Bhavnagar News: પોલિયો હોવા છતાં હિંમત ના હારી, ચીનના બેઈજિંગ ખાતે આ દિવ્યાંગ ખેલાડી ભારતનું પ્રતિનિધિત્વ કરશે

Oct 7, 2025 - 21:00
Bhavnagar News: પોલિયો હોવા છતાં હિંમત ના હારી, ચીનના બેઈજિંગ ખાતે આ દિવ્યાંગ ખેલાડી ભારતનું પ્રતિનિધિત્વ કરશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પોલિયો હોવા છતાં ક્યારેય હિંમત ન હારનાર અને અનન્ય સંઘર્ષથી આગળ વધનાર ઇન્ટરનેશનલ પેરા ટેબલ ટેનિસ સિલ્વર મેડાલિસ્ટ અલ્પેશ સુતરીયા ચીન ખાતે યોજાનારી ઇન્ટરનેશનલ પેરા ટેબલ ટેનિસ એશિયન ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદગી પામ્યા છે.અલ્પેશ સુતરીયા એશિયન પેરા ચેમ્પિયનશિપ 2025 જે 14 થી 19 ઓક્ટોબર 2025 સુધી બેઈજિંગ, ચાઈના ખાતે યોજાઈ રહી છે, તેમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

દિવ્યાંગ ખેલાડી ભારતનું પ્રતિનિધિત્વ કરશે

અલ્પેશ સુતરીયા મૂળ બોટાદ જિલ્લાના ઝમરાળા ગામના વતની અને હાલમાં ભાવનગર શહેરમાં ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટમાં પોસ્ટલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવી રહ્યા છે.નાનપણથી પોલિયોનો ભોગ બન્યા હોવા છતાં તેમણે પોતાની ખામી ક્યારેય સપનાઓની આડે આવવા દીધી નથી.સ્ટાફ સિલેક્શન કમિશનની ગ્રેજ્યુએટ લેવલ પરીક્ષા પાસ કરીને પ્રથમ પોસ્ટિંગ યુપી સર્કલમાં મેળવી હતી અને સાથે જ રમતગમત ક્ષેત્રે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે.સ્પોર્ટ્સ ક્ષેત્રે તેમના કારકિર્દીની કેટલીક મહત્વપૂર્ણ સિદ્ધિઓ જોઈએ તો તેઓએ ઇન્ટરનેશનલ લેવલ પર સિલ્વર મેડલ તથા બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે.

અનેક વખત રાષ્ટ્રીય સ્તરે મેડલ જીત્યા

આ ઉપરાંત અનેક વખત રાષ્ટ્રીય સ્તરે મેડલ જીત્યા છે. ખેલ મહાકુંભ અને પેરા ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં મેડલ વિજેતા જીતી ચૂક્યા છે.અલ્પેશ સુતરીયાની પત્ની સંગીતા સુતરીયા પોતે પણ પોલિયોગ્રસ્ત હોવા છતાં એક મા, પત્ની અને સામાજિક જવાબદારીઓ સાથે પોતાના ખેલ કારકિર્દીમાં સફળતાપૂર્વક આગળ વધી રહ્યા છે. તેઓ પણ ભારત અને ગુજરાત માટે મેડલ જીતી ચૂક્યા છે તથા આંતરરાષ્ટ્રીય સ્તરે સફળતા હાંસલ કરી છે. દિવ્યાંગ દંપત્તિનું સ્વપ્ન કોમનવેલ્થ ગેમ્સ અને એશિયન ગેમ્સમાં ભાગ લેવાનું છે.તેઓ હાલમાં ઇન્ટરનેશનલ રેન્કિંગ સુધારવા માટે સતત મહેનત કરી રહ્યા છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0