Amreli: રાજુલામાં સર્જાયો ગોઝારો અકસ્માત, 2 લોકોના મોત

Feb 1, 2025 - 17:00
Amreli: રાજુલામાં સર્જાયો ગોઝારો અકસ્માત, 2 લોકોના મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમરેલીના રાજુલા પાસે એક ગોઝારો અકસ્માત સર્જાયો છે. રાજુલા પાસેના બારપટોળી ગામ નજીક ત્રિપલ અકસ્માત સર્જાયો છે. જેમાં 3 મોટર સાયકલ એકબીજા સાથે અથડાતા મોટો અકસ્માત સર્જાયો છે, જેમાં 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને 2 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે.

એક બાઈકચાલક અકસ્માત સર્જીને થયો ફરાર

હાલમાં તમામ ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે રાજુલાની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે અને વધુ સારવાર શરૂ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે અકસ્માતમાં એક મોટલ સાયકલ ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો છે. ત્યારે અકસ્માતની ઘટના બાબતે રાજુલા પોલીસને જાણ થતાં તાત્કાલિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી અને ગુનો નોંધીને અકસ્માતની ઘટના બાબતે વધુ તપાસ શરૂ કરી છે.

ઝાલાવાડમાં અકસ્માતની 4 ઘટના, 6 લોકોને ઈજા

સુરેન્દ્રનગર શહેરના દુધરેજ, મલ્હાર ચોક, ધ્રાંગધ્રા હાઈવે અને દસાડા ગ્રામ્યની હોટલના મેદાનમાં અકસ્માતના બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાં પાણશીણા હાઈસ્કૂલના શિક્ષિકા સહિત 6 લોકોને ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે દવાખાને લઈ જવાયા છે. જ્યારે બનાવની ફરિયાદ નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. લીંબડીના સ્ટેશન રોડ પર આવેલી સત્યમ રેસીડેન્સીમાં રહેતા 49 વર્ષીય દિવ્યાબેન રાજેશભાઈ મકવાણા પાણશીણા હાઈસ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. 28 જાન્યુઆરીએ તેઓ પતિ રાજેશભાઈ અને દિકરા કશ્યપભાઈ સાથે ધાર્મિક પ્રસંગે ધ્રાંગધ્રા જતા હતા. ત્યારે ખાંભડા ગામ પાસે આવેલ પેટ્રોલપંપમાંથી એક જેસીબી ચાલકે ગફલતભરી રીતે ચલાવી રસ્તા પર આવી જતા અકસ્માત સર્જાયો હતો.

ધંધૂકામાં કારે બાઈકસવાર દંપતીને ટક્કર મારી

તમને જણાવી દઈે કે ધંધૂકા ફેદરા માર્ગ પર રાયકા ગામ નજીક વેગનર કારે આગળ જઈ રહેલા બાઈકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક સવાર આધેડ દંપતીને ગંભીર ઈજાઓ થતાં 108 ધંધૂકા દ્વારા શહેરની આરએમએસ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0