Bhavnagar News: જેસરની સ્કૂલમાં શિક્ષકની બદલી થતાં રોષ, વિદ્યાર્થીઓ સ્કૂલ છોડવા તૈયાર થયા

Jul 25, 2025 - 19:00
Bhavnagar News: જેસરની સ્કૂલમાં શિક્ષકની બદલી થતાં રોષ, વિદ્યાર્થીઓ સ્કૂલ છોડવા તૈયાર થયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભાવનગરના જેસરમાં શિક્ષકની બદલી થતાં બાળકો અને વાલીઓમાં રોષ ફેલાયો હતો. શિક્ષકની બદલી થતાં વિદ્યાર્થીઓ સ્કૂલ છોડવા તૈયાર થઈ ગયા હતાં. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સ્કૂલમાં લિવિંગ સર્ટિફિકેટ લેવા માટે પહોંચી ગયા હતાં.

મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ LC કઢાવવા માટે પહોંચ્યા

પ્રાપ્ત વિગતો પ્રમાણે ભાવનગરના જેસરમાં તાતણિયા સરકારી માધ્યમિક સ્કૂલના શિક્ષકની બદલી થતાં વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રોષ ફેલાયો હતો. સ્કૂલના વિદ્યાર્થીઓ શિક્ષકની બદલી થતાં સ્કૂલ છોડવા તૈયાર થઈ ગયા હતાં. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સ્કૂલમાં પોતાનું લિવિંગ સર્ટિફિકેટ લેવા માટે પહોંચ્યા હતાં. વિદ્યાર્થીઓમાં શિક્ષકની બદલી થતાં નારાજગી જોવા મળી હતી.

સ્કૂલના શિક્ષકની બદલી થતાં વિદ્યાર્થીઓમાં નારાજગી

વિદ્યાર્થીઓ અને વાલીઓ સ્કૂલમાં એલસી લેવા ગયા ત્યારે શિક્ષકે એવું કહ્યું હતું કે, સાત દિવસ બાદ કાઢી આપવામાં આવશે. સામે વાલીઓએ કહ્યું હતું કે, અત્યારે સાત દિવસ પછી અમારા બાળકને અમારે ક્યા ભણવા બેસાડવા એનો જવાબ આપો. જેથી વહેલી તકે વિદ્યાર્થીઓને એલસી કાઢી આપો. વાલીઓ અને વિદ્યાર્થીઓની નારાજગીને લઈને સ્કૂલ તંત્ર પણ મુંઝવણમાં મુકાયું હતું.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0