Bhavnagar News: એપ્રિલથી જુલાઈ 2025 સુધીમાં ભાવનગર એસટી વિભાગે સૌથી વધુ આવક મેળવી

Aug 18, 2025 - 19:30
Bhavnagar News: એપ્રિલથી જુલાઈ 2025 સુધીમાં ભાવનગર એસટી વિભાગે સૌથી વધુ આવક મેળવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરી દ્વારા નિગમના 16 વિભાગો તેમજ 125 ડેપોના પહેલી એપ્રિલ 2024થી 31 જુલાઈ 2024 સુધીના સમય ગાળાની તુલનાએ પહેલી એપ્રિલ 2025થી 31 જુલાઈ 2025 સુધી સંચાલનના પરિણામોની સમીક્ષા હાથ ધરાઈ હતી. મધ્યસ્થ કચેરીના વિશ્લેષણ મુજબ નિગમના 16 વિભાગો પૈકી નિગમના ગત વર્ષના ઉપરોકત સમયગાળાની સરખામણીએ ચાલુ વર્ષ મા આવકમા સૌથી વધુ સુધારો પ્રાપ્ત કરેલા કુલ પાંચ વિભાગોની પસંદગી કરવામાં આવી હતી.

ભાવનગર વિભાગે 5.19 કરોડની આવક મેળવી

જે પૈકી ભાવનગર વિભાગે 5.19 કરોડથી વધુ આવક પ્રાપ્ત કરી સમગ્ર નિગમમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. નિગમના કુલ 125 ડેપોની આવક અંગેની સમીક્ષા હાથ ધરતા વિશ્લેષણ મુજબ નિગમમા ગત વર્ષના ઉપરોકત સમયગાળાની સરખામણી એ ચાલુ વર્ષ મા આવકમાનો સુધારો પ્રાપ્ત કરેલ કુલ 10 ડેપોની પસંદગી કરાયેલ જેમા ભાવનગર વિભાગના પાંચ ડેપો જેવા કે બરવાળા, ભાવનગર, ગઢડા, મહુવા અને તળાજા ડેપોનો સમાવેશ થવા પામેલ છે.

2.41 કરોડથી વધુ આવક ઓનલાઈન મેળવી

નિગમના 16 વિભાગો પૈકી નિગમના ગત વર્ષના ઉપરોકત સમયગાળાની સરખામણી એ ચાલુ વર્ષ મા પ્રતિ કી.મી.દીઠ આવકમા સૌથી વધુ સુધારો પ્રાપ્ત કરેલ એવા કુલ પાંચ વિભાગોની પસંદગી કરાયેલ જેમા ભાવનગર વિભાગે પ્રતિ કી.મી.દીઠ આવકમા પણ નોંધપાત્ર સુધારો મેળવી સમગ્ર નિગમમા પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.આ ઉપરાંત ઓનલાઈન રીઝર્વેશનના માધ્યમથી પણ ગત વર્ષની સરખામણી એ 53241 વધુ સીટો બુક થવા પામેલ જેના કારણે રીઝર્વેશનની આવક મા રૂા. 2.41 કરોડથી વધુ આવક પ્રાપ્ત કરેલ છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0