Bhavnagar: BMC દ્વારા 12 કરોડના ખર્ચે મંત્રેશથી રૂવા સુધી રોડ તૈયાર થશે

ભાવનગર શહેરના મંત્રેશથી રુવા રસ્તો ગેરંટી પિરિયડમાં હોવા છતાં એજન્સી માર્ગ અને મકાન વિભાગની સુચના ઘોળીને પી જાય છે. મહાપાલિકાના પદાધિકારીઓને પણ નહીં ગણકાર્યા બાદ આખરે આ રસ્તો માર્ગ અને મકાન વિભાગ પાસેથી હસ્તગત કરીને મહાનગરપાલિકા દ્વારા રૂપિયા 12 કરોડના ખર્ચે બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત ખખડધજ બની ગયેલો સંસ્કાર મંડળથી સહકારી હાટ સુધીનો રસ્તો પણ નવો બનાવાશે. 5.5 કરોડના ખર્ચે સંસ્કાર મંડળથી સહકારી હાટ સુધીના રોડ નવો બનાવાશે ભાવનગર શહેરમાં ઘોઘા રોડ (મંત્રેશ કોમ્પ્લેક્ષ) થી એરપોર્ટ રોડ (રૂવા રવેચી ધામ) સુધીના રીંગરોડને જે-તે સમયે ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા વર્ષ 2019માં બનાવવામાં આવેલ હતો. આ રોડ તદ્દન બિસ્માર હાલતમાં હતો અને પાંચ વર્ષના ગેરંટી પીરીયડમાં હતો તે કામની એજન્સીને રોડ રીપેરીંગ કરવા અંગે અવારનવાર મેયર ભરતભાઈ બારડ તથા સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન રાજુભાઈ રાબડિયા દ્વારા ટકોર કરવા છતાં એજન્સી ગણકારતી ન હતી, એક તબક્કે આ સમગ્ર બાબતે જિલ્લા સંકલન બેઠકમાં પણ પ્રશ્ન ઉઠાવાયો હતો તેમજ સરકારની કક્ષાએ પણ રજૂઆતો કરેલ હતી. તેમ છતાં એજન્સી દ્વારા ગેરંટી પિરિયડમાં હોવા છતાં રોડ રિપેર કરવાનું કામ કર્યું ન હતું. રોડનો ગેરંટી પીરીયડ પૂર્ણ થયેલ હોય આ રસ્તો ભાવનગર મહાનગરપાલિકાની હદમાંથી પસાર થતો હોય તથા લોકોને પડતી પારાવાર મુશ્કેલીનો સત્વરે હલ કરવાના ભાગરૂપે આ રીંગરોડને ફોરલેન પી.ક્યુ.સી. રોડ તથા ડીવાઇડર અને ગ્રીલ સાથે બનાવવા માટે અંદાજિત રૂપિયા બાર કરોડના ખર્ચનાં અંદાજો સાથે ભાવો મંગાવવાની મંજૂરી આપવામાં આવી છે. પી.યુ.સી. રોડ ભારે વાહનોના વધુ વજન સામે લાંબો સમય સુધી ટકી રહે છે. એરપોર્ટ રન-વેમાં પણ આ પ્રકારના રોડ બનાવવામાં આવે છે. આથી આ રોડ લાંબા સમય સુધી ટકી રહે એવા હેતુથી બનાવવાનું નક્કી કરાયું હોવાનું સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા જણાવ્યું હતું. આ ઉપરાંત અંદાજિત 5.5 કરોડના ખર્ચે સંસ્કાર મંડળથી સહકારી હાટ સુધીના રોડને નવીનીકરણ કરી વ્હાઈટ ટોપીંગ રોડ બનાવવા સ્ટેન્ડીંગ કમિટી કક્ષાએથી પરામર્શ આપી ભાવો મંગાવવાની મંજૂરી આપવામાં આવી હતી.

Bhavnagar: BMC દ્વારા 12 કરોડના ખર્ચે મંત્રેશથી રૂવા સુધી રોડ તૈયાર થશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભાવનગર શહેરના મંત્રેશથી રુવા રસ્તો ગેરંટી પિરિયડમાં હોવા છતાં એજન્સી માર્ગ અને મકાન વિભાગની સુચના ઘોળીને પી જાય છે. મહાપાલિકાના પદાધિકારીઓને પણ નહીં ગણકાર્યા બાદ આખરે આ રસ્તો માર્ગ અને મકાન વિભાગ પાસેથી હસ્તગત કરીને મહાનગરપાલિકા દ્વારા રૂપિયા 12 કરોડના ખર્ચે બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત ખખડધજ બની ગયેલો સંસ્કાર મંડળથી સહકારી હાટ સુધીનો રસ્તો પણ નવો બનાવાશે.

5.5 કરોડના ખર્ચે સંસ્કાર મંડળથી સહકારી હાટ સુધીના રોડ નવો બનાવાશે

ભાવનગર શહેરમાં ઘોઘા રોડ (મંત્રેશ કોમ્પ્લેક્ષ) થી એરપોર્ટ રોડ (રૂવા રવેચી ધામ) સુધીના રીંગરોડને જે-તે સમયે ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા વર્ષ 2019માં બનાવવામાં આવેલ હતો. આ રોડ તદ્દન બિસ્માર હાલતમાં હતો અને પાંચ વર્ષના ગેરંટી પીરીયડમાં હતો તે કામની એજન્સીને રોડ રીપેરીંગ કરવા અંગે અવારનવાર મેયર ભરતભાઈ બારડ તથા સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન રાજુભાઈ રાબડિયા દ્વારા ટકોર કરવા છતાં એજન્સી ગણકારતી ન હતી, એક તબક્કે આ સમગ્ર બાબતે જિલ્લા સંકલન બેઠકમાં પણ પ્રશ્ન ઉઠાવાયો હતો તેમજ સરકારની કક્ષાએ પણ રજૂઆતો કરેલ હતી.

તેમ છતાં એજન્સી દ્વારા ગેરંટી પિરિયડમાં હોવા છતાં રોડ રિપેર કરવાનું કામ કર્યું ન હતું. રોડનો ગેરંટી પીરીયડ પૂર્ણ થયેલ હોય આ રસ્તો ભાવનગર મહાનગરપાલિકાની હદમાંથી પસાર થતો હોય તથા લોકોને પડતી પારાવાર મુશ્કેલીનો સત્વરે હલ કરવાના ભાગરૂપે આ રીંગરોડને ફોરલેન પી.ક્યુ.સી. રોડ તથા ડીવાઇડર અને ગ્રીલ સાથે બનાવવા માટે અંદાજિત રૂપિયા બાર કરોડના ખર્ચનાં અંદાજો સાથે ભાવો મંગાવવાની મંજૂરી આપવામાં આવી છે. પી.યુ.સી. રોડ ભારે વાહનોના વધુ વજન સામે લાંબો સમય સુધી ટકી રહે છે. એરપોર્ટ રન-વેમાં પણ આ પ્રકારના રોડ બનાવવામાં આવે છે. આથી આ રોડ લાંબા સમય સુધી ટકી રહે એવા હેતુથી બનાવવાનું નક્કી કરાયું હોવાનું સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા જણાવ્યું હતું.

આ ઉપરાંત અંદાજિત 5.5 કરોડના ખર્ચે સંસ્કાર મંડળથી સહકારી હાટ સુધીના રોડને નવીનીકરણ કરી વ્હાઈટ ટોપીંગ રોડ બનાવવા સ્ટેન્ડીંગ કમિટી કક્ષાએથી પરામર્શ આપી ભાવો મંગાવવાની મંજૂરી આપવામાં આવી હતી.