Bhavnagarમાં ડુંગળીનું મોટા પ્રમાણમાં વાવેતર કરાયું, ખેડૂતોને નથી મળી રહ્યાં પૂરતા ભાવ
સમગ્ર રાજયમાં હવે ઠંડીની સિઝન શરૂ થઈ ગઈ છે તેવામાં ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીનું મોટા પ્રમાણમાં રવિ પાકમાં વાવેતર કરવામાં આવ્યું છે,ત્યારે રવિ પાકમાં આ વર્ષે ખેડૂતોને ડુંગળીના સારા ભાવો મળે તેવી આશા સેવી રહ્યા છે.કેમ કે ભાવનગર જિલ્લાની ડુંગળી દેશના બધા રાજ્યમાં વેચાય છે પરંતુ તેની સામે ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા પરંતુ આ વર્ષે સારા ભાવ મળે તેવી આશા ખેડૂતો સેવી રહ્યા છે. સિહોરમાં થાય છે વધારે ડુંગળી ભાવનગર જિલ્લામાં ઠંડીનો આરંભ થઇ ગયો છે ત્યારે રવિ પાકનું વાવેતર વધીને 65000 હેકટર જમીનમાં થઈ ગયુ છે.ભાવનગર જિલ્લો ખાસ તો ગરીબોની કસ્તૂરી ગણાતા ડુંગળીના વાવેતરમાં ગુજરાતમાં અગ્રેસર હોય છે.ભાવનગર સહિત રાજ્યભરમાં રવિ પાક નું વાવેતર શરૂ થઇ ગયું છે.ભાવનગર જિલ્લામાં ડુંગળીનું 23000 હેકટરમાં વાવેતર થયું છે. ગુજરાત રાજ્યમાં કુલ ડુંગળીનું જે વાવેતર થયું છે તેમાં મહત્વનું વાવેતર ભાવનગર જિલ્લાના મહુવા તળાજા અને સિહોર પંથકમાં ડુંગળીનું વાવેતર કરવામાં આવ્યું છે.વાવેતરની સામે સરખો ભાવ આ વર્ષે ડુંગળીનું વાવેતર સારા પ્રમાણમાં થયું છે પણ પાછતરો વરસાદ થયો તેને લઈ એ વખતે વાવણી કરી હતી પણ કમોસમી વરસાદને લઈ ખેડૂતોને પાક નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો અને કમોસમી વરસાદના કારણે ખેડુતોએ ડુંગળી નું વાવેતર બે વાર કરવુ પડ્યું હતું.ખેડૂતો દ્વારા ડુંગળી ના ભાવ સારા મળે તો જ ખેડૂતો ને બે પૈસા નો ફાયદો થાય એમ છે કેમ કે ખાતર બિયારણ નો 30 થી 40 હજાર જેટલો મસમોટો ખર્ચ કરવામાં આવ્યો છે જો પોષણક્ષમ ભાવ ન મળે તો આ વર્ષે પણ ખેડૂતો ને રાતા પાણી એ રોવા નો વારો આવશે તેવું ખેડૂતો કહી રહ્યા છે.જો કે હાલ તો ખેડૂતો એ ડુંગળી નું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું છે અને આશા પણ છે કે આ વર્ષે ખેડૂતો ને સારા ભાવ મળશે.આ વખતે નથી મળ્યો સરખો ભાવ આમ તો ભાવનગર જિલ્લો મુખ્યત્વે ડુંગળી પકવતો જિલ્લો છે અને આ વર્ષે ડુંગળી નું વાવેતર પણ ખૂબ સારા પ્રમાણ માં કરવામાં આવ્યું છે,ખેડૂતોનું કહેવું છે કે છેલ્લા બે વર્ષ થી ડુંગળી તો પકાવી રહ્યા છીએ પરંતુ તેની સામે પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા.એક તરફ કુદરતી મારના કારણે ખેડૂતોને મોટો ફટકો પડયા ના અનેક દાખલાઓ છે પરંતુ આ વર્ષે ફરી ખેડૂતો એ સાહસ કરી અને ડુંગળી નું વાવેતર તો કર્યું છે પરંતુ સરકાર આ વર્ષે ખેડૂતો સામે જોવે અને ખેડૂતો ને બે પૈસા નો ફાયદો થાય તેવી આશા રાખી રહ્યા છે.ડુંગળીનો ભાવ મળે તેવી આશા ખેડૂતોને ડુંગળીના વાવેતરમાં એક વિઘે 20 થી 30 હજાર રૂપિયા જેવો ખર્ચ થઈ જતો હોય છે પરંતુ તેની સામે ખેડૂતોને ડુંગળીના પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા ત્યારે આ વર્ષે સરકાર ખેડૂતો સામે જોવે અને પોષણક્ષમ ભાવ મળે તેવી આશા ખેડૂતો એ વ્યક્ત કરી છે.રવિ પાકમાં આ વર્ષે ભાવનગર જિલ્લાના ખેડૂતોએ ડુંગળીનું વાવેતર મોટા પ્રમાણમાં કર્યું છે રાજ્યમાં પણ ડુંગળીના વાવેતરમાં ભાવનગર જિલ્લાનો મહત્વપૂર્ણ ફાળો છે.ત્યારે જે પ્રમાણે હાલ ડુંગળીના સારા ભાવો મળવાની આશા રાખીને ખેડૂતો એ કરેલા વાવેતરમાં આવનારા સમયમાં જ્યારે ડુંગળી વહેંચાણમાં આવશે ત્યારે ડુંગળીને યોગ્ય ભાવો મળે તેવી માંગ પણ ખેડૂતો કરી રહ્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સમગ્ર રાજયમાં હવે ઠંડીની સિઝન શરૂ થઈ ગઈ છે તેવામાં ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીનું મોટા પ્રમાણમાં રવિ પાકમાં વાવેતર કરવામાં આવ્યું છે,ત્યારે રવિ પાકમાં આ વર્ષે ખેડૂતોને ડુંગળીના સારા ભાવો મળે તેવી આશા સેવી રહ્યા છે.કેમ કે ભાવનગર જિલ્લાની ડુંગળી દેશના બધા રાજ્યમાં વેચાય છે પરંતુ તેની સામે ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા પરંતુ આ વર્ષે સારા ભાવ મળે તેવી આશા ખેડૂતો સેવી રહ્યા છે.
સિહોરમાં થાય છે વધારે ડુંગળી
ભાવનગર જિલ્લામાં ઠંડીનો આરંભ થઇ ગયો છે ત્યારે રવિ પાકનું વાવેતર વધીને 65000 હેકટર જમીનમાં થઈ ગયુ છે.ભાવનગર જિલ્લો ખાસ તો ગરીબોની કસ્તૂરી ગણાતા ડુંગળીના વાવેતરમાં ગુજરાતમાં અગ્રેસર હોય છે.ભાવનગર સહિત રાજ્યભરમાં રવિ પાક નું વાવેતર શરૂ થઇ ગયું છે.ભાવનગર જિલ્લામાં ડુંગળીનું 23000 હેકટરમાં વાવેતર થયું છે. ગુજરાત રાજ્યમાં કુલ ડુંગળીનું જે વાવેતર થયું છે તેમાં મહત્વનું વાવેતર ભાવનગર જિલ્લાના મહુવા તળાજા અને સિહોર પંથકમાં ડુંગળીનું વાવેતર કરવામાં આવ્યું છે.
વાવેતરની સામે સરખો ભાવ
આ વર્ષે ડુંગળીનું વાવેતર સારા પ્રમાણમાં થયું છે પણ પાછતરો વરસાદ થયો તેને લઈ એ વખતે વાવણી કરી હતી પણ કમોસમી વરસાદને લઈ ખેડૂતોને પાક નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો અને કમોસમી વરસાદના કારણે ખેડુતોએ ડુંગળી નું વાવેતર બે વાર કરવુ પડ્યું હતું.ખેડૂતો દ્વારા ડુંગળી ના ભાવ સારા મળે તો જ ખેડૂતો ને બે પૈસા નો ફાયદો થાય એમ છે કેમ કે ખાતર બિયારણ નો 30 થી 40 હજાર જેટલો મસમોટો ખર્ચ કરવામાં આવ્યો છે જો પોષણક્ષમ ભાવ ન મળે તો આ વર્ષે પણ ખેડૂતો ને રાતા પાણી એ રોવા નો વારો આવશે તેવું ખેડૂતો કહી રહ્યા છે.જો કે હાલ તો ખેડૂતો એ ડુંગળી નું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું છે અને આશા પણ છે કે આ વર્ષે ખેડૂતો ને સારા ભાવ મળશે.
આ વખતે નથી મળ્યો સરખો ભાવ
આમ તો ભાવનગર જિલ્લો મુખ્યત્વે ડુંગળી પકવતો જિલ્લો છે અને આ વર્ષે ડુંગળી નું વાવેતર પણ ખૂબ સારા પ્રમાણ માં કરવામાં આવ્યું છે,ખેડૂતોનું કહેવું છે કે છેલ્લા બે વર્ષ થી ડુંગળી તો પકાવી રહ્યા છીએ પરંતુ તેની સામે પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા.એક તરફ કુદરતી મારના કારણે ખેડૂતોને મોટો ફટકો પડયા ના અનેક દાખલાઓ છે પરંતુ આ વર્ષે ફરી ખેડૂતો એ સાહસ કરી અને ડુંગળી નું વાવેતર તો કર્યું છે પરંતુ સરકાર આ વર્ષે ખેડૂતો સામે જોવે અને ખેડૂતો ને બે પૈસા નો ફાયદો થાય તેવી આશા રાખી રહ્યા છે.
ડુંગળીનો ભાવ મળે તેવી આશા ખેડૂતોને
ડુંગળીના વાવેતરમાં એક વિઘે 20 થી 30 હજાર રૂપિયા જેવો ખર્ચ થઈ જતો હોય છે પરંતુ તેની સામે ખેડૂતોને ડુંગળીના પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા ત્યારે આ વર્ષે સરકાર ખેડૂતો સામે જોવે અને પોષણક્ષમ ભાવ મળે તેવી આશા ખેડૂતો એ વ્યક્ત કરી છે.રવિ પાકમાં આ વર્ષે ભાવનગર જિલ્લાના ખેડૂતોએ ડુંગળીનું વાવેતર મોટા પ્રમાણમાં કર્યું છે રાજ્યમાં પણ ડુંગળીના વાવેતરમાં ભાવનગર જિલ્લાનો મહત્વપૂર્ણ ફાળો છે.ત્યારે જે પ્રમાણે હાલ ડુંગળીના સારા ભાવો મળવાની આશા રાખીને ખેડૂતો એ કરેલા વાવેતરમાં આવનારા સમયમાં જ્યારે ડુંગળી વહેંચાણમાં આવશે ત્યારે ડુંગળીને યોગ્ય ભાવો મળે તેવી માંગ પણ ખેડૂતો કરી રહ્યા છે.