Bhavnagar: સોનગઢ નજીક મહિલા GRDની દાદાગીરીનો વીડિયો વાયરલ થતાં સસ્પેન્ડ

Nov 28, 2026 - 14:00
Bhavnagar: સોનગઢ નજીક મહિલા GRDની દાદાગીરીનો વીડિયો વાયરલ થતાં સસ્પેન્ડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભાવનગર-રાજકોટ હાઈવે પર સોનગઢ નજીક કારચાલક યુવકો સાથે મહિલા ગ્રામ રક્ષક દળ (GRD) કર્મચારી દ્વારા કરવામાં આવેલી દાદાગીરીનો વીડિયો વાયરલ થયા બાદ ખાતાકીય કાર્યવાહી કરવામાં આવી છે. સંગીતાબેન નામનાં GRD કર્મચારી પર કારચાલક યુવકોને ધોકા વડે માર મારવાનો આરોપ છે. વીડિયો વાયરલ થયા બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું અને મહિલા કર્મચારીને ફરજ પરથી સસ્પેન્ડ કરી ફરજમુક્ત કરવામાં આવ્યાં છે.

કારચાલક યુવકો પર ધોકાથી હુમલાનો આરોપ

પ્રાથમિક વિગતો મુજબ, સોનગઢ પોલીસ સ્ટેશનની હદમાં ભાવનગર-રાજકોટ હાઈવે નજીક આ બનાવ બન્યો હતો. અહીં કારમાં જઈ રહેલા યુવકો પર મહિલા GRD કર્મચારી દ્વારા ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હોવાનો આરોપ છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો હતો, જેમાં મહિલા કર્મચારીની વર્તણૂકને લઈને સવાલો ઊભા થયા હતા.

વીડિયો વાયરલ થયા બાદ કાર્યવાહી

આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ સંબંધિત તંત્ર દ્વારા મામલે કાર્યવાહી કરવામાં આવી હતી. GRDમાં ફરજ બજાવતાં સંગીતાબેન નામનાં કર્મચારી સામે ખાતાકીય શિક્ષાત્મક પગલાં ભરવામાં આવ્યાં છે. તેમને ફરજ પરથી સસ્પેન્ડ કરીને હાલ ફરજમુક્ત કરવામાં આવ્યાં છે.ખાતાકીય તપાસ અને કાર્યવાહી

સોનગઢ નજીક બનેલી આ ઘટનાને પગલે મહિલા GRD કર્મચારી સામે વિભાગીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.  


આ પણ વાંચો :     Explainer : અમેરિકામાં કરેલી વર્ષોની મહેનત પર પાણી..! IBMના નિર્ણયથી હજારો ભારતીયો મુશ્કેલીમાં, વાંચો શું અસર થશે

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0