Bhavnagarમાં BMCની ડિમોલિશન ડ્રાઇવ: ગુરુદ્વારા સામેથી ગેરકાયદે દબાણો કરાયા જમીનદોસ્ત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભાવનગર મહાનગરપાલિકા (BMC) દ્વારા શહેરના મધ્યમાં આવેલા ગુરુદ્વારા સામેની કિંમતી જમીન પરથી ગેરકાયદે દબાણો દૂર કરવા માટે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગુરુદ્વારા સામે અનામત જગ્યા પર ગેરકાયદેસર રીતે ઝૂંપડપટ્ટી ઊભી કરી દેવામાં આવી હતી. મનપાની ટીમ દ્વારા જેસીબી (JCB) અને ટ્રકો સહિતના કાફલા સાથે સવારથી જ આ ઝૂંપડપટ્ટી દૂર કરવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી હતી.
બાકી વેરો અને સત્તાવાર કબજો
આ જગ્યા મૂળભૂત રીતે મહાનગરપાલિકા દ્વારા પુનઃવસવાટના હેતુ માટે ફાળવવામાં આવેલી હતી. આ પુનઃવસવાટની જમીન પરનો મસમોટો વેરો પણ લાંબા સમયથી બાકી નીકળતો હોવાના કારણે મનપા તંત્ર દ્વારા આ કડક નિર્ણય લેવામાં આવ્યો છે. તમામ ગેરકાયદે ઝૂંપડપટ્ટીના દબાણો સંપૂર્ણપણે હટાવ્યા બાદ ભાવનગર મહાનગરપાલિકા આ જગ્યાનો સત્તાવાર રીતે સીધો કબજો પોતાના હસ્તક લેશે.

તાર ફેન્સિંગ વડે જમીન સુરક્ષિત કરાશે
દબાણ દૂર કર્યા બાદ ભવિષ્યમાં આ ખાલી જગ્યા પર ફરીથી કોઈ ગેરકાયદે પેશકદમી કે ગંદકી ન થાય અને વિસ્તારમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે મનપા દ્વારા વિશેષ આયોજન કરાયું છે. BMC દ્વારા સમગ્ર દબાણ મુક્ત કરાયેલી ખાલી જમીનની ફરતે મજબૂત તાર ફેન્સિંગ (Wire Fencing) કરવામાં આવશે. મનપાની આ આક્રમક કામગીરીથી શહેરમાં સરકારી જમીનો પર દબાણ કરનારાઓમાં ફાળચો વ્યાપી ગયો છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

