Bhavnagar : મહુવાના બોડા ગામે ચારમઢવાળી માતાજીનો પુંજ ઉત્સવ ઉજવાયો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મહુવા તાલુકાના ના બોડા ગામે સમસ્ત સોરઠિયા રબારી સમાજ દ્વારા રવિવાર અને સોમવારના ગામમાં આવેલા મોમાઈ માં (ચારમઢવાળા) માતાજી નો પુંજ ઉત્સવ ઉજવાયો હતો જેમાં હજારો ની સંખ્યામા સોરઠિયા રબારી સમાજ ના લોકો ઉમટી પડયા હતા
બોડા ગામે મોમાઈ માં ચારમઢવાળા માતાજી નો પુંજ મહોત્સવ ઉજવવામાં આવ્યો આ પુંજ મહોત્સવ એટલે રબારી સમાજની નવરાત્રી આ નવ દિવસ દરમિયાન બોડા મઢેથી અલગ અલગ જગ્યાએ ચાર ધજાઓ જાય છે અને આ ચાર ધજાઓ નવમા દિવસે એટલે કે નવમાં નોરતે પરત આવે ત્યારે ગામ અને રબારી સમાજ ભેગો થઈ અને આ ધજાઓનું સ્વાગત કરતું હોય છે. જેમાં રબારી સમાજના લોકો મોટી સંખ્યામાં અંદાજે 15 થી 20 હજાર માણસો આવીને માતાજી ના દર્શનનો લાભ લીધો હતો એક નાના એવા બોડા ગામમાં પુંજ ઉત્સવના દિવસે અતિશય વરસાદ થતાં તાત્કાલિક રબારી સમાજના લોકો દ્વારા સરસ વ્યવસ્થા કરવામાં આવી હતી
આ પ્રસંગનું અધ્યક્ષ સ્થાન બોડા મઢ ના ભુવા મેરામણ આતાએ સંભાળ્યું અને આ કાર્યક્રમ માં સૌરાષ્ટ ભર માંથી રબારી સમાજ પધાર્યો હતો અને વેળવા મઢથી ભુવા સાદુળ આતા તથા ભગત આતા તથા ગણોદ મઢ થી ભુવા નાથા આતા અને કાળા આતા તથા અલેમપર મઢથી ભુવા પુંજા આતા તથા શાણા ડુંગર થી રામચરણદાસ બાપુ (લાખારામ બાપુ) તથા નિર્મળદાસ બાપુ પધાર્યા હતા. આકાર્યક્રમ માં રબારી સમાજે સરજુ (સામવેદ) નું ગાન કરી સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

