Bhavnagar News : ભાવનગર જિલ્લા ભાજપમાં આંતરિક વિખવાદ, પૂર્વ પ્રમુખ મુકેશ લંગાળીયાને શિસ્તભંગની નોટિસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભાવનગર જિલ્લા ભાજપમાં આંતરિક વિખવાદ સામે આવ્યો છે, જેમાં પૂર્વ પ્રમુખ મુકેશ લંગાળીયાને શિસ્તભંગની નોટિસ આપવામાં આવી છે, ગઢડા MLA શંભુનાથ ટૂંડિયા પર લગાવ્યા હતા આક્ષેપ, સરપંચ સંમેલનમાં આક્ષેપ લગાવતા ફટકારી નોટિસ અને સરકારી કામોમાં ભ્રષ્ટાચારના લગાવ્યા હતા આક્ષેપ.
કોન્ટ્રાક્ટર પાસેથી રૂપિયા લેવાના આક્ષેપ લગાવ્યા હતા
મુકેશ લંગાળીયાને 7 દિવસમાં જવાબ આપવા નોટિસ આપવામાં આવી છે, વિવાદને લઇ ભાજપની બંધ બારણે બેઠક યોજાઇ હતી અને બેઠકમાં 15 ગામના સરપંચો પણ રહ્યા હતા હાજર, જિલ્લા ભાજપમાં ભાજપનો આંતરિક વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપ ના જ ધારાસભ્ય સામે ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવવા બદલ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ મુકેશ લંગાળીયાને શિસ્ત ભંગની નોટિસ ફટકારાઈ છે. ગઢડા વિધાનસભાના ધારાસભ્ય શંભુનાથજી ટુંડિયા સામે તેમના જ મતવિસ્તારમાં 37 ગામના સરપંચોનું સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં સરકારી કામો માં ભ્રષ્ટાચાર અને કોન્ટ્રાક્ટરો પાસેથી રૂપિયા લેવાના આક્ષેપો જાહેર મંચ ઉપરથી પૂર્વ પ્રમુખ મુકેશ લંગાળીયા દ્વારા કરવામાં આવ્યા હતા.
દિગ્વિજયસિંહ ગોહિલ દ્વારા પ્રદેશ કક્ષાએ ફરિયાદ કરવામાં આવી હતી
આ બાબતે ભાવનગર જિલ્લા ભાજપ ના વર્તમાન પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ દ્વારા પ્રદેશ કક્ષાએ ફરિયાદ કરવામાં આવી હતી અને જિલ્લા ભાજપ પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ દ્વારા પ્રદેશની સૂચના અનુસાર નોટિસ આપી સાત દિવસ માં જવાબ આપવા જણાવ્યું હતું, ભાવનગર જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને વર્તમાન ધારાસભ્ય વચ્ચેના ગજગ્રાહને શાંત પાડવા માટે જિલ્લા ભાજપ પ્રમુખની અધ્યક્ષ સ્થાને બંધ બારણે એક મિટીંગ યોજાઇ હતી. ભાજપનો વિવાદ શાંત કરવા માટે ભાવનગર જિલ્લા ભાજપના કાર્યાલય ખાતે બંધ બારણે મિટીંગ યોજાઇ જેમાં 15 સરપંચ અને ભાજપના કાર્યકર્તાઓ સાથે હતા. પૂર્વ પ્રમુખ મુકેશ લંગાળીયાના સમર્થનમાં વલભીપુર તાલુકાના 15 સરપંચ અને ભાજપના કાર્યકરોએ બંધ બારણે જિલ્લા ભાજપના પ્રમુખ સાથે મિટીંગ યોજી અને પૂર્વ પ્રમુખ મુકેશ લંગાળીયાને સમર્થન આપ્યું હતું.
What's Your Reaction?






