2 એજન્ટોની ધરપકડ કરવામાં આવી હતી. આ આરોપીઓની પૂછપરછમાં બેન્ક મેનેજરનું નામ સામે આવતા પોલીસે તપાસ તેજ કરી હતી. નિલમબાગ પોલીસ હવે આ કૌભાંડમાં અન્ય કોઈ કર્મચારી કે અધિકારી સામેલ છે કે કેમ તે દિશામાં ઝીણવટભરી તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: Gandhinagar: કલેક્ટરો માત્ર પ્રોટોકોલ સુધી સીમિત ન રહે, ટૂરિઝમ અને જનસેવા પર ધ્યાન આપે-DyCM

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0