Bhavnagar News: મહુવાની વડલી ચોકડી પાસે બે જૂથ વચ્ચે મારામારી, 7 ઈજાગ્રસ્ત

May 27, 2026 - 23:00
Bhavnagar News: મહુવાની વડલી ચોકડી પાસે બે જૂથ વચ્ચે મારામારી, 7 ઈજાગ્રસ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના વડલી ચોકડી નજીક આજે બપોરના સમયે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી હતી. ક્રિકેટ રમવા જેવી સામાન્ય બાબતની જૂની અદાવત રાખીને બે જૂથના લોકો સામસામે આવી ગયા હતા. બંને પક્ષે ધોકા, પાઇપ અને તીક્ષ્ણ હથિયારો ઉછળતા સશસ્ત્ર ધીંગાણું સર્જાયું હતું, જેમાં બંને જૂથના મળી કુલ 7 વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

ક્રિકેટ રમવાની બાબતનું મનદુઃખ લોહિયાળ બન્યું

ઘટનાની મળતી માહિતી અનુસાર, મહુવાની વડલી ચોકડી નજીક ભરવાડ સમાજ અને કોળી સમાજના કેટલાક વ્યક્તિઓ વચ્ચે અગાઉ ક્રિકેટ રમવા બાબતે બોલાચાલી અને માથાકૂટ થઈ હતી. આ બાબતનું જૂનું મનદુઃખ રાખીને આજે બપોરે બંને પક્ષના લોકો હથિયારો સાથે સામસામે આવી ગયા હતા. જોતજોતામાં મામલો એટલો બિચક્યો હતો કે, બંને જૂથોએ એકબીજા પર લોખંડના પાઇપ, લાકડાના ધોકા અને તીક્ષ્ણ હથિયારો વડે હિચકારો હુમલો કરી દીધો હતો.

સામસામે હુમલામાં 7 લોકો ઘાયલ, હોસ્પિટલ ખસેડાયા

આ હિંસક અથડામણમાં બંને પક્ષના થઈને કુલ 7 લોકોને નાની-મોટી અને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. તમામ ઈજાગ્રસ્તોને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક પ્રથમ સારવાર માટે મહુવાની જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી તેઓને વધુ અને સઘન સારવાર અર્થે મહુવાની હનુમાન હોસ્પિટલ ખાતે શિફ્ટ કરવામાં આવ્યા છે.

પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો

ભરબપોરે જાહેર ચોકડી નજીક થયેલી આ અશાંતિની જાણ થતાં જ મહુવા પોલીસનો મોટો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે અને ત્યારબાદ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે સ્થિતિને કાબૂમાં લઈને આસપાસના ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. હાલ પોલીસે બંને પક્ષના નિવેદનો નોંધવાની અને ગુનો દાખલ કરીને હુમલાખોરોની અટકાયત કરવાની તજવીજ હાથ ધરી છે. આ ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં હજુ પણ તંગદિલીનો માહોલ જોવા મળી રહ્યો છે.


આ પણ વાંચો - વાંચો 28 મેના રોજ બનનારી મહત્વની ઘટનાઓ વિશે


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0