Bhavnagar મેડિકલ કોલેજમાં 13 જૂનિયરોનું રેગિંગ, ઓર્થોપેડિકના 6 સિનિયર ડોક્ટરો સામે ફરિયાદથી ગાંધીનગર સુધી હડકંપ

Jun 18, 2026 - 12:00
Bhavnagar મેડિકલ કોલેજમાં 13 જૂનિયરોનું રેગિંગ, ઓર્થોપેડિકના 6 સિનિયર ડોક્ટરો સામે ફરિયાદથી ગાંધીનગર સુધી હડકંપ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાંથી ઉચ્ચ શિક્ષણ અને તબીબી જગતને લાંછન લગાડતો એક અત્યંત ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કોલેજના ઓર્થોપેડિક વિભાગમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા 13 જેટલા જૂનિયર વિદ્યાર્થીઓ સાથે સિનિયરો દ્વારા રેગિંગ કરવામાં આવ્યું હોવાની સત્તાવાર ફરિયાદ ઉઠતાં ખળભળાટ મચી ગયો છે. નેશનલ મેડિકલ કમિશનની કડક ગાઈડલાઈન્સ હોવા છતાં ભાવનગરમાં બનેલી આ ઘટનાને રાજ્યના આરોગ્ય વિભાગે અત્યંત ગંભીરતાથી લીધી છે અને ત્વરિત કડક પગલાં ભરવાના આદેશ આપ્યા છે.

 6 સિનિયર વિદ્યાર્થીઓ સામે ગંભીર આરોપ

મળતી માહિતી મુજબ, ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટના બીજા વર્ષમાં (પીજી સેકન્ડ યર) અભ્યાસ કરતા 6 સિનિયર વિદ્યાર્થીઓ સામે પ્રથમ વર્ષના 13 વિદ્યાર્થીઓનું માનસિક અને શારીરિક શોષણ તેમજ રેગિંગ કરવાનો ગંભીર આક્ષેપ લાગ્યો છે. પીડિત વિદ્યાર્થીઓએ આ મામલે ઉચ્ચ સ્તરે ન્યાય માટે અવાજ ઉઠાવ્યો હતો.

ગાંધીનગરથી કડક આદેશ, ડીન દોડતા થયા

આ ઘટના સામે આવતા જ ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે તાત્કાલિક એક્શન મોડમાં આવીને ભાવનગર મેડિકલ કોલેજના ડીનને વિગતવાર તપાસ અહેવાલ રજૂ કરવા કડક સૂચના આપી છે. આ સાથે જ કોલેજની એન્ટી-રેગિંગ કમિટીને તાબડતોબ બેઠક બોલાવીને આ મામલાની ઝીણવટભરી તપાસ કરવા અને તથ્યો સામે લાવવા આદેશ કરાયા છે.  આકરામાં આકરી સજા થઈ શકે

સૂત્રોના જણાવ્યા અનુસાર, જો તપાસમાં સિનિયર વિદ્યાર્થીઓ કસૂરવાર સાબિત થશે, તો નેશનલ મેડિકલ કમિશનના નિયમો હેઠળ તેમનું એડમિશન રદ કરવાથી લઈને તેમની સામે પોલીસ સ્ટેશનમાં ફોજદારી ગુનો દાખલ કરવા સુધીની આકરામાં આકરી સજા થઈ શકે છે. હાલમાં આ ઘટનાને પગલે મેડિકલ કોલેજના હોસ્ટેલ અને કેમ્પસમાં ભારે તણાવપૂર્ણ સન્નાટો વ્યાપી ગયો છે. 


આ પણ વાંચો----     Sandesh Digital Explainer : રામ નામે પથ્થર તર્યા..! અયોધ્યા રામ મંદિરમાં સવા વર્ષ સુધી કેવી રીતે ચાલ્યું કરોડોનું ' દાન કૌભાંડ'? વાંચો ઇન-ડેપ્થ માહિતી

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0