Bhavnagar : સ્પાની આડમાં માનવ તસ્કરી કરતા પકડાયેલી શબાનાની 80 લાખની મિલકત પોલીસ જપ્ત કરશે

May 21, 2026 - 11:30
Bhavnagar : સ્પાની આડમાં માનવ તસ્કરી કરતા પકડાયેલી શબાનાની 80 લાખની મિલકત પોલીસ જપ્ત કરશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાત રાજ્યમાં અસામાજિક પ્રવૃત્તિઓ આચરનારાઓ વિરૂદ્ધ ભાવનગર પોલીસે એક અત્યંત મોટો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. રાજ્યમાં કદાચ પ્રથમવાર કાયદાની નવી કલમનો ઉપયોગ કરીને ગુનાહિત કમાણીમાંથી વસાવેલી મિલકત જપ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. ભાવનગર પોલીસ હવે સ્પા સેન્ટરની આડમાં માનવ તસ્કરીનું રેકેટ ચલાવી કરોડો રૂપિયાના ગોરખધંધા કરતી મહિલા સંચાલકની અંદાજે 80 લાખ રૂપિયાની પ્રોપર્ટી જપ્ત કરવા જઈ રહી છે.

શબાનાબેન ફારૂકભાઇ થીમ સામે કાર્યવાહી

ભાવનગર ગ્રામ્યના એએસપી ઘનશ્યામ ગૌતમ દ્વારા અસામાજિક પ્રવૃત્તિઓ વિરૂદ્ધ 'ઝીરો ટોલરેન્સ' ની નીતિ અપનાવવામાં આવી છે. અગાઉ દેહવ્યાપાર અને સ્પા સેન્ટરો પર પાડવામાં આવેલા દરોડા દરમિયાન શબાનાબેન ફારૂકભાઇ થીમ નામની મહિલા સંચાલક ઝડપાઈ હતી.

આ જ પૈસામાંથી મિલકતો ખરીદી

પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે શબાનાએ માનવ તસ્કરી અને દેહવ્યાપાર જેવા ગંભીર ગુનાઓ આચરીને ગેરકાયદેસર રીતે લાખો રૂપિયાની કમાણી કરી હતી અને આ જ પૈસામાંથી મિલકતો ખરીદી હતી. 80 લાખ રૂપિયાની પ્રોપર્ટી જપ્ત કરવાની કાયદાકીય પ્રક્રિયા

આ ગેરકાયદેસર કમાણી પર તવાઈ બોલાવતા એએસપી ઘનશ્યામ ગૌતમે નવા કાયદા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ 107 હેઠળ ગુનાહિત આવકમાંથી ઉભી કરાયેલી 80 લાખ રૂપિયાની પ્રોપર્ટી જપ્ત કરવાની કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી છે. ગુજરાતમાં આ પ્રકારની આ પ્રથમ કાર્યવાહી માનવામાં આવી રહી છે. પોલીસના આ કડક વલણને પગલે સ્પાની આડમાં ગેરકાયદેસર ધંધા ચલાવતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. પ્રશાસને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે ગુનાખોરીના પૈસાથી એશઆરામ કરનારાઓને હવે બક્ષવામાં નહીં આવે.


આ પણ વાંચો----     UNSCમાં ભારતે પાકિસ્તાનને બરાબર ધોયું, કહ્યું, પાકિસ્તાનનો ઈતિહાસ નરસંહારથી ખરડાયેલો..

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0